Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/29/new-project-1_1593428161.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/29/new-project-1_1593428161.jpg. Show all posts

Monday, June 29, 2020

કામ્યા પંજાબીએ કહ્યું, ‘કરણ પટેલ સાથેના બ્રેકઅપ બાદ અઢી વર્ષ ડિપ્રેશનમાં રહી, ખાવા-પીવાનું ભાન નહોતું’

ટીવી એક્ટ્રેસ કામ્યા પંજાબીના સંબંધો એક સમયે ટીવી એક્ટર કરણ પટેલ સાથે હતાં. વર્ષ 2015માં બંને વચ્ચે બ્રેકઅપ થયું હતું. હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં કામ્યાએ કહ્યું હતું કે આ બ્રેકઅપમાંથી બહાર આવતા તેને અઢી વર્ષ થયા હતાં.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં કામ્યાએ કહ્યું હતું, ‘સાચું કહું તો કરણ સાથેના સંબંધો તૂટ્યાં બાદ મને સામાન્ય જીવનમાં પરત આવતા અઢી વર્ષ થયા હતાં. રિલેશનશિપમાં હતી ત્યારે જીવનને પ્રેમ કરવા લાગી હતી. સમય પર જમી લેતી, સૂઈ જતી, મિત્રો સાથે વાતો કરતી, કામ પર જતી અને પરત આવતી હતી. જોકે, બ્રેકઅપ બાદ હું યોગ્ય રીતે જમી કે સૂઈ શકતી નહોતી. કામ કરવાની ઈચ્છા પણ થતી નહોતી. હું ડિપ્રેશનમાં હતી. હું કાઉન્સલિંગની મદદ લેતી હતી. હવે હું ફરીવાર જીવન ખુલીને જીવી રહી છું. હું હવે કોઈ પણ વસ્તુઓને લઈ સમાધાન કરતી નથી. મને લાગે છે કે હું તે જેલમાંથી બહાર આવી ગઈ છું અને બીજીવાર હું તેમાં જવા ઈચ્છતી નથી.’

કામ્યાએ બીજા લગ્ન કર્યાં
કામ્યા બ્રેકઅપનું દુઃખ ભૂલાવીને જીવનમાં આગળ વધી ગઈ છે. કામ્યાએ આ વર્ષે ફેબ્રુઆરીમાં દિલ્હીના બિઝનેસમેન શલભ ડાંગ સાથે લગ્ન કર્યાં હતાં. 40 વર્ષીય કામ્યાના આ બીજા લગ્ન છે. આ પહેલાં તેણે બિઝનેસમેન બંટી નેગી સાથે લગ્ન કર્યાં હતાં. લગ્નના 10 વર્ષ પછી કામ્યાએ ડિવોર્સ લીધા હતાં. કામ્યાને દીકરી આરા છે. કામ્યાએ બીજીવાર લગ્ન કર્યાં ત્યારે કરણ પટેલે એક્ટ્રેસને લગ્નની શુભેચ્છા પાઠવી હતી અને કહ્યું હતું કે દરેકને ખુશ રહેવાનો હક છે.

કરણ પટેલે પણ લગ્ન કરી લીધા હતાં
કામ્યા સાથેના સંબંધો તૂટ્યા બાદ કરણ પટેલે ટીવી એક્ટ્રેસ અંકિતા ભાર્ગવ સાથે 3 મે, 2015ના રોજ મુંબઈમાં લગ્ન કર્યાં હતાં. ગયા વર્ષે અંકિતાએ દીકરી મેહરને જન્મ આપ્યો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Kamya Punjabi said, "After the breakup with Karan Patel, I was depressed for two and a half years, I didn't feel like eating or drinking."


from Divya Bhaskar https://ift.tt/31vtGfN
https://ift.tt/2NAalSC

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...