Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/29/dph1593350788_1593409429.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/29/dph1593350788_1593409429.jpg. Show all posts

Monday, June 29, 2020

વરુણ ધવનના હોસ્ટિંગમાં આલિયા-અભિષેક, અક્ષય-અજય પોતાની ફિલ્મ રિલીઝ ડેટની જાહેરાત કરશે

સોમવાર, 29 જૂનના રોજ વરુણ ધવનની મેજબાનીમાં આલિયા ભટ્ટ, અભિષેક બચ્ચન, અક્ષય કુમાર તથા અજય દેવગન ઝૂમ કૉલ પર પોતાની અપકમિંગ ફિલ્મ રિલીઝની જાહેરાત કરશે. આ તમામ સ્ટાર્સની ફિલ્મ આગામી મહિનાઓમાં ડિઝની પ્લસ હોટસ્ટાર પ્લેટફોર્મ પર રિલીઝ થશે. આલિયા ભટ્ટની ‘સડક 2’, અભિષેક બચ્ચનની ‘ધ બિગ બુલ’, અક્ષય કુમારની ‘લક્ષ્મી બોમ્બ’ તથા અજય દેવગનની ‘ભુજ’ સામેલ છે. ભારતીય સિનેમાના ઈતિહાસમાં પહેલી જ વાર એક સાથે આટલા મોટા સ્ટાર્સની ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે. ડિઝ્ની પ્લસ હોટસ્ટાર પોતાના પ્લેટફોર્મ પર બોલિવૂડની હોમ ડિલિવરી કેમ્પેન હેઠળ આ ફિલ્મ રિલીઝ કરશે. આ કેમ્પેન હેઠળ આઠથી નવ ફિલ્મ લેવામાં આવી છે.

ઓગસ્ટ તથા સપ્ટેમ્બર બાદ થિયેટર બીજીવાર ખુલે તે પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ભવિષ્યમાં અન્ય ફિલ્મની જાહેરાત કરવામાં આવશે. અભિષેક બચ્ચન, અજય દેવગન, અક્ષય કુમાર, આલિયા ભટ્ટ ડિજિટલ પ્લેટફોર્મના ભવિષ્યની ચર્ચા કરશે. સૂત્રોના મતે, વરુણ ધવન આ પ્રોગ્રામને હોસ્ટ કરશે. તેની ફિલ્મ ‘કુલી નંબર 1’ને હજી સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. ઓગસ્ટમાં કઈ ફિલ્મની સાથે આ કેમ્પેનની શરૂઆત કરવામાં આવશે, તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

ડિઝ્ની પ્લસ હોટસ્ટારની અંદર સ્ટાર પ્લસ, સ્ટાર ગોલ્ડ જેવી કંપની આવે છે. આ તમામ સાથે અજય દેવગન, અક્ષય કુમારના જૂના સંબંધો છે. અજય તથા સલમાનની સાથે સ્ટારે થોડાં વર્ષ પહેલાં 400 કરોડની ડીલ કરી હતી. અજયને જ્યારે કંપનીએ ‘ભુજ’માટે ડિજિટલ રિલીઝનું પૂછ્યું ત્યારે તે ના પાડી શક્યો નહીં. અક્ષય કુમારની ફિલ્મ ‘હાઉસફુલ’આ કંપની હેઠળ જ બને છે. અભિષેક બચ્ચનની ‘ધ બિગ બુલ’ અજયના હોમ પ્રોડક્શનની ફિલ્મ છે.

‘સડક 2’ઓગસ્ટના અંતમાં રિલીઝ થઈ શકે છે
આલિયા ભટ્ટની ફિલ્મ ‘સડક 2’નું શૂટિંગ થોડું બાકી છે અને પોસ્ટ પ્રોડક્શનનું કામ બાકી છે. આથી ઓગસ્ટના છેલ્લાં શુક્રવારે આ ફિલ્મ રિલીઝ થાય તેવી શક્યતા છે. આલિયાનું આ પ્રકારનું એસોસિયેશન પહેલી જ વાર કંપનીની સાથે છે.

ડિજિટલ રિલીઝને કારણે થિયેટરને ભય નહીં
બિગ સ્ટાર્સની ફિલ્મ ડિજિટલ પર જવા છતાંય ડિસ્ટ્રીબ્યૂટર તથા એક્ઝીબિટર્સે હજી સુધી વિરોધ કર્યો નથી. અક્ષય રાઠીએ કહ્યું હતું કે ફિલ્મ ક્યા રિલીઝ કરવી તેનો અંતિમ નિર્ણય પ્રોડ્યૂસર કરે છે. તેઓ ફિલ્મ બનાવે છે. પ્રોડ્યૂસર્સ તથા એક્ઝીબિટર્સ વચ્ચે છેલ્લાં 100 વર્ષથી સંબંધ છે. આ સંબંધ ક્યારેય તૂટશે નહીં. સારી વાત છે કે સિનેમા તો રહેવાનું જ છે. થિયેટરમાં નવા વિષયોની ક્યારેય ઉણપ આવશે નહીં.

છ મહિનામાં ફિલ્મ તૈયાર થાય છે
ટેક્નોલૉજી એટલી એડવાન્સ છે કે હવે માત્ર છ મહિનામાં બિગ બજેટની ફિલ્મ તૈયાર થઈ જાય છે. સંજય લીલા ભણસાલીથી લઈને રોહિત શેટ્ટી જેવા ડિરેક્ટર્સ આમ કરે છે. અક્ષય કુમાર વર્ષની ચાર ફિલ્મ કરે છે. આગામી છ-આઠ મહિનામાં થિયેટર માટે ભરપૂર કન્ટેટ રહેશે. જેવું થિયેટર ખુલશે એટલે ફિલ્મ રિલીઝ થવા લાગશે. શરૂઆતમાં જૂની ફિલ્મ રિલીઝ થશે, જેવી રીતે ઓસ્ટ્રેલિયા, ફિજી, ન્યૂઝીલેન્ડમાં ‘સિમ્બા’તથા ‘ગોલમાલ અગેન’રિલીઝ થવાની છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Alia Bhatt, Abhishek Bachchan, Akshay Kumar and Ajay Devgn will announce their film release dates on hot star


from Divya Bhaskar https://ift.tt/2NEkwW9
https://ift.tt/387fNG2

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...