Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/28/aa1593261589_1593321123.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/28/aa1593261589_1593321123.jpg. Show all posts

Sunday, June 28, 2020

અભિષેક બચ્ચને કરિયરના ખરાબ સમયને યાદ કરીને કહ્યું, તે ચાર વર્ષ નર્કની જેમ પસાર થયા

અભિષેક બચ્ચન બ્રીધ: ઈનટુ ધ શેડો વેબ સિરીઝથી તેનું ડિજિટલ ડેબ્યુ કરી રહ્યો છે. હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં તેણે તેના કરિયર વિશેની ઘણી વાતો કરી. રાજીવ મસંદને આપેલ ઇન્ટરવ્યૂમાં તેણે કહ્યું કે, મારી પહેલી ફિલ્મ રેફ્યુજીના પ્રીમિયર પર મને યશ ચોપરાએ એક સલાહ આપી હતી. તેમણે કહ્યું હતું કે, યાદ રાખજે, તારા પિતા તને અહીંયા સુધી લાવ્યા છે પણ જ્યારે તું સિનેમામાં ડગલું માંડે છે ત્યારે બધું પાછળ છૂટી જશે અને તારે જાતે ચાલતા શીખવું પડશે.

ફિલ્મોમાં એન્ટ્રી લેવા બાબતે કહ્યું કે, મેં ડેડ મેન વોકિંગ ફિલ્મ જોયા બાદ ફિલ્મોમાં કામ કરવાનું નક્કી કર્યું હતું. મેં પેરેન્ટ્સને ઈચ્છા જણાવી, પહેલા તમારે એ ખચકાટમાંથી બહાર નીકળવાનું હોય છે કે તમારે ફિલ્મોમાં કામ કરવું છે, એ પણ ત્યારે જ્યારે આ ફેમિલી બિઝનેસ હોય. તમે પ્રેક્ટિકલ નથી થઇ શકતા. આ એક ઈમોશનલ નિર્ણય હોય છે. આ કરો યા મારો જેવું હોય છે.

ચાર વર્ષ ખરાબ પસાર થયા
અભિષેકે ઇન્ટરવ્યૂમાં એ સમયની પણ વાત કરી જ્યારે ચાર વર્ષ સુધી તેની ફિલ્મ્સ ચાલી નહીં. અભિષેકે કહ્યું, એ સમય નર્ક સમાન હતો. બધાની એક જર્ની હોય છે. આપણે કોઈની જર્નીને જજ ન કરવી જોઈએ. મેં ક્યારેય પાછળ ફરીને અમુક વાતનો અફસોસ કર્યો નથી કારણકે તે સમયે કંઈક અલગ હતું જે પણ હતું સારું હતું. ખરેખર તે સમયનો સામનો કરવો ઘણો મુશ્કેલ હતો પણ તેની સાથે જ હું બધી ફિલ્મ્સ સાથે જોડાઈને પણ ખુશ હતો કારણકે આ કરોડો લોકોનું સપનું હોય છે તો ફરિયાદ કેમ કરવી? ઓછામાં ઓછું મને ફિલ્મમાં કામ કરવા તો મળ્યું, ઘણા લોકોને તો એક ફિલ્મ પણ નસીબ નથી થતી. અભિષેકની આગામી ફિલ્મ ધ બિગ બુલ, બોબ બિસ્વાસ અને લુડો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Abhishek Bachchan reflects on past failures, says it felt like ‘hell’


from Divya Bhaskar https://ift.tt/2Z9kESM
https://ift.tt/2VttIkG

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...