Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/28/srk11593335877_1593350800.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/28/srk11593335877_1593350800.jpg. Show all posts

Sunday, June 28, 2020

શાહરુખ ખાને તેની જર્નીને લઈને કહ્યું- મારું પેશન આગળના ઘણા વર્ષો સુધી આવું જ રહેશે

શાહરુખ ખાને બોલિવૂડમાં 28 વર્ષ પૂરા કરી લીધા છે. લાંબા સમયથી મોટા પડદાથી દૂર શાહરુખે ઇન્ડસ્ટ્રીમાં 28 વર્ષ પૂરા કર્યાની ખુશીમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. તેણે કેપ્શનમાં લખ્યું કે, ખબર નહીં ક્યારે મારું પેશન એક લક્ષ્ય બન્યું અને પછી મારું પ્રોફેશન બની ગયું. આટલા વર્ષોથી તમે મને તમારું મનોરંજન કરવા દીધું તે માટે આભાર. શાહરુખે 1992માં આવેલ ફિલ્મ દીવાનાથી ડેબ્યુ કર્યું હતું. ફિલ્મમાં તેની સાથે રિશી કપૂર અને દિવ્યા ભારતી હતા.

આગળ હજુ ઘણા વર્ષો છે
શાહરુખે આગળ લખ્યું કે, મારા પ્રોફેશનલિઝ્મ કરતાં મારું પેશન આગળના ઘણા વર્ષો તમારી સેવા કરતું દેખાશે. 28 વર્ષથી વધુ આગળ અને આ મોમેન્ટને કેપ્ચર કરવા માટે ગૌરી ખાનનો આભાર. એક દિવસ પહેલાં જ શાહરુખે તેના ઘર મન્નતમાં બાલ્કનીમાં શૂટિંગ કર્યું હતું.

એકપણ નેશનલ અવોર્ડ નથી મળ્યો
54 વર્ષીય શાહરુખ અત્યારસુધી 80થી વધુ ફિલ્મ્સમાં કામ કરી ચુક્યો છે. ફિલ્મોમાં આવ્યા પહેલાં તેણે 80ના દશકના અંતમાં ટીવી શો પણ કર્યા હતા. તેમાં ફૌજી, દિલ દરિયા, સર્કસ, ઉમ્મીદ વગેરે જેવા શો ખાસ હતા. 2005માં શાહરુખને પદ્મશ્રી અવોર્ડ મળ્યો હતો. શાહરુખને અત્યાર સુધી કોઈપણ નેશનલ અવોર્ડ મળ્યો નથી.

કિંગ ખાનની પહેલી ફિલ્મની ખાસ વાતો
શાહરુખ ખાને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેણે આજ સુધી તેની ડેબ્યુ ફિલ્મ દીવાના નથી જોઈ કારણકે તે તેની પહેલી અને છેલ્લી ફિલ્મ જોવા નથી ઈચ્છતો. ફિલ્મનું ટાઇટલ સોન્ગ એસી દીવાનગી રિશી કપૂરને ઘણું ગમતું હતું માટે તેઓ આ સોન્ગમાં પોતે પરફોર્મ કરવા ઇચ્છતા હતા પણ જ્યારે તેમને કહેવામાં આવ્યું કે આ સોન્ગ શાહરુખના રોલને ફિટ બેસે છે ત્યારબાદ તેઓ માન્યા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Shah Rukh Khan celebrates 28 years in Bollywood


from Divya Bhaskar https://ift.tt/3eII87X
https://ift.tt/3g7qg7e

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...