સુશાંત પોતાની સ્વર્ગીય માતાને ઘણો જ પ્રેમ કરતો હતો. આ જ કારણથી તેને પોતાના નામ પ્રત્યે ઘણો જ પ્રેમ હતો. સુશાંતે એકવાર કહ્યું હતું કે તેના નામમાં જ માતાનું નામ છુપાયેલું છે. આ વાતનો ખુલાસો સોશિયલ મીડિયામાં સુશાંતે એક ચાહકને જવાબ આપતા કર્યો હતો. હાલમાં આ સ્ક્રીનશોટ ઘણો જ વાઈરલ થયો છે.
સ્ક્રીનશોટ પ્રમાણે, તે ચાહકે સુશાંતને તેના નામનો અર્થ પૂછ્યો હતો, જેના જવાબમાં એક્ટરે કહ્યું હતું, ‘આનો અર્થ કંઈ પણ નથી એવો પણ થાય છે અને બહુ છે એવો પણ થાય છે. જોકે, સૌથી સારી વાત એ છે કે મારા નામના મધ્ય ભાગમાં એટલે કે હૃદયમાં મારી માતાનું નામ ઉષા (s‘USHA’nt) પણ આવે છે. કેટલી અદ્દભૂત વાત છે ને.’
અંતિમ ઈન્સ્ટા પોસ્ટમાં માતાને યાદ કરી હતી
સુશાંતે 14 જૂનના રોજ પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. અવસાનના 11 દિવસ પહેલાં એટલે કે 3 જૂનના રોજ સુશાંતે ઈન્સ્ટાગ્રામ પર અંતિમ પોસ્ટ શૅર કરી હતી. આ પોસ્ટમાં સુશાંતે માતા તથા પોતાની તસવીર શૅર કરી હતી.
View this post on InstagramA post shared by Sushant Singh Rajput (@sushantsinghrajput) on Jun 3, 2020 at 5:43am PDT
માતાના અવસાનને સૌથી દુઃખદ ક્ષણ કહી હતી
સુશાંતની માતાનું અવસાન વર્ષ 2002માં થયું હતું. જાન્યુઆરી, 2016માં આપેલા એક ઈન્ટરવ્યૂમાં સુશાંતે આ પળને પોતાના જીવનની સૌથી દુઃખી ક્ષણ કહી હતી. તેણે કહ્યું હતું, ‘તે એક ભયાનક અહેસાસ હતો અને ડરામણી પળ હતી. પરિવારના કોઈ પણ સભ્યના મૃત્યુનો આ પહેલીવારનો સામનો હતો. જ્યારે આ રીતની વસ્તુઓ થાય છે ત્યારે તમને દરેક વસ્તુઓ ક્ષણિક હોવાની જાણ થાય છે. આ ઘટનાએ મારી અંદર ઘણું બધું બદલી નાખ્યું હતું. માતાના અવસાન બાદથી હું બદલાઈ ગયો અને હવે હું પહેલાં જેવો રહ્યો નથી.’
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3863LwD
https://ift.tt/3i8gCD5