Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/28/new-project_1593342904.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/28/new-project_1593342904.jpg. Show all posts

Sunday, June 28, 2020

રણવીર સિંહની ‘સિમ્બા’ ફિજી તથા ઓસ્ટ્રેલિયામાં લૉકડાઉન બાદ ફરીવાર રિલીઝ થશે

રણવીર સિંહની ફિલ્મ ‘સિમ્બા’ ફિજી તથા ઓસ્ટ્રેલિયામાં લૉકડાઉન બાદ રિલીઝ થવાની છે. એક્ટરે સોશિયલ મીડિયમાં ફિલ્મના નવા પોસ્ટર સાથે આ અંગેની જાહેરાત કરી હતી.

રણવીરે સોશિયલ મીડિયામાં પોસ્ટર શૅર કર્યાં
એક પોસ્ટરમાં લખ્યું હતું, ‘ફિઝી બ્લોકબસ્ટર રિટર્ન્સ’ તથા અન્ય એક પોસ્ટરમાં ‘ઓસ્ટ્રેલિયા બ્રિંગિંગ ચિઅર્સ બેક’ લખેલું હતું. આ પોસ્ટ શૅર કરીને રણવીરે કહ્યું હતું, ‘આયા પોલીસ, આલા રે આલા સિમ્બા આલા...’ ઓસ્ટ્રેલિયામાં આ ફિલ્મ બીજી જુલાઈએ રિલીઝ થશે.

ઉલ્લેખનીય છે કે ત્રણ મહિના બાદ વિશ્વમાં ધીમે ધીમે જીવન ફરી પાટે ચઢી રહ્યું છે. આ પહેલાં અજય દેવગનની ફિલ્મ ‘ગોલમાલ અગેન’ ન્યૂઝીલેન્ડમાં ફરીવાર રિલીઝ થશે, તેવી જાહેરાત કરવામાં આવી હતી. અક્ષય કુમાર તથા કરીનાની ‘ગુડ ન્યૂઝ’ તથા આયુષ્માનની ‘ડ્રીમ ગર્લ’ UAEમાં બીજીવાર રિલીઝ થશે.

ભારતમાં સરકારે શૂટિંગની પરવાનગી આપી દીધી છે. 19 માર્ચથી ટીવી તથા ફિલ્મના શૂટિંગ બંધ છે. ટીવી સિરિયલના શૂટિંગ ધીમે ધીમે શરૂ થઈ રહ્યાં છે. ફિલ્મની વાત કરવામાં આવે તો જ્હોન અબ્રાહમ ‘મુંબઈ સાગા’નું શૂટિંગ હૈદરાબાદમાં જુલાઈથી શરૂ કરશે. અક્ષય કુમાર જુલાઈમાં લંડન જઈને ફિલ્મ ‘બેલ બોટમ’નું શૂટિંગ શરૂ કરે તેવી શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2018માં રિલીઝ થયેલી ‘સિમ્બા’ તેલુગુ ફિલ્મ ‘ટેમ્પર’ની રિમેક છે. આ ફિલ્મમાં રણવીર સિંહ ભ્રષ્ટ પોલીસ અધિકારીના રોલમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં રણવીરની સાથે સારા અલી ખાન હતી. ફિલ્મે વર્લ્ડવાઈડ 350 કરોડથી વધુની કમાણી કરી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Ranveer Singh's 'Simmba' to be released again after lockdown in Fiji and Australia


from Divya Bhaskar https://ift.tt/2NzCFUX
https://ift.tt/31pKdSo

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...