Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/01/new-project-1_1593584434.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/01/new-project-1_1593584434.jpg. Show all posts

Wednesday, July 1, 2020

એક્ટરની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ની એક્ટ્રેસ સંજના સાંઘીની પોલીસે નવ કલાક સુધી પૂછપરછ કરી, MeTooના આક્ષેપોને અફવા ગણાવી

સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ આત્મહત્યા કરી હતી. હાલમાં પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. સુશાંતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ની કો-એક્ટ્રેસ સંજના સાંઘીની મંગળવાર (30 જૂના)ના રોજ બાંદ્રા પોલીસે નવ કલાક સુધી પૂછપરછ કરી હતી. આ પૂછપરછમાં સંજનાએ MeToo આક્ષેપોથી લઈને એક્ટરના ડિપ્રેશન અંગે વાત કરી હતી.

સંજના સાંઘીએ શું કહ્યું?
સંજનાએ પોલીસને કહ્યું હતું કે વર્ષ 2018માં કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરાએ તેનું ઓડિશન લઈને તેને ફિલ્મ ‘દિલ બેચારા’ માટે પંસદ કરી હતી. મુકેશ છાબરા આ ફિલ્મથી ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કરી રહ્યાં છે. તેને પછીથી ખબર પડી હતી કે સુશાંત સિંહ રાજપૂત તેની અપોઝિટ લીડ રોલમાં છે. ફિલ્મના સેટ પર જ તે પહેલી વાર સુશાંતને મળી હતી.

MeTooનો આક્ષેપ ખોટો
સંજનાના નિવેદન પ્રમાણે તેણે સુશાંત પર કોઈ જાતનો MeTooનો આક્ષેપ કર્યો નહોતો. આ પ્રકારની કોઈ ઘટના બની જ નહોતી. વર્ષ 2018માં જ્યારે આ કેમ્પેન શરૂ થયું ત્યારે કોઈએ આ અફવા તેના નામથી ઉડાવી હતી કે શૂટિંગ દરમિયાન સુશાંતે તેને ખોટી રીતે સ્પર્શ કર્યો હતો. તેને આ અફવાની કોઈ માહિતી નહોતી. ત્યારે તે પોતાની માતા સાથે અમેરિકા ગઈ હતી. ફિલ્મના ફર્સ્ટ પાર્ટનું શૂટિંગ થઈ ગયું હતું અને બીજા શિડ્યૂઅલને વાર હતી. તેની પાસે સમય હતો અને તેથી જ તે અમેરિકા જતી રહી હતી.

આ અંગે કોઈ જ આઈડિયો નહોતો
સંજનાએ આગળ કહ્યું હતું કે તેને ખ્યાલ જ નહોતો કે સોશિયલ મીડિયામાં, ન્યૂઝ પેપર તથા ટીવીમાં તેના નામથી આ રીતની વાત ચલાવવામાં આવી છે. બ્લાઈન્ડ આઈટમમાં પણ સુશાંત સિંહ રાજપૂત પર MeTooનો આક્ષેપ મૂકવામાં આવ્યો હતો. જ્યારે તે અમેરિકાથી પરત ફરી ત્યારે તેને આ તમામ માહિતી મળી હતી.

સોશિયલ મીડિયામાં સ્પષ્ટતા આપી
સંજનાએ કહ્યું હતું કે તેણે સોશિયલ મીડિયામાં સ્પષ્ટતા આપી હતી અને કહ્યું હતું કે આ બધી જ વાતો ખોટી છે અને તેની સાથે આવું કંઈ જ થયું નથી. તે સુશાંત તથા મુકેશ છાબરા બંનેને મળી હતી. સુશાંત આ ઘટનાથી ઘણો જ ડિપ્રેશનમાં આવી ગયો હતો અને તેણે કહ્યું હતું કે આ કેમ્પેન હેઠળ તેને કેવી રીતે બદનામ કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું અને કેવી રીતે તેને ટ્રોલ કરવામાં આવ્યો હતો.

વધુમાં સંજનાએ કહ્યું હતું કે સુશાંતે તેની સાથે થયેલી વાતચીત સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને માફી માગતા કહ્યું હતું કે તે સમયે સંજનાનો સંપર્ક કરવો શક્ય નહોતો. સુશાંત આ ઘટનાને કારણે ઘણો જ પ્રેશરમાં આવી ગયો હતો કે તેણે તેમની વચ્ચે થયેલી વાતચીત તથા ખોટા આક્ષેપો નકારવા માટે સોશિયલ મીડિયામાં તેમની વચ્ચે થયેલી વાતચીતના સ્નેપશોટ પણ પોસ્ટ કર્યાં હતાં. સંજનાને આ સામે કોઈ જ વાંધો નહોતો, કારણ કે આક્ષેપો પાયાવિહોણા હતાં અને આ માત્ર અફવા હતી. આવામાં સુશાંત પાસે કોઈ વિકલ્પ પણ નહોતો.

સુશાંતને આને લઈ શંકા હતાં
સંજનાએ કહ્યું હતું કે MeToo કેમ્પેનની ઘટના બાદ સુશાંતને શંકા હતી કે કોઈ પૂરા પ્લાનિંગ સાથે આનો અમલ કરી રહ્યો છે પરંતુ તેણે ક્યારેય આ વ્યક્તિનો ઉલ્લેખ કર્યો નહોતો. સુશાંત ક્યારેય અંગત જીવનને લઈ વાત કરતો નહોતો અને તેણે પણ આ અંગે કંઈ જાણવાનો પ્રયાસ કર્યો નહોતો. જોકે, ફિલ્મનું સેકન્ડ શિડ્યૂઅલ શરૂ થયું ત્યારે સુશાંતને રિકવર થવામાં થોડો સમય લાગ્યો હતો. તે અને મુકેશ છાબરા હંમેશાં તેની સાથે જ રહ્યાં હતાં પરંતુ તેને એ વિશે કોઈ માહિતી નહોતી કે સુશાંત પાસે કઈ કઈ ફિલ્મ છે અથવા તો તે ડિપ્રેશનમાં છે.

સંજના સાંઘીના મતે સુશાંત સેટ પર ઘણો જ નોર્મલ તથા પ્રેઝન્સ ઓફ માઈન્ડ રાખનાર વ્યક્તિઓમાંથી એક હતો. તેના અંગત જીવનમાં શું ચાલી રહ્યું છે તે તેણે ક્યારેય કહ્યું નહોતું. જોકે, સેટ પર જ્યારે પણ પરિવારની વાત થાય ત્યારે તે પટના સ્થિત પરિવારના સભ્યો તથા તેમના હાસ્યાપદ કિસ્સાઓ કહેતો હતો. જોકે, સુશાંતે ક્યારેય ડિપ્રેશનને લઈ કોઈ વાત કરી નહોતી. તેમની વચ્ચે હંમેશાં ફિલ્મને લઈ વાતો થતી અને સુશાંત હંમેશાં તેને મોટિવેટ કરતો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Actress Sanjana Sanghi of sushant's last film 'Dil Bechara' was questioned by police for nine hours, MeToo's allegations were rumoured


from Divya Bhaskar https://ift.tt/31z3xN1
https://ift.tt/2Bhe2Kw

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...