Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/04/1_1593842691.gif. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/04/1_1593842691.gif. Show all posts

Saturday, July 4, 2020

અજય દેવગન ગલવાન ઘાટી પર ફિલ્મ બનાવશે, ‘મૈદાન’ હવે આવતા વર્ષે રિલીઝ થશે

અજય દેવગને ભારત તથા ચીનના સૈનિકો વચ્ચે ગલવાન વેલીમાં થયેલી હિંસક અથડામણ પર ફિલ્મ બનાવવાનો છે. નોંધનીય છે કેઆ અથડામણમાં 20 ભારતીય જવાનો શહીદ થયા હતાં.

તરણ આદર્શે ટ્વીટ કરી
ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વીટ કરીને કહ્યું હતું, ‘અજય દેવગન ગલવાન વેલી પર ફિલ્મ બનાવી રહ્યો છે. ફિલ્મનું ટાઈટલ હજી સુધી નક્કી નથી. 20 ભારતીય જવાનોના બલિદાન પર આ ફિલ્મ આધારિત હશે. સ્ટાર કાસ્ટ હજી નક્કી કરવામાં આવી નથી. અજય દેવગન તથા સિલેક્ટ મીડિયા હોલ્ડિંગ્સ LLP ફિલ્મ સાથે મળીને ફિલ્મ પ્રોડ્યૂસ કરશે.’

‘મૈદાન’ની રિલીઝ ડેટ જાહેર
અજયે ફિલ્મ ‘મૈદાન’નું નવું પોસ્ટર તથા રિલીઝ ડેટ જાહેર કરી હતી. આ ફિલ્મ 13 ઓગસ્ટ, 2021માં રિલીઝ થશે. આ ફિલ્મમાં પ્રિયામણી, ગજરાજ રાવ તથા રૂદ્રનીલ ઘોષ જોવા મળશે. ઉલ્લેખનીય છે કે અજય દેવગનની ફિલ્મ ‘મૈદાન’ 27 નવેમ્બરે રિલીઝ થવાની હતી. ઝી સ્ટૂડિયો તથા બોની કપૂર ‘મૈદાન’ને પ્રોડ્યૂસ કરશે. આ ફિલ્મને ‘બધાઈ હો’ ફૅમ અમિત શર્મા ડિરેક્ટ કરી રહ્યાં છે. લૉકડાઉનને કારણે ફિલ્મનું શૂટિંગ બાકી હોવાથી હવે આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ કરવામાં આવશે.

અજય દેવગન સૈયદ અબ્દુલ રહીમનો રોલ પ્લે કરશે
ફિલ્મમાં અજય દેવગન ઈન્ડિયન ફૂટબોલ કોચ તથા મેનેજર સૈયદ અબ્દુલ રહીમનો રોલ પ્લે કરી રહ્યો છે. સૈયદ અબ્દુલ 1950થી 1963 સુધી ભારતીય ફૂટબોલ ટીમના કોચ તથા મેનેજર તરીકે કાર્યરત હતાં. તેમના માર્ગદર્શનને કારણે ફૂટબોલ ટીમ 1956માં મેલબોર્ન ઓલિમ્પિક્સમાં સેમી ફાઈનલ સુધી પહોંચી હતી.

અજયની ફિલ્મ હોટ સ્ટાર પર સ્ટ્રીમ થશે
અજય દેવગનની ‘ભુજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા’ ડિઝ્ની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ થશે. આ ફિલ્મની હજી સુધી રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી નથી. આ ફિલ્મ 1971માં થયેલા ભારત તથા પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધ પર આધારિત છે. આ ફિલ્મમાં અજય દેવગન, સંજય દત્ત તથા સોનાક્ષી સિંહા છે.

શું બન્યું હતું ગલવાન વેલીમાં?
ભારત-ચીની સૈનિકો વચ્ચે 15 જૂન, સોમવારે રાત્રે લદ્દાખની ગલવાન ઘાટીમાં હિંસક અથડામણમાં 20 ભારતીય સૈનિકો શહીદ થયા હતા. ગયા મહિનાથી ભારત તથા ચીન વચ્ચે મંત્રણા ચાલી રહી છે.

અજયે ટ્વીટ કરીને શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી
અજય દેવગને શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવતી ટ્વીટ કરીને કહ્યું હતું કે ભારતની સીમા તથા સન્માન માટે જે પણ સૈનિકે બલિદાન આપ્યું તેમને સલામ. જય જવાન, જય ભારત.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Ajay Devgn will make a film on Galwan Ghati, 'Maidan' will be released next year


from Divya Bhaskar https://ift.tt/31LI7fQ
https://ift.tt/3f0JniZ

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...