Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/23/new-project_1592884466.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/23/new-project_1592884466.jpg. Show all posts

Tuesday, June 23, 2020

3 વર્ષ પહેલાં રામ રહીમના રહસ્યો ખોલ્યાં હતાં, કહ્યું હતું- ફિલ્મ અપાવવાને બહાને બેડરૂમ સુધી લઈ ગયો

સોનુ નિગમે પોતાના વીડિયોમાં ભૂષણ કુમારને ધમકી આપી હતી કે જો તે હવે નહીં સમજે તો તે મરીના કુંવરનો વીડિયો યુ ટ્યૂબ ચેનલ પર અપલોડ કરી દેશે. સોનુનો આ વીડિયો વાઈરલ થતાં જ મરીના અચાનક ચર્ચામાં આવી ગઈ છે. ટીવી એક્ટ્રેસ તથા મોડલ મરીના ત્રણ વર્ષ પહેલાં પણ ચર્ચામાં આવી હતી જ્યારે તેણે ડેરા સચ્ચા સૌદા પ્રમુખ ગુરમીત રામ રહીમને લઈ ખુલાસા કર્યાં હતાં.

ઓગસ્ટ 2017માં કોર્ટે ડેરા પ્રમુખ રામ રહીમ બે સાધ્વીઓ પર દુષ્કર્મના કેસમાં દોષી જાહેર કરીને 20 વર્ષની જેલની સજા ફટકારી હતી. ત્યારબાદ રામ રહીમને લઈ મરીના કુંવરે ખુલાસા કર્યાં હતાં. મરીનાએ કહ્યું હતું કે રામ રહીમે તેને ફિલ્મ અપાવવાના બહાને ખોટી રીતે સ્પર્શ કર્યો હતો અને ગુફામાં લઈ ગયો હતો.

CIDમાં કામ કર્યું છે
મરીનાના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેણે ‘CID’, ‘આહટ’, ‘શપથ’ તથા ‘જગ્ગુદાદા’માં જોવા મળી હતી. 2017માં ચર્ચા હતી કે તે અક્ષય કુમારની સાથે ‘મિલિયન ડોલર બેબી’ની હિંદી રીમેકમાં જોવા મળશે. જોકે, આ પ્રોજેક્ટ આગળ વધ્યો નહીં. મોડલિંગ કરતી મરીના પોતાના બોલ્ડ ફોટોશૂટ માટે જાણીતી હતી.

2016માં બ્રેકઅપ થયું હતું
મરીનાનું નામ ટીવી એક્ટર મયુર વર્મા સાથે જોડાયું હતું. જોકે, 2016માં બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું. મરીના હવે મયુરને પોતાનો સારો મિત્ર માને છે. ‘બિગ બોસ’ની નવમી સિઝન માટે મયુર વર્મા તથા મરીનાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. મરીના શોમાં એક ટાસ્ક દરમિયાન જોવા મળી હતી.

2018માં ભૂષણ કુમાર તથા સાજીદ ખાન પર આક્ષેપ કર્યાં હતાં
વર્ષ 2018માં ભારતમાં MeToo મૂવમેન્ટ શરૂ થઈ હતી. મરીનાએ ભૂષણ કુમાર તથા સાજીદ ખાન પર યૌન શોષણનો આક્ષેપ કર્યો હતો. જોકે, આ કેસની બહુ ચર્ચા થઈ નહોતી. મરીનાએ ચેનલ આજ તકને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે કામ અપાવવાના બહાને ભૂષણ કુમાર તથા સાજીદ ખાને તેનું શોષણ કર્યું હતું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
sonu nigam talked about marina kuwar, who is she


from Divya Bhaskar https://ift.tt/3fS5WGP
https://ift.tt/37TbRsc

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...