પ્રોડ્યૂસર સંદીપ સિંહે હાલમાં જ પોતાના સ્વર્ગીય મિત્ર સુશાંત સિંહ રાજપૂત તથા તેની પૂર્વ પ્રેમિકા અંકિતા લોખંડે સાથે જોડાયેલી કેટલીક વાતો ઈન્ટરવ્યૂમાં શૅર કરી હતી. સંદીપે કહ્યું હતું કે રિલેશનશિપ દરમિયાન અંકિતા સંપૂર્ણ રીતે સુશાંતને સમર્પિત હતી અને તેના જીવનમાં તેની સ્વર્ગીય માતાની જગ્યા લઈ ચૂકી હતી. સંદીપે કહ્યું હતું કે તેને સુશાંત તથા રિયાના લગ્નની કોઈ વાત ધ્યાનમાં નથી.
સંદીપે સ્પોટબોયને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, ‘અંકિતા માત્ર તેની ગર્લફ્રેન્ડ નહોતી પરંતુ તે તેના જીવનમાં માતાનું સ્થાન લઈ ચૂકી હતી. ઈન્ડસ્ટ્રીમાં 20 વર્ષની મારી યાત્રા દરમિયાન મેં ક્યારેય આવી યુવતી જોઈ નથી. તે તેનું બહુ જ ધ્યાન રાખતી હતી. માત્ર તે જ તેને બચાવી શકે તેમ હતી.’
View this post on InstagramA post shared by Sandip Ssingh (@officialsandipssingh) on Jun 14, 2020 at 5:16am PDT
દરેક વસ્તુ સુશાંતની પસંદની કરતી હતી
‘તેને સુશાંત માટે દરેક બાબતો યોગ્ય રીતે કરવાની આદત હતી. તે સુશાંતની પસંદ પ્રમાણે તૈયાર થતી હતી. ભોજન પણ સુશાંતની પસંદગીનું જ બનાવતી. ઘરનું ઈન્ટિરિયર પણ તેના હિસાબે જ કરતી હતી. હું પ્રાર્થના કરું છું કે દરેકને અંકિતા જેવી યુવતી મળે.’
સુશાંત માટે કરિયર છોડવા તૈયાર હતી
‘તે ઘણી જ ભાવુક છે અને સુશાંત માટે પોતાની કરિયર છોડવા તયાર હતી. તે પણ ટીવીનું મોટું નામ હતી અને તેને પણ ફિલ્મની ઓફર થતી હતી. બ્રેકઅપ બાદ પણ જ્યારે સુશાંતની ફિલ્મ રિલીઝ થાય ત્યારે તે પ્રાર્થના કરતી કે ફિલ્મ સફળ થાય અને તે ખુશ રહે.’
મને સૌથી વધારે અંકિતાની ચિંતા હતી
‘જે દિવસે સુશાંતે દુર્ભાગ્યપૂર્ણ પગલું ભર્યું ત્યારે મેં અંકિતાને જોઈ તો મને તેની સૌથી વધારે ચિંતા થઈ હતી. તે દિવસે સુશાંતના ઘરથી એમ્બ્યૂલન્સ તથા પછી હોસ્પિટલ ગયા ત્યાં સુધી હું અંકિતાને સતત ફોન કરતો હતો પરંતુ તેણે એકવાર મારો ફોન લીધો નહોતો.’
તેના માટે જે થઈ શકશે તે કરીશ
‘મને ખ્યાલ છે કે તે કેવી પરિસ્થિતિમાંથી પસાર થઈ છે. પોસ્ટમોર્ટમનું કામ પતાવીને હું સીધો તેના ઘરે ગયો હતો. હું તેને 10 વર્ષથી ઓળખું છું. તે દિવસ જે રીતે તે મને ગળે મળી તે રીતે આ પહેલાં ક્યારેય મળી નહોતી. હું મારી ક્ષમતા પ્રમાણે તેના માટે જે થઈ શકશે તે કરીશ.’
View this post on InstagramA post shared by Sandip Ssingh (@officialsandipssingh) on Jun 19, 2020 at 8:44am PDT
રિયા સાથે લગ્ન કરવાનો હોવાની વાત ખ્યાલ નથી
‘મને તો આવા કોઈ લગ્ન માટે આમંત્રણ મળ્યું નથી. આથી મને આ અંગે કંઈ જ ખબર નથી. એક સમયે અંકિતા તથા સુશાંત લગ્ન કરવાના હતાં. મારા માટે સુશાંતના આ જ અંતિમ રિલેશનશિપ હતાં અને હું તેની યાદો જ સાથે રાખવા માગું છું.’
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3g6VxXW
https://ift.tt/2YCiE6y