Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/26/new-project_1593165955.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/26/new-project_1593165955.jpg. Show all posts

Friday, June 26, 2020

સોના મહાપાત્રાએ સોનુ નિગમ પર આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું, તેણે MeToo મૂવમેન્ટમાં અનુ મલિકનો બચાવ કર્યો હવે પુરાવા છુપાવી રહ્યો છે

સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ એક બાજુ બોલિવૂડ માફિયા તથા કેમ્પ ચલાવવાના મુદ્દાઓ સામે આવી રહ્યાં છે તો બીજી બાજુ સોનુ નિગમે પણ મ્યૂઝિક માફિયા વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે. સોનુએ ટી સીરિઝના ભૂષણ કુમાર પર અનેક આક્ષેપો કર્યાં હતાં. ત્યારબાદ બંને બાજુથી નિવેદનો થઈ રહ્યાં છે. આ દરમિયાન સોના મહાપાત્રાએ પણ સોનુ પર નિશાન સાધ્યું હતું.

સોનુ નિગમે હાલમાં જ ભૂષણ કુમારને MeToo કેસમાં એક્સપોઝ કરવાની વાત કરીને મોડલ તથા એક્ટ્રેસ મરીના કુંવરના નામનો ઉલ્લેખ કર્યો હતો. સોનુએ કહ્યું હતું કે તેની પાસે જૂના વીડિયો છે. આ વીડિયોમાં ભૂષણ કુમાર પર લાગેલા આક્ષેપો સાચા સાબિત થઈ શકે છે. આ વાત પર સોનાએ સોનુ નિગમ પર સવાલો ઊભા કર્યાં છે.

સોના મહાપાત્રાએ ટ્વીટ કરી
સોનાએ ટ્વીટમાં કહ્યું હતું, ‘શું કોઈને એ વાતથી ફરક પડ્યો કે સોનુ નિગમે જાહેરમાં અનેક આક્ષેપો મૂકવામાં આવનાર રાક્ષસ અનુ મલિકનો બચાવ કર્યો હતો અને હવે તે જાતે જ અન્ય કોઈને દોષિત સાબિત કરતાં વીડિયો પોતાની પાસે હોવાનો દાવો કરે છે. શું આપણે સાચે જ આ ઈન્ડસ્ટ્રીને સારી બનાવવા માગીએ છીએ.’

ઉલ્લેખનીય છે કે અનુ મલિક પર ફીમેલ પ્લેબેક સિંગર્સે MeToo મૂવમેન્ટ હેઠળ શારીરિક શોષણનો આક્ષેપ કર્યો હતો. આ મામલે સોના મહાપાત્રાએ પણ અનુ મલિક વિરુદ્ધ ફરિયાદ કરી હતી. વર્ષ 2018માં સોનુ નિગમે અનુ મલિકનો બચાવ કર્યો હતો. સોનુએ તે સમયે કહ્યું હતું કે પુરાવા વગર આરોપો મૂકવા તદ્દન ખોટી વાત છે. જો વાત સાબિત કરવી હોય તો પહેલાં પુરાવા લઈને આવવું જોઈએ.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Sona Mahapatra lashes out at Sonu Nigam, says he defended Anu Malik in MeToo movement is now hiding evidence


from Divya Bhaskar https://ift.tt/3g58X6J
https://ift.tt/2Vl3tNk

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...