Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/24/payal1592990555_1592995798.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/24/payal1592990555_1592995798.jpg. Show all posts

Wednesday, June 24, 2020

સોનુ નિુગમના સપોર્ટમાં પાયલ રોહતગી, કહ્યું- આ પુરાવો છે કે બોલિવૂડમાં નેપોટિઝ્મ, ગુંડાગર્દી અને કાસ્ટિંગ કાઉચ ચાલે છે

પાયલ રોહતગીએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શૅર કર્યો હતો, જેમાં તે સોનુ નિગમના સપોર્ટમાં બોલે છે. પાયલે કહ્યું હતું કે હવે ખ્યાલ આવ્યો કે મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીમાં ટી સીરિઝનો કંટ્રોલ છે. પાયલે ભૂષણ કુમારની પત્ની દિવ્યાને આડેહાથ લીધી હતી અને તેને પતિની અંધભક્ત કહી હતી. સોનુ નિગમને લઈ પાયલે કહ્યું હતું જો લોકો તમારી વાતનો સ્વીકાર નથી કરતાં તો એ જણાવવું જરૂરી છે કે તેઓ કેટલાં મૂર્ખ છે. બની શકે કે દિવ્યા ખોસલા બીજી સોનમ કપૂર હોય.

સુશાંતના નિધન બાદ ચર્ચા શરૂ થઈ
વીડિયોમાં પાયલે કહ્યું હતું કે હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે બોલિવૂડમાં કામ મેળવવું હોય તો તે નેપોટિઝ્મ, ગુંડાગર્દી કે કાસ્ટિંગ કાઉચથી જ મળે છે. આશા છે કે આપણે સુશાંતના નિધન બાદ એક સાથે આવીશું અને સુશાંત સાથે જે થયું તે બીજા સાથે ના થાય તેનું ધ્યાન રાખીશું. સોનુજીને પૂરો સપોર્ટ છે.

સોનુ સપોર્ટમાં આ સેલેબ્સ આવ્યા
સોનુએ ભૂષણ કુમારને લઈને એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં સોનુ નિગમે ભૂષણ કુમારને ધમકી આપી હતી કે તે તેની સામે બાથ ના ભીડે. જો તેણે કંઈ વધુ કર્યું તો તે એક્ટ્રેસ મરીના કુંવરનો વીડિયો યુ ટ્યૂબ પર પોસ્ટ કરી દેશે. સોનુના આ વીડિયો બાદ અદનાન સામી, અલિશા ચિનૉય, મોનાલી ઠાકુર, સુનીલ પૉલ અને હવે પાયલ રોહતગી સપોર્ટમાં આવ્યા છે. તો ભૂષણ કુમારનેહજી સુધી તેની પત્ની દિવ્યાએ જ સપોર્ટ આપ્યો છે. સાજિદ ખાન, ફરાહ ખાને હજી સુધી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. મરીનાએ વર્ષ 2018માં આક્ષેપ કર્યો હતો કે ડિરેક્ટર સાજીદ ખાન તથા ભૂષણ કુમારે કામ અપાવવાના બહાને યૌન શોષણ કર્યું હતું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
payal rohatgi support sonu nigam


from Divya Bhaskar https://ift.tt/37UUYgK
https://ift.tt/3fRHHZ3

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...