Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/24/24-6_1592980934.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/24/24-6_1592980934.jpg. Show all posts

Wednesday, June 24, 2020

અમિતાભ બચ્ચને માસ્કનો હિન્દી શબ્દ શોધ્યો, લોકોએ કહ્યું- સર આ આગામી KBCનો સવાલ હશે?

કોરોના મહામારીમાં અમિતાભ બચ્ચન શૂટિંગ બંધ હોવાથી ઘરે જ સમય પસાર કરી રહ્યા છે. આ સમયમાં બિગ બી સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ છે. તેઓ ઇન્સ્ટાગ્રામ પર ઘણી રસપ્રદ પોસ્ટ શેર કરતા રહેતા હોય છે. હવે તેમણે માસ્કનો હિન્દી શબ્દ શોધી કાઢ્યો છે.

તેમની ફિલ્મ ગુલાબો સિતાબોનો માસ્ક પહેરેલ ફોટો શેર કરી લખ્યું કે, મળી ગયું, મળી ગયું, મળી ગયું. ઘણી મહેનત પછી માસ્કનું અનુવાદ મળી ગયું. હિન્દીમાં માસ્કનું ભાષાંતર છે, નાસિકામુખસંરક્ષક કીટાણુરોધક વાયુછાનક વસ્ત્રડોરીયુક્ત પટ્ટિકા. આ પોસ્ટ નીચે લોકોએ ઘણી રસપ્રદ કમેન્ટ કરી હતી. એક ફેને લખ્યું કે, સર શું આ આગામી KBCની સીઝનનો સવાલ છે?

અમિતાભ બચ્ચન અને આયુષ્માન ખુરાના સ્ટારર ગુલાબો સિતાબો ફિલ્મ 12 જૂને એમેઝોન પ્રાઈમ પર સ્ટ્રીમ થઇ હતી. આ કોમેડી ફિલ્મને શૂજિત સરકારે ડિરેક્ટ કરી છે. અગાઉ તો ફિલ્મ થિયેટરમાં જ રિલીઝ થવાની હતી પણ લોકડાઉનને કારણે ડિજિટલ પ્લેટફોર્મ પર ફિલ્મ રિલીઝ કરવામાં આવી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Amitabh Bachchan found the Hindi word for mask, people said- Sir, will this be the next KBC question?


from Divya Bhaskar https://ift.tt/2Yt5GrZ
https://ift.tt/2CuQsKg

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...