Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/25/sudhir-mishra1593005980_1593064153.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/25/sudhir-mishra1593005980_1593064153.jpg. Show all posts

Thursday, June 25, 2020

સુધીર મિશ્રા પર સ્વર્ગીય એક્ટર નિર્મલ પાંડેને કામ ના આપવાનો આક્ષેપ, ફિલ્મમેકરની સ્પષ્ટતા

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદથી ઘણાં ફિલ્મમેકર્સ પર નેપોટિઝ્મ તથા કેમ્પને લઈ આક્ષેપો કરવામાં આવ્યા છે. હવે, એ એક્ટર્સને લઈને પણ વાત કરવામાં આવી રહી છે, જેમનું નિધન ખાસ્સા વર્ષો પહેલાં થયું હોય. હાલમાં જ સ્વર્ગીય એક્ટર ઈન્દર કુમારની પત્ની પલ્લવીએ કરન જોહર તથા શાહરુખ ખાનને લઈ વાત કરી હતી અને કહ્યું હતું કે આ બંનેએ તેના પતિને કામ આપ્યું નહોતું. હવે, લેખિકા શૈફાલી વૈદ્યે સ્વર્ગીય એક્ટર નિર્મલ પાંડેને લઈ વાત કરી હતી.

શૈફાલીએ ટ્વીટ કરી
શૈફાલીએ ટ્વીટ કરીને આક્ષેપ કર્યો હતો કે આઉટસાઈડર હોવાને કારણે સુધીર પાંડેએ નિર્મલ પાંડેની અવગણના કરી હતી. શૈફાલીએ કહ્યું હતું, ‘નિર્મલ પાંડેને જરા યાદ કરો. નૈનીતાલના તે ટેલેન્ટેડ એક્ટર હતાં અને તેમણે ‘બેન્ડિટ ક્વીન’ તથા ‘ઈસ રાત કી સુબહ નહીં’માં કામ ક્રયું હતું. જોકે, આઉટસાઈડર હોવાને કારણે સુધીર મિશ્રા જેવા લોકોએ તેમની તરફ ધ્યાન આપ્યું નહોતું. કામ ના મળવાને કારણે તેઓ ભાંગી પડ્યાં હતાં. 48 વર્ષની ઉંમરમાં હાર્ટ અટેકને કારણે નિધન થયું હતું.’

શૈફાલીની ટ્વીટ પર સુધીર મિશ્રાએ પ્રતિક્રિયા આપી હતી. તેમણે આક્ષેપોને નકારી કાઢ્યાં હતાં અને કહ્યું હતું કે ‘ઈસ રાત કી સુબહ નહીં’ને કોને ડિરેક્ટ કરી હતી? કોણે? કોણે?

આ ટ્વીટ પર શૈફાલીએ જવાબ આપ્યો હતો કે ‘અને પછી? તમે ક્યારેય નિર્મલ પાંડેને મળ્યાં અને ના તેમને ફોન કર્યો. તેઓ આ એક ફિલ્મ પછી વર્ષો સુધી સંઘર્ષ કરતાં રહ્યાં હતાં. મને તો નવાઈ લાગે છે કે ત્યારે તમને ‘રિયાલિટી ચેક’ કરવાનું કેમ ફીલ ના થયું?’

સુધીરની સ્પષ્ટતાઃ કાસ્ટિંગ જેવું પણ કંઈ હોય છે
જવાબમાં સુધીરે ખુલાસો કરતાં કહ્યું હતું, ‘કાસ્ટિંગ જેવું પણ કંઈક હોય છે. યોગ્ય રોલ યોગ્ય એક્ટરને મળે. મારી ફિલ્મ ‘હઝારો ખ્વાહિશેં એસી’ હતી અને તે ફિલ્મમાં કોણ હતાં? કોણ? કોણ?’ ઉલ્લેખનીય છે કે આ ફિલ્મમાં ચિત્રાંગદા સિંહ, શાઈની આહુજા તથા કેકે મેનન હતાં.

સુધીરે અન્ય એક ટ્વીટમાં આક્રોશ સાથે કહ્યું હતું, ‘હું ક્યારેય મારી વાત જાતે કરતો નથી, એનો અર્થ એવો નથી કે મારી પાસે કંઈ છે જ નહીં. પ્લીઝ પહેલાં તપાસ કરો કે મેં કેટલાં નવા લોકોને બ્રેક આપ્યો છે. ફિલ્મમાં, ટીવીમાં, માત્ર એક્ટર જ નહીં. આગળ વધો...’

સાથી ફિલ્મમેકર્સે સપોર્ટ કર્યો
આ વિવાદમાં સુધીરને અનુરાગ કશ્યપ તથા હંસલ મહેતા જેવા ફિલ્મમેકર્સનો સપોર્ટ મળ્યો હતો. અનુરાગે કહ્યું હતું, ‘શૈફાલી વૈદ્ય જેવા લોકોને ધ્યાનમાં લેવાની જરૂર નથી. આ બધું વાસ્તવિક મુદ્દાઓથી ધ્યાન ભટકાવવા માટે છે. રોજ કોઈને કોઈ આવશે, જેથી સાચા મુદ્દા પરથી ધ્યાન હટી જાય. આવા લોકોને ઈગ્નોર કરો.’

તો હંસલ મહેતાએ કહ્યું હતું, ‘સધીર, નફરતથી ભરેલા ટ્રોલ્સ સાથે દલીલો ના કરો. તમે પોતાના વિશે એવા વ્યક્તિને ના સમજાવી શકો, જે કંઈ સાંભળવા જ તૈયાર નથી.’

કોણ હતાં નિર્મલ પાંડે?
નૈનીતાલના નિર્મલ પાંડેએ 90ના દાયકામાં પોતાની કરિયરની શરૂઆત કરી હતી. ‘બેન્ડિટ ક્વીન’ તથા ‘ઈસ રાત કી સુબહ નહીં’ ઉપરાંત તે સલમાન ખાનની ફિલ્મ ‘પ્યાર કિયા તો ડરના ક્યા’, ગોવિંદાની ફિલ્મ ‘હદ કર દી આપને’ તથા ‘શિકારી’ જેવી ફિલ્મમાં કામ કર્યું હતું. 18 ફેબ્રુઆરી, 2010ના રોજ હાર્ટ અટેકને કારણે નિધન થયું હતું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Sudhir Mishra accused of not giving work to late actor Nirmal Pandey, filmmaker clarifies


from Divya Bhaskar https://ift.tt/2BEIPQW
https://ift.tt/31lRaUq

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...