Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/23/new-project_1592892087.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/23/new-project_1592892087.jpg. Show all posts

Tuesday, June 23, 2020

ગુલશન કુમારે સોનુ નિગમને ફિલ્મમાં ગાવાની તક આપી હતી, હવે તેમના જ દીકરા વિરુદ્ધ સિંગરે બાંયો ચઢાવી

સિંગર સોનુ નિગમે 22 જૂનના રોજ સોશિયલ મીડિયામાં એક વીડિયો શૅર કરીને મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીના કિંગ ભૂષણ કુમારને સીધો પડકાર ફેંક્યો હતો. સોનુએ ભૂષણને મ્યૂઝિક માફિયા કહીને કહ્યું હતું કે તે ખોટા વ્યક્તિ સાથે બાથ ભીડી છે, જો તેણે વધુ કંઈ કર્યું તો તે તેને એક્સપોઝ કરી દેશે. ભૂષણ કુમાર ટી સીરિઝ કંપનીના માલિક અને સ્વ. ગુલશન કુમારનો દીકરો છે. ગુલશન કુમારે જ સોનુ નિગમને ઈન્ડસ્ટ્રીમાં ગીત ગાવાની પહેલી તક આપી હતી.

સોનુ નિગમનો જન્મ હરિયાણાના ફરીદાબાદ શહેરમાં 30 જુલાઈ, 1973માં અગમ નિગમ તથા શોભા નિગમના ઘરે થયો છે. સોનુના પિતા પણ ગાયક રહ્યાં હતાં અને સ્ટેજ પર્ફોર્મન્સ આપતાં હતાં. સોનુએ ચાર વર્ષની ઉંમરમાં પિતા સાથે સ્ટેજ શોમાં જવાની શરૂઆત કરી હતી.

નાનપણમાં પિતાની સાથે જ ગીત ગાતો
એક વાર સ્ટેજ શો દરમિયાન સોનુએ પિતા અગમ નિગમની સાથે મોહમ્મદ રફીનું ગીત ‘ક્યા હુઆ તેરા વાદા’ ગાયું હતું. આ ગીત શ્રોતાઓને બહુ જ પસંદ આવ્યું હતું. ત્યારબાદથી જ સોનુએ પિતાની સાથે લગ્ન તથા પાર્ટીઓમાં જવાની શરૂઆત કરી હતી અને તેની સિંગિંગ યાત્રા શરૂ થઈ હતી.

19 વર્ષની ઉંમરમાં મુંબઈ આવ્યો હતો
સ્ટેજ શો દરમિયાન સોનુ ગાયક મોહમ્મદ રફીના ગીતો ગાતો હતો. ત્યારબાદ તેણે હિંદુસ્તાની શાસ્ત્રીય ગાયક ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાન પાસે પ્રશિક્ષણ લીધું હતું. 19 વર્ષની ઉંમરમાં પ્લેબેક સિંગર બનવા માટે સોનુ નિગમ મુંબઈ આવ્યો હતો. તેણે અહીંયા ઘણો જ સંઘર્ષ કરવો પડ્યો હતો.

ટી સીરિઝ કંપનીએ સોનુની ટેલેન્ટ જોઈ હતી
તે સમયે ટી સીરિઝ કંપની નવા નવા ગાયકોને ગીત ગાવાની તક આપતી હતી. આ દરમિયાન કંપનીની નજર સોનુ પર પડી હતી. મોહમ્મદ રફીના ગીતો પર સોનુનો અવાજ ઘણો જ સારો લાગતો હતો. આથી જ કંપનીએ સોનુના અવાજમાં ‘રફી કી યાદેં’ આલ્બમ લોન્ચ કર્યો હતો.

ગુલશન કુમારેફિલ્મમાં ગાવાની તક આપી હતી
ટી સીરિઝના માલિક ગુલશન કુમારે સોનુ નિગમને ફિલ્મમાં ગાવાની તક આપી હતી. તેમણે ફિલ્મ ‘જાનમ’ (1990)માં સોનુ નિગમને ગીત ગાવાની તક આપી હતી. જોકે, આ ફિલ્મ રિલીઝ થઈ નહોતી. ત્યારબાદ સોનુ નિગમને બીજીવાર પણ ટી સીરિઝે જ ફિલ્મ ‘આજા મેરી જાન’ (1992)માં ગાવાની તક આપી હતી. આ ફિલ્મમાં સોનુએ ‘ઓ આસમાન વાલે’ ગીત ગાયું હતું. આ સોનુ નિગમનું પહેલું રિલીઝ થયેલું ગીત છે.

ગુલશન કુમારે જ ટર્નિંગ પોઈન્ટ ગીત આપ્યું
1995 સુધીમાં તો સોનુએ પ્લેબેક સિંગર તરીકે ઓળખ બનાવી લીધી હતી. આ જ વર્ષે નાના પડદે સિંગિંગ રિયાલિટી શો ‘સારેગામા’ને હોસ્ટ કરવાની તક મળી હતી. ત્યારબાદ ગુલશન કુમારે પોતાની ફિલ્મ ‘બેવફા સનમ’માં ‘અચ્છા સિલા દિયા તુને મેરા પ્યાર કા’ ગીત ગાવાની તક આપી હતી. આ ગીત સોનુ નિગમની કરિયર માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થયું હતું. આ ગીત સુપરહિટ રહ્યું હતું.

‘બોર્ડર’ના ગીતે નસીબ બદલ્યું
સોનુને સૌથી મોટી સફળતા 1997માં આપેલી ફિલ્મ ‘બોર્ડર’ના ગીત ‘સંદેશે આતે હૈં’થી મળી હતી. આ ગીતને અનુ મલિકે કમ્પોઝ કર્યું હતું. ત્યારબાદ સોનુ નિગમે ક્યારેય પાછા વળીને જોયું નથી. ફિલ્મમાં ગીતો ગાવા ઉપરાંત સોનુ નિગમે ‘દીવાના’, ‘યાદ’, ‘જાન’ તથા ‘ચંદા કી ડોલી’ જેવા અનેક હિટ આલ્બમ આપ્યાં હતાં. સોનુએ હિંદી ઉપરાંત ઉર્દૂ, તમિળ, બંગાળી, પંજાબી, મરાઠી, તેલુગુ, ભોજપુરી, કન્નડ તથા ઉડિયા ભાષામાં ગીતો ગાયા છે.

એક્ટિંગમાં પણ નસીબ અજમાવ્યું છે
સિંગિંગ ઉપરાંત સોનુ નિગમે એક્ટિંગમાં પણ હાથ અજમાવ્યો છે. તેણે ‘જાની દુશ્મન’, ‘લવ ઈન નેપાલ’ તથા ‘કાશ આપ હમારે હોતે’ જેવી ફિલ્મમાં એક્ટિંગ કરી છે. સોનુએ ફેબ્રુઆરી, 2002માં મધુરિમા મિશ્રા સાથે લગ્ન કર્યાં છે. તેમને દીકરો નિવાન છે.

સોનુ નિગમે આ વીડિયોમાં ભૂષણ કુમારને આડેહાથ લીધા



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
gulshan kumar gave a break to sonu nigam in bollywood


from Divya Bhaskar https://ift.tt/2Noc8da
https://ift.tt/3exqF2s

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...