Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/24/dd11592981506_1592996860.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/24/dd11592981506_1592996860.jpg. Show all posts

Wednesday, June 24, 2020

રંગરૂટ ગીત પરના વિવાદ બાદ દિલજિત બોલ્યો, સેન્સર બોર્ડની મંજૂરી અને નેશનલ અવોર્ડ મળ્યો હતો, હવે વિવાદ કેમ

દિલજિત દોસાંજે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરીને એક વાતને લઈને સ્પષ્ટતા કરી છે જેમાં કોંગ્રેસ સાંસદ રાવનીત સિંહ બિટ્ટુએ તેમને ખાલિસ્તાની એજન્ડાના સમર્થક ગણાવ્યા હતા. દિલજિતે કહ્યું કે, જે ગીતને લઈને વિરોધ થઇ રહ્યો છે તે 2014માં આવેલ ફિલ્મ પંજાબ 1984નું છે. આ ફિલ્મ અને તેના ગીતને સેન્સર બોર્ડે મંજૂરી આપી હતી. સાથે જ નેશનલ અવોર્ડ પણ જીત્યો હતો. હવે આના પર FIR કઈ રીતે થઇ શકે છે? હવે આ ફિલ્મના ગીતને લઈને વિવાદ કેમ થઇ રહ્યો છે?

આ છે આખી ઘટના
દિલજિતે તેની ફિલ્મ પંજાબ 1984નું ગીત રંગરૂટ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યું હતું. ત્યારબાદ લુધિયાણાના કોંગ્રેસ સાંસદ રવનીત સિંહ બિટ્ટુએ 18 જૂને સોશિયલ મીડિયા પર તેની પોસ્ટમાં દિલજિત અને જેઝી બી પર આરોપ લગાવ્યો છે કે તે ખાલિસ્તાન સમર્થક ગ્રુપને જાહેરમાં સપોર્ટ કરી રહ્યા છે. તેમના ગીતોથી તે ખાલિસ્તાની ગ્રુપના એજન્ડાને આગળ વધારી રહ્યા છે. બિટ્ટુએ જેઝી બીના પુત સરદારા દા સોન્ગનો પણ વિરોધ કર્યો છે.

ટ્વીટ કરી કેસ ફાઈલ કરવાની માગ કરી
બિટ્ટુએ તેની પોસ્ટમાં લખ્યું હતું કે, આ ગીત દિલજિત દોસાંજ અને જેઝી બીએ બનાવ્યું છે. મને આ વિચારીને દુઃખ થાય છે કે આ લોકો હાઈ પોઝિશન પર છે, ભારતમાં નામ અને ફેમ બંનેનો આનંદ લઇ રહ્યા છે પરંતુ એક એવા સંગઠનનું સમર્થન કરી રહ્યા છે જે આપણા ભારતીય સૈનિકોના શહાદતને સેલિબ્રેટ કરી રહ્યા છે. હું સુખવીર બાદલ, હરસિમરત કૌર અને બિક્રમ મજીઠીયાને કહેવા માગું છું કે તેમણે તેમના મત સ્પષ્ટ રાખવા જોઈએ. શું હજુ પણ તેઓ તેના સમર્થનમાં છે? હજુ મોડું થયું નથી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Diljit Dosanjh on Rangroot Song| Congress MP Ravneet Singh Bittu alleged Diljit Dosanjh and Jazzy B to support Khalistan


from Divya Bhaskar https://ift.tt/3fQTsPB
https://ift.tt/37Uj2k3

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...