Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/27/1593246656_1593250179.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/27/1593246656_1593250179.jpg. Show all posts

Saturday, June 27, 2020

100 દિવસ બાદ એકતા કપૂરની સિરિયલ કસૌટી ઝીંદગી કેનું શૂટિંગ શરૂ થયું, પાર્થ સમથાન સહિત સેટ પર માત્ર 25 લોકો

લોકડાઉન બાદ ફિલ્મ અને ટીવી સિરિયલના શૂટિંગ બંધ થઇ ગયા હતા. હવે બધા સંગઠનની સહમતી પછી ફરીવાર શૂટિંગ શરૂ થયા છે. શનિવારે સવારે એકતા કપૂરના પોપ્યુલર શો કસૌટી ઝીંદગી કેનું શૂટિંગ શરૂ થયું જેમાં શોના લીડ સ્ટાર પાર્થ સમથાને તેના સ્લોટનું શૂટિંગ કર્યું છે. શોનું શૂટિંગ 19 માર્ચથી બંધ થઇ ગયું હતું.

ભાસ્કર સાથે વાતચીત દરમ્યાન સેટ પર હાજર રહેલ સૂત્રોએ જણાવ્યું કે, પ્રોડક્શન ટીમે સવારે 7 વાગ્યાની શિફ્ટ રાખી અને પાર્થ જે મોટેભાગે લેટ આવે છે તે આજે શૂટિંગના પહેલા દિવસે સમયસર આવી ગયા હતા. સ્વાભાવિક છે કે આટલા સમય પછી શૂટ શરૂ થયું એટલે તે અને ટીમ ઉત્સાહમાં હતી. એક્ટર્સ સિવાય આખી ટીમે માસ્ક અને PPE કિટ પહેરીને કામ કરવાનું શરૂ કર્યું.

25 લોકોએ શૂટિંગ કર્યું
હાલ તો માત્ર 25 લોકો જ સેટ પર હાજર છે. એકતાએ તેની ટીમને મહારાષ્ટ્ર સરકાર તરફથી મળેલ ગાઇડલાઇનને યોગ્ય રીતે ફોલો કરવાના આદેશ આપ્યા છે જેથી આગળ જઈને કોઈ નુકસાન ભોગવવું ન પડે.

આવતા અઠવાડિયે શોના નવા મિસ્ટર બજાજ શૂટિંગ કરશે
શોમાં મિસ્ટર બજાજનો રોલ પ્લે કરનાર કરણ સિંહ ગ્રોવરે શોને છોડી દીધો છે. કરણની જગ્યાએ હવે આ રોલ કરણ પટેલ પ્લે કરશે અને તે આવતા અઠવાડિયે શૂટિંગ શરૂ કરશે.

આ સિરિયલ સિવાય એકતા કપૂરની નાગિન 4 સિરિયલનું પણ શૂટિંગ શરૂ થઇ ગયું છે. સેટ પર 33% ક્રૂ મેમ્બર્સ સાથે ગાઇડલાઇનને પ્રોપર ફોલો કરવામાં આવી રહી છે. નાગિન 4ની એક્ટ્રેસ નિયા શર્માએ સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ શેર કરી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Shooting of Ekta Kapoor's show 'Kasautii Zindagii kay' started after 100 days, only 25 people were present on the set including Partha Samathan


from Divya Bhaskar https://ift.tt/3ihtTJE
https://ift.tt/3ez73e9

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...