Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/25/new-project-1_1593076379.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/25/new-project-1_1593076379.jpg. Show all posts

Thursday, June 25, 2020

ટીવી ક્રૂને બે લાખનો મેડિક્લેમ મળશે, અંતે જુલાઈમાં શૂટિંગ શરૂ થશે

19 માર્ચથી ટીવી સિરિયલ્સના શૂટિંગ કોરોનાવાઈરસને કારણે બંધ છે. હવે, સરકારે પૂરતી સાવધાની સાથે શૂટિંગ કરવાની પરવાનગી આપી દીધી છે. ટીવી સિરિયલના ક્રૂ તથા કાસ્ટ મેમ્બર્સને મેડિક્લેમ તથા કોવિડ 19નો ચેપ લાગે તો ઈન્સ્યોરન્સ કવર પણ મળશે. સૂત્રોના મતે, દરેક પ્રકારની સારવાર માટે 2 લાખનો મેડિક્લેમ તથા કોવિડ 19ના ઈન્ફેક્શનથી નિધન થાય તો 25 લાખ રૂપિયા મળશે. સિરિયલના શૂટિંગ જુલાઈ મહિનાથી શરૂ કરી દેવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે બુધવાર (24 જૂન)ની રાત્રે IFPTC (ઈન્ડિયન ફિલ્મ એન્ડ ટીવી પ્રોડ્યૂસર્સ કાઉન્સિલ ), CINTAA (સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિયેશન) તથા FWICE (ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ) એક મિટિંગ થઈ હતી. આ મિટિંગમાં સેટ પર હાજર રહેલા વ્યક્તિની સુરક્ષાને લઈ નિયમો તૈયાર કરવામાં આવ્યા હતાં.

હવે, રોજમદાર શ્રમિકો તથા અન્ય કાસ્ટ તથા ક્રૂ મેમ્બર માટે કોરોનાને કારણે નિધન થાય તો 25 લાખ રૂપિયાનો વીમો હશે. હોસ્પિટલમાં સારવાર માટે બે લાખ સુધીનો મેડિક્લેમ મળશે. આ ઉપરાંત ફિલ્મ તથા ટીવી પ્રોડ્યૂસર્સના એસોસિયેશને એ પણ સુનિશ્ચિત કર્યું છે કે સેટ પર કાસ્ટ તથા ક્રૂ માટે સરકારી આદેશોનું પાલન કરીને સલામતીની વ્યવસ્થા કરવામાં આવશે.

આટલું જ નહીં હવે કલાકારોને 90 દિવસને બદલે 30 દિવસમાં પેમેન્ટ કરવામાં આવશે. આ ઉપરાંત કલાકારોએ પે કટની વાત પણ માની છે. પ્રોડ્યૂસર્સ તથા બ્રોડકાસ્ટર્સે કલાકારોની ફીમાં કટ કરવાનું કહ્યું હતું.

મિટિંગમાં ફિલ્મ તથા ટીવી પ્રોડ્યૂસર્સની કાઉન્સિલની સાથે કલાકારોના સૌથી મોટા સંગઠન CINTAA તથા સિને કર્મચારીનું સૌથી મોટું સંગઠન FWICE પણ હતાં. ટીવી પ્રોડ્યૂસર્સના કાઉન્સિલના પ્રમુખ સાજિદ નડિયાદવાલા છે. તેમણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, કલ્ચર મિનિસ્ટર અમિત દેશમુખ, કલ્ચરલ સેક્રેટરી સંજય મુખર્જી તથા આદેશ બાંડેકરનો આભાર વ્યક્ત કર્યો હતો.

મિટિંગમાં જેડી મજેઠિયા, શ્યામ આશીષ ભટ્ટાચાર્ય, નિતિન વૈદ્ય, બીએન તિવારી, અશોક દુબે, ગંગેશ્વર શ્રીવાસ્તવ, મનોજ જોષી, અમિત બહલ, સંજય ભાટિયા તથા CINTAAના અધિકારીઓ હતાં.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
The TV crew will get a mediclaim of Rs 2 lakh, finally shooting will start in July


from Divya Bhaskar https://ift.tt/31dHSd8
https://ift.tt/3dwJvp4

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...