Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/03/untitled-2_1593770457.gif. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/03/untitled-2_1593770457.gif. Show all posts

Friday, July 3, 2020

સરોજ ખાને જીતેન્દ્રની લાંબી ઉંમર માટે દુઆ માગી હતી, અંતિમ વાતચીતમાં યાદગાર કિસ્સા કહ્યાં હતાં

બોલિવૂડના જાણીતા કોરિયોગ્રાફર સરોજ ખાન હવે આ દુનિયામાં નથી. તેમના નિધન પહેલાં દિવ્ય ભાસ્કરે છ એપ્રિલે તેમની સાથે છેલ્લીવાર વાત કરી હતી. સાત એપ્રિલે જીતેન્દ્રનો બર્થડે હતો. સરોજ ખાને જીતેન્દ્રના તમામ ગીતો કોરિયોગ્રાફ કર્યાં હતાં. તેમણે જીતેન્દ્રને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. તેમણે વાતચીતમાં જીતેન્દ્રના જીવનના રસપ્રદ કિસ્સા સંભળાવ્યા હતાં.

જીતેન્દ્ર પહેલાં સેલેબ વિદ્યાર્થી હતાં
‘હું ઈન્ડસ્ટ્રીમાં નવી નવી આવી હતી, ત્યારે લોકો મારી પર વિશ્વાસ નહોતા કરતાં કે હું ડાન્સ ડિરેક્ટર બની શકું છું. ત્યારે જીતેન્દ્ર મારા ફેવરિટ હતાં. કમલ માસ્ટર, તે પહેલાં મારા વિદ્યાર્થી હતાં. તેમણે પાંચ વર્ષ મારા હાથ નીચે ટ્રેનિંગ લીધી હતી. જોકે, આ વાત લોકોને ખબર નહોતી. મારા માસ્ટર બી. સોહનલાલ પાસે કમલ માસ્ટર શીખવા આવતા પરંતુ તે છોકરાઓને શીખવતા નહોતાં. આ સમયે સોહનલાલની હું આસિસ્ટન્ટ હતી. તેમણે મને કહ્યું હતું કે મારે કમલને ડાન્સ શીખવવાનો છે. પછી પાંચ વર્ષ કમલને મેં મારા હાથ નીચે ડાન્સમાં તાલીમ આપી હતી. પછી અમે બંને પાર્ટનર્સ બની ગયા. ટાઈટલમાં એક જ નામ આવતું હતું. જોકે, કમ્પોઝ હું કરતી હતી અને પિક્ચરાઈઝ તે કરતાં હતાં.’

પહેલી સફળતાને ક્રેડિટ નથી મળી
‘વાલિયા મૂવીટોને એક ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મમાં તનુજા તથા સંજીવ કુમાર હતાં. આ ફિલ્મના ગીત હિટ ગયા હતાં. તે સમયે લોકો પૂછતા કે આ ગીત કોણે કર્યાં છે. કમલ માસ્ટરે માત્ર પોતાનું નામ જ આપ્યું હતું. તેમણે ક્યારેય મારું નામ આપ્યું નહોતું. પછી તો તેમનું નામ થઈ ગયું અને તે મારાથી ક્યાંય આગળ જતા રહ્યાં. તે મોટી મોટી ફિલ્મ કરવા લાગ્યા. જીતેન્દ્રના ફેવરિટ બની ગયા હતાં.’

‘તે સમયે જીતેન્દ્રનું એક ગીત હતું પરંતુ કમલ માસ્ટર પાસે સમય નહોતો. તેમણે અન્ય એક ડાન્સ માસ્ટરને બોલાવ્યા પરંતુ વાત કંઈ જામી નહોતી. બીજા દિવસે માસ્ટર બસંત નેપાલીને બોલાવવામાં આવ્યા પરંતુ તેમને એક દિવસમાં જ કાઢી મૂકવામાં આવ્યા હતાં. ત્રીજા દિવસે મને બોલાવવામાં આવી હતી. ત્યારે હું સેટ પર છોકરા-છોકરીઓ સાથે ગઈ હતી. લોકેશન પર ગઈ ત્યારે મેં પહેલાં જ કહી દીધું હતું કે પહેલાં તમે જીતેન્દ્રને પૂછો લો કે તેઓ મને પરત તો નહીં મોકલને. જો ના મોકલવાના હોય તો જ હું ગીત કરું. પછી જીતુ આવ્યા અને તેમણે કહ્યું હતું માસ્ટરજી હું તમારું ગીત રાખીશ.’

16 વર્ષની ઉંમરમાં પહેલું ગીત કોરિયોગ્રાફ કર્યું હતું
‘જીતેન્દ્રને મારું કામ ઘણું જ પસંદ આવ્યું હતું પછી તો અમે ઘણી ફિલ્મ સાથે કરી હતી. તે ફિલ્મનું નામ તો યાદ નથી પરંતુ તે સમયે હું 16-17 વર્ષની હતી. હું 14 વર્ષની ઉંમરમાં ડાન્સ ડિરેક્ટર બની ગઈ હતી. તેમની સાથે મોટાભાગે મદ્રાસની પિક્ચર કરી હતી. આ ફિલ્મમાં શ્રીદેવી, જયાપ્રદા અથવા તો રેખા સાથે જોવા મળતા હતાં.’

જીતેન્દ્ર બહુ જ સ્માર્ટ છે
‘હું સાચું કહું તો આજે સેટના બધા કિસ્સા તો યાદ નથી પરંતુ આજે પણ તે મને બહુ માન આપે છે. ક્યારેક કોઈ ગીત હોય કે ટીવી પર કંઈક હોય તો તેઓ મને યાદ કરીને બોલાવે છે. હા એટલું જરૂર કહીશ કે જીતેન્દ્ર શીખવાની બાબતમાં બહુ જ સ્માર્ટ છે. આવતીકાલે તેમનો જન્મદિવસ છે અને દિલથી દુઆ કરું છું કે અલ્લાહ તેમને લાંબી ઉંમર આપે, સલામતી આપે, ખુશ રાખે, આજકાલ જે બીમારી ચાલી રહી છે, તેનાથી દૂર રાખે.’



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
saroj khan last interview, talked about actor


from Divya Bhaskar https://ift.tt/38n1ey6
https://ift.tt/2NTv8Re

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...