Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/24/phpthumbgeneratedthumbnail_1592977711.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/24/phpthumbgeneratedthumbnail_1592977711.jpg. Show all posts

Wednesday, June 24, 2020

10 વર્ષ બાદ સુષ્મિતા સેને કમબેક કર્યું, કહ્યું - મને જાણ કર્યા વગર છેલ્લી ઘડીએ ફિલ્મમાંથી કાઢી નાખવામાં આવતી હતી

બોલિવૂડની અદભુત એક્ટ્રેસ રહી ચૂકેલ સુષ્મિતા સેને 10 વર્ષ બાદ ફરી એક્ટિંગમાં કમબેક કર્યું છે. એક્ટ્રેસે આર્યા નામની વેબ સિરીઝથી ડિજિટલ ડેબ્યુ કર્યું છે જે હોટસ્ટાર પ્લસ ડિઝની પર 19 જૂને રિલીઝ થઇ છે. કમબેક અને એક્ટિંગ કરિયર વિશે સુષ્મિતાએ ભાસ્કર સાથે ખાસ વાતચીત કરી છે.

ફિલ્મોથી 10 વર્ષ દૂર રહેવાનું કારણ શું હતું?
સૌથી પહેલા તો હું ખુદને ભાગ્યશાળી માનું છું કે હું ફિલ્મોથી 10 વર્ષ સુધી દૂર હતી પણ મારા ફેન્સથી નહીં અને એટલે મારું ફિલ્મોમાં પાછું આવવાનું નક્કી હતું. દૂર રહેવાનું કારણ આ જ હતું કે મને સારી સ્ક્રિપ્ટ મળી રહી ન હતી. મને ઓલ્ડ સ્કૂલ રોલ ઓફર થઇ રહ્યા હતા. મને લાગે છે કે કદાચ હું તે વખતે કોઈ ફિલ્મમેકરને ઇન્સ્પાયર કરી શકી ન હતી કે મને સારો રોલ ઓફર કરે. મને મારો રોલ ગમતો ન હતો તો મેં બ્રેક લઈને યોગ્ય રોલની રાહ જોઈ પણ જ્યારે આર્યાના ડિરેક્ટર રામ મારી પાસે આવ્યા તો મને સ્ટોરી ખૂબ ગમી અને મેં હા પાડી.

આર્યા પસંદ કરવાનું કારણ શું હતું?
આર્યામાં મારો રોલ પ્રોગેસિવ મહિલાનો છે. એક પ્રેમાળ હોમમેકરથી ડોન બનવા સુધીની જર્ની છે. એક સ્ટ્રોંગ રોલ છે. આ સિરીઝની રિલીઝ પહેલાં જ પાંચ સીઝન લખાઈ ગઈ હતી.

શું ક્યારેય ફિલ્મ્સમાંથી કાઢી નાખવામાં આવી છે?
મારી ઘણી બધી ફિલ્મ્સ છે જેમાં મને છેલ્લી ઘડીએ કાઢી નાખવામાં આવી હોય અને તે એટલી બધી છે કે હું ગણતરી ભૂલી ગઈ છું. મને જાણ કર્યા વગર ફિલ્મોમાંથી કાઢી નાખવામાં આવતી હતી અને જેની જાણ મને ન્યૂઝ પેપરમાંથી મળતી હતી. મને તો ઇન્ફોર્મ કરવામાં પણ ન આવતું હતું જ્યારે મેં તે ફિલ્મ અનાઉન્સ પણ કરી દીધી હોય અને પછી હું જાહેરમાં શરમજનક સ્થિતિમાં આવી જતી હતી. પછી મેં ખુદને એમ જ સમજાવ્યું કે જે ફિલ્મ્સ મને ન મળી તે મારા નસીબમાં ન હતી. ખુદને હંમેશાં સ્ટ્રોંગ રાખી.

આ ઇન્ડસ્ટ્રીમાં તમારે ખુદ પર ભરોસો કરવો ઘણો જરૂરી છે, કોઈને પણ એટલો હક ન આપો કે તે તમને એવું ફીલ કરાવી શકે કે તેમના વગર તમે ઇન્ડસ્ટ્રીમાં ટકી જ નહીં શકો.

જ્યારે પણ લાઈફમાં લો ફીલ કરતા તો સ્થિતિને કઈ રીતે હેન્ડલ કરતા?
દરેક દિવસ એકસરખા નથી હોતા એવું હું માનું છું. જો મારા કોઈ પ્રયત્ન નિષ્ફ્ળ જાય છે તો દિલ તૂટે છે પણ તમારે સમજવું પડે છે. આ આપણા પર છે કે આપણે કેટલા જલ્દી તેમાંથી બહાર નીકળીએ છીએ. હું ખુદને એ જ કહું છું કે જો આ વખતે ફેઈલ થઇ તો કઈ વાંધો નહીં બીજી વાર સફળ થઈશ. તમારે જાતે સમજવું પડે છે.

અન્ય એક્ટર સાથે સરખામણી થાય છે ત્યારે કેવું લાગે છે?
હું ભાગ્યશાળી છું કે હું આવા ડિસ્કશન વિશે વધુ વાંચતી નથી કારણકે અન્ય લોકોની જેમ ઇન્ડસ્ટ્રીમાં ટોપ 5માં જગ્યા મેળવવાની સ્પર્ધામાં હું ક્યારેય રહી નથી. મને બસ મારા ટેલેન્ટને કારણે ઓળખવામાં આવે છે અને મને આ તુલનાથી કોઈ ફરક પડતો નથી. મને ખબર નથી પડતી કે જ્યારે બે માણસના DNA પણ મેચ નથી કરી સકતા તો તમે તેની તુલના કઈ રીતે કરી શકો છો. આ ખોટું છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
After 10 years, Sushmita Sen made a comeback, says 'I was fired from films at the last moment without my conscent'


from Divya Bhaskar https://ift.tt/3g4si8b
https://ift.tt/31cDBqj

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...