Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/29/new-project_1593423994.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/06/29/new-project_1593423994.jpg. Show all posts

Monday, June 29, 2020

લૉકડાઉનની વચ્ચે કરણ પટેલે ફી બેગણી વધારી, ‘કસૌટી જિંદગી કે’ માટે એપિસોડ દીઠ ત્રણ લાખ રૂપિયા મળશે

જાણીતી ટીવી સિરિયલ ‘કસૌટી જિંદગી કે’માં એક્ટર કરણ પટેલ હવે મિસ્ટર બજાજના રોલમાં જોવા મળશે. પહેલાં કરન સિંહ ગ્રોવર આ રોલ પ્લે કરતો હતો. સૂત્રોના મતે, એકતા કપૂરે લૉકડાઉન દરમિયાન ગ્રોવરને ફી ઘટાડવાની વાત કરી હતી પરંતુ એક્ટરને આ વાત માન્ય નહોતી. આ જ કારણોસર કરને શોમાં પરત આવવાની ના પાડી દીધી હતી. આ સાથે જ એવી પણ ચર્ચા છે કે હવે કરન સિંહ ગ્રોવર ફિલ્મ કે વેબસીરિઝમાં વધારે રસ લઈ રહ્યો છે અને તે ટીવી પર પરત ફરવા ઈચ્છતો નથી.

‘યે હૈં મોહબ્બતેં’માં કરણની ફી પ્રતિ એપિસોડ 1.50 લાખ હતી
આ દરમિયાન એવી પણ વાત સાંભળવા મળી છે કે કરણ પટેલે ‘કસૌટી જિંદગી કે’ માટે પોતાની ફી બેગણી કરી દીધી છે. આ પહેલાં તે એકતાના શો ‘યે હૈં મહોબ્બતેં’માં રમન ભલ્લાનો રોલ પ્લે કરતો હતો. સૂત્રોના મતે, આ શોના પ્રતિ એપિસોડ માટે કરણને 1.50 લાખ મળતા હતાં. જોકે, હવે ‘કસૌટી જિંદગી કે’માટે કરણને પ્રતિ એપિસોડ ત્રણ લાખ રૂપિયા આપવામાં આવશે.

30% ફી વધારી અને બાકીના પૈસા ટીમ તથા વેનિટી વેન માટે છે
સૂત્રોના મતે, કરણ પટેલ શોની પ્રોડ્યૂસર એકતા કપૂર તથા ચેનલ સ્ટાર પ્લસના ટોચના અધિકારીઓ સાથે સારા સંબંધ ધરાવે છે. કરણની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને તેની વાત કોઈએ ટાળી નહોતી. આ વખતે જ્યારે કરણે પોતાની ફીની વાત કરી તો શરૂઆતમાં ટીમને નવાઈ લાગી હતી. જોકે, કરણે તેમને સમજાવ્યું હતું કે ત્રણ લાખની અંદર તેની ટીમ તથા વેનિટી વેનના પણ પૈસા આવી ગયા છે. આ રીતે તે માત્ર 30% જ ફી વધારી રહ્યો છે. તેની ટીમમાં સ્પોટબોય, હેર સ્ટાઈલિસ્ટ, મેકઅપ આર્ટિસ્ટ, ડિઝાઈનર તમામ સામેલ છે. સેટ પર તે પોતાની વેનિટી વેન લઈને આવે છે. લૉકડાઉનને ધ્યાનમાં રાખીને એકતા તથા તેની ટીમને કરણની આ પ્રપોઝલ યોગ્ય લાગી અને તેની ફીની માગ સ્વીકારી લેવાઈ હતી.

કરણ પટેલે પૂરતો સહકાર આપવાનું કહ્યું
નવાઈની વાત એ છે કે કરન સિંહ ગ્રોવરને પણ મિસ્ટર બજાજના રોલ માટે અંદાજે ત્રણ લાખ રૂપિયા મળતા હતાં. જોકે, તેને તેનીટીમની ફી અલગથી આપવામાં આવતી હતી. આટલું જ નહીં કરન સિંહ 25 દિવસથી વધુ શૂટ કરતો નહોતો અને સેટ પર 12 કલાકથી વધુ રોકાતો નહોતો. સૂત્રોના મતે, કરણ પટેલે તમામ પ્રકારનો સપોર્ટ આપવાનું આશ્વાસન આપ્યું છે.

લીડ એક્ટર્સની ફી લાખોમાં છે
‘કસૌટી જિંદગી કે’ના લીડ એક્ટર્સ પાર્થ સમથાનને એક દિવસના એક લાખ રૂપિયા તથા એરિકા ફર્નાન્ડિઝને એક દિવસના 1.25 લાખ રૂપિયા મળે છે. પાર્થ સિરિયલમાં અનુરાગ તો એરિકા પ્રેરણાના રોલમાં જોવા મળે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Karan Patel doubles fees amid lockdown, gets Rs 3 lakh per episode in Kasautii Zindagii Kay


from Divya Bhaskar https://ift.tt/2YGV1cZ
https://ift.tt/3g3uJaI

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...