Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/27/sushant-mika1593243133_1593247587.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/27/sushant-mika1593243133_1593247587.jpg. Show all posts

Saturday, June 27, 2020

સિંગરે કહ્યું કે, એકતાએ સુશાંતને બ્રેક આપ્યો હતો, તેને ટાર્ગેટ કઈ રીતે કરી શકાય?

સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં બીજા ફિલ્મમેકર્સ સાથે એકતા કપૂરને પણ સતત ટાર્ગેટ કરવામાં આવી રહી છે. બિહારના એડવોકેટ સુધીર કુમાર ઓઝાએ એકતા કપૂર, કરણ જોહર, સંજય લીલા ભણસાલી, સાજીદ નડિયાદવાલા અને સલમાન ખાન સહિત 8 લોકો વિરુદ્ધ સુશાંતને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો કેસ ફાઈલ કર્યો છે. હવે આ બાબતે સિંગર મીકા સિંહ એકતાના સમર્થનમાં આવ્યો છે.

એકતાએ સુશાંતને બ્રેક આપ્યો હતો: મીકા
મીકાના કહેવા અનુસાર તે આ વાતથી નારાજ છે કે સુશાંતના કેસમાં એકતાને ટાર્ગેટ કરવામાં આવી રહી છે. જ્યારે તેણે એક્ટરને પ્રાઈમ ટાઈમ શો (પહેલો - કિસ દેશ મેં હૈ મેરા દિલમાં સેકન્ડ લીડ અને પછી પવિત્ર રિશ્તામાં લીડ)થી મોટો બ્રેક આપ્યો હતો. એક ઇન્ટરવ્યૂમાં મીકાએ સવાલ ઉઠાવ્યો કે, જ્યારે એકતાએ આટલો મોટો બ્રેક આપ્યો તો પછી તેને ટાર્ગેટ કઈ રીતે કરી શકાય છે.

તેણે કહ્યું કે, મેં જોયું છે કે બધું ઓડિયન્સ પર નિર્ભર કરે છે. તમે કોઈને સ્ટાર નથી બનાવી શકતા. સુશાંત સિંહ સપોર્ટ વગર ઇન્ડસ્ટ્રીમાં આવ્યો પરંતુ આ ન ભૂલો કે તેને પહેલો બ્રેક એકતા કપૂરે આપ્યો હતો. એકતા કપૂરે એવા લોકોને સપોર્ટ કર્યો છે જેને મુંબઈ આવ્યા બાદ ખબર પણ હોતી નથી કે ક્યાં જવાનું છે. અહીંયા તકલીફ એ છે કે જે સપોર્ટ કરે છે તેને આપણે ભૂલી જઈએ છીએ.

કેસ ફાઈલ થતા એકતાએ દુઃખ જતાવ્યું હતું
એકતાએ પોતાના વિરુદ્ધ કેસ ફાઈલ થયો ત્યારે સોશિયલ મીડિયા પર દુઃખ વ્યક્ત કર્યું હતું. એકતાએ લખ્યું હતું, સુશીને કાસ્ટ ન કરવા માટે કેસ ફાઈલ કરવા બદલ આભાર... જ્યારે ખરેખર મેં જ તેને લોન્ચ કર્યો હતો. હું ઘણી અપસેટ છું કે કઈ રીતે આવી જટિલ વાતો હોઈ શકે છે. મહેરબાની કરીને પરિવાર અને મિત્રોને શાંતિથી શોક મનાવવા દો. સત્ય સામે આવી જશે. ખરેખર આ વિશ્વાસ ન કરી શકાય તેવું છે.

મીકાએ પેજ 3ની હકીકત જાહેર કરી
ઇન્ટરવ્યૂમાં મીકાએ પેજ 3ની હકીકત જણાવતા કહ્યું કે, અહીંયા દરેક વસ્તુ પેડ છે. 10 વર્ષમાં મેં જોયું કે તમે પૈસા આપો, તમે પેજ 3 પર આવી જશો. પેજ 3નો અર્થ એ જ છે કે તમારે તમારી કોઈ વસ્તુ પ્રમોટ કરવાની છે.

તમે અમુક નિશ્ચિત રકમ ચૂકવો, તમારા ગીત, ફિલ્મથી લઈને દરેક વસ્તુ પેજ 3 પર પ્રમોટ થઇ જશે પરંતુ હકીકત એ છે કે પેજ 3 પર આવવાથી કઈ નહીં થાય, જ્યાં સુધી આપણે ઓડિયન્સના દિલમાં જગ્યા નહીં મેળવીએ.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Mika Singh Supports Ekta Kapoor In Sushant Singh Rajput Suicide Case


from Divya Bhaskar https://ift.tt/2VpBH21
https://ift.tt/3g7VlYp

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...