Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/02/vaani-k1593615607_1593658952.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/02/vaani-k1593615607_1593658952.jpg. Show all posts

Thursday, July 2, 2020

થ્રિલર ફિલ્મ બેલબોટમમાં અક્ષય કુમાર સાથે વાણી કપૂર લીડ રોલમાં, એક્ટ્રેસે પહેલીવાર સાથે કામ કરવાનો અનુભવ શેર કર્યો

વોર ફિલ્મ બાદ વાણી કપૂર હવે બેલબોટમ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં અક્ષય કુમાર લીડ રોલમાં છે. વાણી અત્યારસુધી યશરાજ બેનરની જ ફિલ્મ કરતી હતી પણ આવું પહેલીવાર છે કે તે આ બેનર સિવાયના બીજા બેનરની ફિલ્મ કરી રહી છે. જેકી ભગનાની અને વાસુ ભગનાનીના પ્રોડક્શન હેઠળની આ ફિલ્મને રંજીત એમ તિવારી ડિરેક્ટ કરી રહ્યા છે. આ ફિલ્મ 80ના દશકમાં સેટ છે. અક્ષય અને વાણીનો એક્સક્લુઝિવ ફોટો પણ ભાસ્કર ટીમને મળ્યો છે.

જેકી ભગનાનીએ વાતની પુષ્ટિ કરતા કહ્યું કે, વાણીના કામમાં એક અસર જોવા મળે છે. મને તેનું પરફોર્મન્સ ગમતું આવ્યું છે. અમને એક આવી જ લીડ એક્ટ્રેસ જોઈતી હતી જે સ્ક્રીન પર અક્ષય સરની પર્સોનાલિટી સાથે મેચ કરે. વાણીનો રોલ પણ ઘણો સ્ટ્રોંગ છે. મને વિશ્વાસ છે કે વાણી રોલને ન્યાય આપશે.

પહેલીવાર અક્ષય-વાણી સાથે કામ કરશે
અક્ષય કુમાર સાથે પહેલીવાર સ્ક્રીન શેર કરવા વાણી કપૂર ઘણી ઉત્સાહિત છે. આ વિશે તેણે જણાવ્યું કે, હું પણ ઘણી રોમાંચિત છું કે મને આવી ફિલ્મની કાસ્ટમાં સામેલ થવા મળ્યું. ફિલ્મને લઈને થયેલ થોડી મુલાકાતોમાં તેમણે મને ઘણા કમ્ફર્ટેબલ કરી દીધા છે. અમે બંને એકબીજાને ઘણી સારી રીતે ઓળખવા લાગ્યા છીએ. આશા છે કે સ્ક્રીન પર પણ અમારી જોડી સારી લાગશે અને લોકોને ઈમ્પ્રેસ કરી શકશે.

થ્રિલર ફિલ્મમાં જાસૂસની સ્ટોરી
ફિલ્મના ડિરેક્ટરે કહ્યું કે, વાણી કપૂર ટીમમાં સામેલ થઇ એટલે અમે બધા ઘણા ઉત્સાહિત છીએ. તેનામાં એક ખાસ અદા છે અને ફિલ્મમાં તેનું કેરેક્ટર ઘણું રસપ્રદ છે. આ ફિલ્મ અસીમ અરોડા અને પરવેઝ શેખે લખી છે. આ એક થ્રિલર હશે જેમાં જાસૂસોની સ્ટોરી દેખાડવામાં આવશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Akshay Kumar and Vani Kapoor to appear in thriller film Belbottom, actress shared experience of working together for the first time


from Divya Bhaskar https://ift.tt/2D1KFw9
https://ift.tt/38jmHIh

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...