Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/27/mdbje_1593264603.png. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/27/mdbje_1593264603.png. Show all posts

Saturday, June 27, 2020

સ્વરા ભાસ્કરની વેબ સીરિઝ 'રસભરી' જોઈને સેન્સર બોર્ડના ચેરપર્સન પ્રસૂન જોશી ભડકી ઉઠ્યા, અભિનેત્રીએ ખુલાસો કર્યો

સ્વરા ભાસ્કરની વેબ સિરીઝ ‘રસભરી’ 25 જૂનથી એમેઝોન પ્રાઈમ પર સ્ટ્રીમ થઈ રહી છે. આ સિરીઝમાં સ્વરા ભાસ્કર એક હોટ ઈંગ્લિશ ટીચરની ભૂમિકા નિભાવી રહી છે. સિરીઝ રિલીઝ થતાની સાથે જ સ્વરા ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહી છે. આ સિરીઝનો એક આપત્તિજનક સીન જોઈને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનના ચેરમેન પ્રસૂન જોશીએ પણ ભારે નિંદા કરી છે.

શુક્રવારે પ્રસૂન જોશીએ સીરિઝના એક સીન પર આપત્તિ વ્યક્ત કરતાં ટ્વીટ કરી હતી. તેમણે લખ્યું, 'દુઃખ થયું. વેબ સિરીઝ રસભરીમાં અસંવેદનશીલતાથી એક નાની છોકરીને પુરુષોની સામે ઉત્તેજક ડાન્સ કરતા એક વસ્તુની જેમ બતાવવી નિંદનીય છે. આજે સર્જકો અને દર્શકો વિચારો વાત મનોરંજનની નથી અહીં છોકરીઓ પ્રત્યેના દૃષ્ટિકોણનો પ્રશ્ન છે. આ અભિવ્યક્તિની સ્વતંત્રતા છે અથવા શોષણની મનમાની'.

સ્વરા ભાસ્કરે પ્રસૂન જોશીને જવાબ આપતા લખ્યું છે, 'આદરણીય સર, કદાચ તમે સીનને ખોટો સમજી રહ્યા છો. સીનનું જે વર્ણન છે તેનાથી વિરુદ્ધ છે. બાળકી પોતાની ઈચ્છાથી ડાન્સ કરી રહી છે, પિતાને તે જોઈને શરમ આવે છે. ડાન્સ ઉત્તેજક નથી, બાળકી માત્ર ડાન્સ કરી રહી છે, તે જાણતી નથી કે સમાજ તેને પણ સેક્સુઅલાઈઝ કરશે. સીન આ બતાવે છે'.

કેટલાક લોકોએ સિરીઝની ટીકા કરતા તેના બહિષ્કાર કરવાની માંગ કરી છે. સ્વરા સતત પોતાના ટ્વિટર અકાઉન્ટ પરથી આ પ્રકારની પ્રતિક્રિયાઓનો જવાબ આપી રહી છે. રસભરી સિરીઝને IMDbએ 10માંથી માત્ર 2.9 રેટિંગ આપ્યા છે, જેના કારણે આ સીરિઝ પર ઘણા મીમ બનાવવામાં આવી રહ્યા છે. કેટલાક લોકોએ રસભરીને સી ગ્રેડ સીરિઝ ગણાવી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Censor board chairperson Prasoon Joshi is outraged after watching Swara Bhaskar's web series 'Rasbhari', actress reveals


from Divya Bhaskar https://ift.tt/2VpzSlJ
https://ift.tt/2ZcemC0

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...