Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/24/babil1592979945_1592992251.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/24/babil1592979945_1592992251.jpg. Show all posts

Wednesday, June 24, 2020

ઈરફાન ખાનના દીકરા બાબીલે કહ્યું, નિપોટિઝમ વિરુદ્ધ અવાજ ઉઠાવો પણ સુશાંતનું નામ ન વાપરો

સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના કારણોને લઈને ઘણા અંદાજ લગાવવામાં આવી રહ્યા છે. તેની આત્મહત્યા પાછળ નિપોટિઝમ અને ગ્રુપીઝમને જવાબદાર માનવામાં આવી રહ્યું છે. સોશિયલ મીડિયા પર આરોપ-પ્રત્યારોપનો માહોલ છે.

આ વચ્ચે બે મહિના પહેલાં મૃત્યુ પામનાર ઈરફાન ખાનના દીકરા બાબીલ ખાને લોકોને અપીલ કરી છે. બાબીલે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી લખ્યું કે, સગાવાદ વિરુદ્ધ ખુલીને બોલવાની વાતને હું સપોર્ટ કરું છું પણ તેણેસુશાંતનું નામ લઇને આવું ન કરવા માટે અપીલ કરી છે.

બાબીલે ઈરફાન ખાન અને સુશાંત સિંહનો ફોટો શેર કરી લખ્યું કે, આ બધું હજુ પણ સરળ થઇ રહ્યું નથી. આપણે બે ઈમાનદાર અને સમજદાર લોકોને ગુમાવી દીધા છે. જે રીતે સુશાંત ગયા તે આઘાતજનક છે. સ્વાભાવિક રીતે આપણે કોઈના કોઈ પર આરોપ લગાવવામાં લાગ્યા છીએ, જે ઘણું નિરાશાજનક છે. કારણકે બીજા પર દોષ ઠાલવીને શાંતિ મેળવવી ઠીક નથી. હું તમને લોકોને આગ્રહ કરું છું કે આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના માટે કોઈને જવાબદાર ન ગણાવો. મારી વિનંતી છે કે આ ઘટનાના કારણો શોધવાનું બંધ કરો.

View this post on Instagram

It’s still not settling in. We’ve lost two very sincere people and sincerity is key in our spiritual journey, thus it comes as an unbelievable shock, the way Sushant has departed. Naturally, we have descended into pinning the blame on something or someone, which in itself is the most futile act because to find peace by playing the blame game is not honest peace, it is a fleeting reflection of a lie. I urge you to not blame someone or something for this incredibly unfortunate happening, I urge you to accept that life is filled with leg spin deliveries bouncing off spin with no apparent explanation or understanding provided, I urge you to stop investigating the reason because it only brings more despair to the people intimately suffering the loss. Instead we must celebrate the evolution of these sincere men and let their wisdom manifest in our own journeys in some way, hoping to keep little lanterns of their memories ignited in our sensitive souls. I’m saying stand up for what’s right without using Sushant’s demise as an excuse, if you want to rebel against nepotism, do so, but don’t use Sushant as a reason to why you’re doing so now. Stand up for what’s right regardless anyway in any case. (And it would and should be my fight to prove to the audience that I deserve a shot.)

A post shared by Babil Khan (@babil.i.k) on Jun 23, 2020 at 5:39am PDT

બાબીલે લખ્યું કે, આ એ લોકો માટે વધુ દુઃખદાયક છે જે તેમના ગમતા વ્યક્તિના જવાથી પહેલેથી જ દુઃખી છે. આપણે આ લોકોના ઉમદા કામના વખાણ કરવા જોઈએ. હું એટલું કહેવા ઈચ્છું છું કે સુશાંતનું નામ યુઝ કરવું યોગ્ય નથી. તેનું નામ લીધા વગર સાચી વાત માટે અવાજ ઉઠાવો. જો તમે સગાવાદ વિરુદ્ધ વિદ્રોહ કરવા ઈચ્છો છો તો બિલકુલ કરો, પણ સુશાંતનું નામ કોઈપણ ભોગે ન વાપરો.

સુશાંત સિંહે 14 જૂને મુંબઈના તેના ઘરે ફાંસી ખાઈને આત્મહત્યા કરી હતી. પોલીસને શરૂઆતની તપાસમાં ખબર પડી કે સુશાંત છેલ્લા 6 મહિનાથી ડિપ્રેશનની સારવાર લઇ રહ્યો હતો. પોલીસ આ બાબતે નજીકના મિત્રો, પરિવાર વગેરેની પૂછપરછ કરી રહી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Irrfan Khan's son Babil said, 'Raise your voice against nepotism but don't use Sushant's name'


from Divya Bhaskar https://ift.tt/3dtZvYP
https://ift.tt/383mGrN

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...