Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/03/1_1593759974.gif. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/03/1_1593759974.gif. Show all posts

Friday, July 3, 2020

સરોજ ખાને 13 વર્ષની ઉંમરમાં 41 વર્ષના સોહનલાલ સાથે લગ્ન કર્યાં હતાં, અંગત જીવન ચર્ચાસ્પદ હતું

71 વર્ષની ઉંમરમાં સરોજ ખાનનું બીજી જુલાઈની રાત્રે મુંબઈમાં કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન થયું હતું. સરોજ ખાન બોલિવૂડમાં જાણીતા કોરિયોગ્રાફર હતાં. તેમણે તેમની કરિયરમાં 2000થી વધુ ગીતો કોરિયોગ્રાફ કર્યાં હતાં. સરોજ ખાનનું અંગત જીવન ઘણું જ ચર્ચાસ્પદ રહ્યું હતું. સરોજ ખાને માત્ર 13 વર્ષની ઉંમરમાં 41 વર્ષીય સોહનલાલ સાથે લગ્ન કર્યાં હતાં.

મુંબઈમાં જન્મ
સરોજ ખાનનો જન્મ 22 નવેમ્બર, 1948ના રોજ મુંબઈમાં થયો હતો. નાનપણમાં તેમનું નામ નિર્મલા હતું, તેમના પિતાનું નામ કિશનચંદ સાધુ સિંહ તથા માતાનું નામ નોની સાધુ સિંહ હતું. તેમના જન્મ પહેલાં તેમનો પરિવાર ભારત-પાકિસ્તાન ભાગલા સમયે એટલે કે 1947માં પાકિસ્તાનથી ભારત આવી ગયો હતો.

ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કર્યું હતું
સરોજ ખાને ફિલ્મ ‘તરાના’માં શ્યામાનો રોલ પ્લે કર્યો હતો. આ સમયે તેમની ઉંમર બેથી ત્રણની વચ્ચે હતી. ફિલ્મની કાસ્ટમાં તેમનું નામ નથી પરંતુ ફિલ્મના એક સીનમાં નાનકડી શ્યામા ચંદ્ર પર બેસીને ગીત ગાય છે, આ રોલ સરોજ ખાને પ્લે કર્યો હતો.

13 વર્ષની ઉંમરમાં લગ્ન
સરોજ ખાને માત્ર 13 વર્ષની ઉંમરમાં ડાન્સ ટીચર સોહનલાલ સાથે લગ્ન કર્યાં હતાં. આ સમયે સોહનલાલની ઉંમર 41 વર્ષની હતી અને તેઓ પરિણીત હતાં અને તેમને ચાર સંતાનો હતાં. જોકે, સરોજ ખાને લગ્ન કર્યાં ત્યારે તેમને સોહનલાલ પરિણીત હોવાની વાત જાણમાં નહોતી.

14 વર્ષની ઉંમરમાં પ્રથમ સંતાનને જન્મ આપ્યો
સરોજ ખાને માત્ર 14 વર્ષની ઉંમરમાં દીકરા હામિદ ખાનને જન્મ આપ્યો હતો. હામિદ હાલમાં બોલિવૂડમાં જાણીતા કોરિયોગ્રાફર રાજુ ખાનના નામથી લોકપ્રિય છે. સરોજ ખાને સોહનલાલ પાસેથી કથ્થક, કથકલી, મણિપુરી તથા ભરતનાટ્યમ શીખ્યું હતું. સોહનલાલ બોલિવૂડ ફિલ્મમાં ડાન્સ ડિરેક્ટર હતાં. સરોજ ખાને બે વર્ષ બાદ એટલે કે 16 વર્ષની ઉંમરમાં દીકરીને જન્મ આપ્યો હતો. જોકે, આ દીકરી આઠ મહિનાથી વધુ જીવી શકી નહીં. જોકે, ત્યારબાદ સોહનલાલે સરોજ ખાનથી અલગ થવાનું કહ્યું હતું.

1965માં પતિથી અલગ થયા
સરોજ ખાન 1965માં પતિ સોહનલાલથી અલગ થયા હતાં. સરોજ ખાન પ્રોફેશનલ રીતે પણ સોહનલાલ સાથે કામ કરવાનું બંધ કરી દીધું હતું. સોહનલાલે સરોજ ખાનને બીજીવાર ડાન્સ આસિસ્ટન્ટ બનાવવાની ઓફર કરી હતી પરંતુ સરોજ ખાને ના પાડી દીધી હતી. સરોજ ખાને ના પાડતાં સિને ડાન્સર્સ એસોસિયેશનની સાથે સોહનલાલે સરોજ ખાન પર કેસ કર્યો હતો. અંતે, હારીને સરોજ ખાને સોહનલાલ સાથે કામ કરવાની શરૂઆત કરી હતી. ત્યારબાદ સોહનલાલને હાર્ટ અટેક આવતા સરોજ ખાન ફરી તેમની સાથે રહેવા લાગ્યાં હતાં. આ સમયે સરોજ ખાને દીકરી હિનાને જન્મ આપ્યો હતો. જોકે, આ વર્ષે સોહનલાલ હંમેશના માટે સરોજ ખાન તથા બે બાળકોને તરછોડીને ચેન્નઈ જતાં રહ્યાં હતાં.

બિઝનેસમેન સાથે લગ્ન કર્યાં
થોડાં વર્ષ બાદ સરોજ ખાનની મુલાકાત બિઝનેસમેન સરદાર રોશન ખાન સાથે થઈ હતી. સરદાર રોશન ખાન પરિણીત હતાં અને તેમને બે બાળકો પણ હતાં. જોકે, તેમને સરોજ બહુ જ પસંદ હતી. રોશન ખાને સરોજ સાથે લગ્ન કર્યાં અને તેમના બંને બાળકોને નામ આપ્યું હતું. સરોજ તથા રોશન ખાનને એક દીકરી સુકન્યા છે. હાલમાં સુકન્યા દુબઈમાં ડાન્સ ઈન્સ્ટીટ્યૂટ ચલાવે છે. એક ઈન્ટરવ્યૂમાં સરોજ ખાને કહ્યું હતું કે તે અને રોશન ખાનની પહેલી પત્ની બહેનોની જેમ સાથે રહેતાં હતાં.

કરિયરની શરૂઆત
સરોજ ખાને સ્વતંત્ર કોરિયોગ્રાફર તરીકેની કરિયર 1975માં ગુલઝારની ફિલ્મ ‘મૌસમ’થી કરી હતી. 1983માં સુભાષ ઘાઈની ફિલ્મ ‘હીરો’થી પહેલો બ્રેક મળ્યો હતો. ત્યારબાદ 1986માં શ્રીદેવીની ફિલ્મ ‘નગીના’માં એક્ટ્રેસના નાગીન ડાન્સથી અલગ ઓળખ મળી હતી. ત્યારબાદ ‘મિસ્ટર ઈન્ડિયા’માં પણ શ્રીદેવીને કોરિયોગ્રાફ કરી હતી. પછી માધુરી દીક્ષિત સાથે ‘તેઝાબ’માં કામ કર્યું હતું. ત્યારબાદ માધુરી દીક્ષિતની સાથે ફિલ્મ ‘ખલનાયક’માં ‘ચોલી કે પીછે ક્યા’માં કોરિયોગ્રાફી કરી હતી. ફિલ્મ ‘બેટા’નું ‘ધક ધક કરને લગા..’, ‘થાનેદાર’નું ‘તમ્મા તમ્મા લોગે..’ જેવા બેસ્ટ સોંગ્સ સરોજ ખાને પોતાની કરિયરમાં આપ્યા હતાં. સરોજ ખાને બોલિવૂડમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું હતું. તેમણે 200થી વધુ ફિલ્મમાં 2000થી વધુ સોંગ્સ કોરિયોગ્રાફ કર્યાં હતાં.

સ્ક્રીનરાઈટર તરીકે પણ કામ કર્યું
સરોજ ખાને ‘ખિલાડી’, ‘હમ હૈં બેમિસાલ’, ‘વીરુ દાદા’, ‘છોટે સરકાર’, ‘દિલ તેરા દિવાના’, ‘હોતે હોતે પ્યાર હો ગયા’, ‘બેનામ’ તથા ‘ખંજર’ જેવી ફિલ્મમાં સ્ક્રીનરાઈટર તરીકે કામ કર્યું હતું.

રિયાલિટી શોમાં પણ કામ કર્યું હતું
સરોજ ખાન રિયાલિટી શો ‘નચ બલિયે’માં જજ પેનલમાં જોવા મળ્યાં હતાં. આ ઉપરાંત તેઓ ‘ઉસ્તાદો કા ઉસ્તાદ’, ‘બૂગી વૂગી’, ‘ઝલક દિખલાજા’માં જોવા મળ્યાં હતાં. સરોજ ખાને પોતાનો શો ‘નચલે વિથ સરોજ ખાન’ને હોસ્ટ પણ કર્યો હતો.

આ ત્રણ ફિલ્મ માટે નેશનલ અવોર્ડ્સ મળ્યો હતો
સરોજ ખાને તેમની કરિયરમાં ત્રણ નેશનલ અવોર્ડ જીત્યા હતાં.

  • વર્ષ 2003માં હિંદી ફિલ્મ ‘દેવદાસ’ના ગીત ‘ડોલા રે ડોલા..’
  • વર્ષ 2006માં તમિળ ફિલ્મ ‘શ્રીનગરમ’ના બધા જ ગીતો માટે
  • વર્ષ 2008માં હિંદી ફિલ્મ ‘જબ વી મેટ’ના ગીત ‘યે ઈશ્ક હૈં જન્નત દિખા...’


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Saroj Khan was married to 41-year-old Sohanlal at the age of 13, personal life was controversial


from Divya Bhaskar https://ift.tt/2BXUWca
https://ift.tt/2VFpAho

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...