Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/04/4_1593855939.gif. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/04/4_1593855939.gif. Show all posts

Saturday, July 4, 2020

સ્મૃતિ ઈરાનીએ પહેલાં સીનનો વીડિયો શૅર કર્યો, કહ્યું, ‘ડિરેક્ટરને મારીમાં વિશ્વાસ નહોતો પરંતુ એકતાએ મદદ કરી હતી’

સ્મૃતિ ઈરાનીએ ટીવી શો ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’ના 20 વર્ષ પૂર્ણ થતાં એક વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોમાં સ્મૃતિએ પોતાના શોનો પહેલો સીન યાદ કરીને કેટલીક યાદો શૅર કરી હતી. આ સાથે જ પ્રોડ્યૂસર એકતા કપૂરના આત્મવિશ્વાસના વખાણ કર્યાં હતાં તો એકતાએ કહ્યું હતું કે ગુજરાતમાં ભૂકંપ આવ્યા બાદ લોકો ઘરની બહાર ટીવી સેટ્સ મૂકીને આ સિરિયલ જોતા હતાં.

સ્મૃતિએ કહ્યું હતું, ‘20 વર્ષ પહેલાં સુધા આંટીની સાથે આ સીન મારા પહેલાં સીન્સમાંથી એક હતો. મેં મારી લાઈન ગોખી નાખી હતી. બહુ જ બધી નર્વસ હતી. એકતા કપૂરે ડિરેક્ટરને શૂટિંગ શરૂ કરવાની સલાહ આપી હતી. ડિરેક્ટરે એકતાને કહ્યું હતું કે આ પ્રોજેક્ટ ફ્લોપ રહેશે, કારણે કે તુલસીના પાત્રમાં કાસ્ટ કરેલી છોકરીમાં ટેલેન્ટ નથી.’

View this post on Instagram

20 years ago this was possibly one of my first scenes with Sudha Aunty. I raced through my lines ,nervous as hell coz @ektarkapoor was called to the shooting floor by the director who told her the project was a sure shot flop since the girl cast as Tulsi did not have the talent to see it through. Upon enquiring why I was not unleashing my full potential as an actor I told her “ can I play the character as I deem fit instead of being told how to emote?” I promised her I’d take help of every colleague possible if I felt I can’t measure up alone. EK said done and the rest was TV history. Today 2 decades later in absentia I say thank you for the belief @ektarkapoor , thank you @monishasinghkatial for first refusing to cast me & then supporting me all the way. Thank you to the ever changing Mihir from @amarupadhyay_official to dada @ronitboseroy . To kids like @karishmaktanna @ihansika @masumimewawalla @mounirooy & all those I have not been able to name. To bahus ranging from @gpradhan @shilpa_saklani_official & sons @meetsumeet18 @hitentejwani , Sandeep Baswana... & many more relationships I lived on screen who are friends for life. To @mandirabedi & @jaya.bhattacharya who were the best on screen villains possibly and absolute sweethearts off screen. Many more who were a part of the journey .. I cherish every moment & specially am grateful to the viewers who kept our passions alive.#20yearsofkyunkiisaasbhikabhibahuthi 🙏🙏🙏🙏

A post shared by Smriti Irani (@smritiiraniofficial) on Jul 3, 2020 at 5:31am PDT

સ્મૃતિએ આગળ કહ્યું હતું, ‘મને પૂછવામાં આવ્યું કે એક એક્ટર તરીકે હું મારી પૂરી ક્ષમતા સાથે શોટ કેમ આપતી નથી તો મેં કહ્યું હતું કે જો મને એમ કહેવામાં ના આવે કે હું પાત્ર માટે કેવી રીતે ફિટ રહું તો હું આ પાત્રને કેવી રીતે ભજવી શકું? હું વચન આપું છું કે હું મારા સાથી કલાકારોની મદદ લઈશ, હું એકલા આ કરી શકું નહીં.’

‘એકતાએ મને આમ કરવાની આઝાદી આપી અને પછી જે થયું તે ટીવીનો ઈતિહાસમાં છે. તુલસીના પાત્રમાં ઢળવા માટે તમામ એક્ટર્સ તથા ક્રૂનો આભાર.’

એકતાએ પણ શો સાથે જોડાયેલી યાદ શૅર કરી
એકતાએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં પણ આ શો સાથે જોડાયેલી યાદો શૅર કરી હતી. એકતાએ કહ્યું હતું, ચેનલે આ સિરિયલ માટે જે પૈસા માગ્યા હતાં, તેના કરતાં વધુ પૈસા આપ્યા હતાં. ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી’ના 20 વર્ષ...મને યાદ છે કે હું નર્વસ થઈને સમીરસર તથા તરૂણની સામે ‘ક્યોંકિ’ અંગે વાત કરતી હતી. તેમને કહી રહી હતી કે સાસુ-વહુ ડ્રામા ચાલી શકે છે અને અમે એક લાખ રૂપિયામાં આ કરવા તૈયાર છીએ. પછી તરુણે મારી માતાને ફોન કર્યો અને કહ્યું કે મેં ભાવતાલ માટે ફોન કર્યો છે. મારી માતાએ કહ્યું કે ના ના, અમે એક લાખ રૂપિયાથી ઓછામાં કરી શકીએ નહીં. જોકે, જવાબમાં તેમણે કહ્યું, ‘આના માટે અમે તમને 1.40 લાખ રૂપિયા આપીશું..તમે આ શો પર આટલો ખર્ચ કરજો.’

View this post on Instagram

20 years today to Kyunki Saas Bhi Kabhi Bahu Thi...! I remember sitting nervously in front of Sameer Sir and Tarun pitching ‘Kyunki...’ to them. Telling them ‘saas-bahu’ drama could work...and that we were willing to do it in 1lac. Then Tarun called my mum & said ‘I’m calling to negotiate’... my mum said ‘No no, we can’t do it in under a lac...’ and he responded saying ‘Sameer Nair has said we will give you 1.40lac for it...pls spend on this show!’ 😀 Never has it happened that a channel has negotiated and given more money because they wanted better quality. But that was the conviction and backing the channel gave us. For the 1st time a daily soap was on prime time and went onto make history, as we know it. Immense gratitude to Sameer sir, Tarun Katiyal, the entire cast & crew behind Kyunki, Monisha, and StarPlus! 🙏🏻❤️ @sameern @tarunkatial07 @smritiiraniofficial @monishasinghkatial @starplus

A post shared by Erk❤️rek (@ektarkapoor) on Jul 3, 2020 at 1:58am PDT

ટીવી ઈતિહાસમાં પહેલી વાર થયું
એકતાએ આગળ કહ્યું હતું, ‘આવું ક્યારેય બન્યું નહોતું કે એક ચેનલે ભાવ કરતાં વધુ પૈસા આપ્યા, કારણ કે તેઓ સારી ગુણવત્તા ઈચ્છતા હતાં. જોકે, ચેનલના દૃઢ વિશ્વાસ તથા સમર્થનથી અમે આ કરી શક્યા. પહેલીવાર કોઈ ડેલી સોપ પ્રાઈમ ટાઈમ પર આવી હતી અને ઈતિહાસ બની ગયો હતો. ત્યારબાદ એકતાએ સમીર, તરુણ કટિયાલ, સિરિયલની ટીમ તથા ક્રૂ, મોનિષા તથા સ્ટાર પ્લસનો આભાર વ્યક્ત કર્યો હતો.’

આ શોએ મારું જીવન બદલી નાખ્યું
આ સિરિયલ માટે અન્ય એક પોસ્ટમાં એકતાએ કહ્યું હતું, ‘ક્યોંકિ’ના 20 વર્ષ..એક એવો શો જેણે મારું જીવન બદલી નાખ્યું. ત્યારબાદ આની લોકપ્રિયતા તથા વિશ્વભરમાં આ શો ભારતના ‘સોફ્ટ રાજદૂત’ની જેમ રજૂ થયો હતો. તે સમયે અમને તક આપવા માટે નેટવર્કનો આભાર.’ એકતાએ આ શોના ટાઈટલ સોંગના બે વીડિયો પણ શૅર કર્યાં હતાં.

View this post on Instagram

This was when ‘Kyunki...’ completed 3 years, and hit a 1000 episodes. The show continued to grow and prosper as did our erratic eating hours & crazy schedules. We put in almost 18 hrs a day into it! A Big thank you to all the writers, the creatives and actors. And a special thank you to my favourite person who went onto become a Cabinet Minister and made us all proud. 😀❤️@smritiiraniofficial @shobha9168 @tanusridgupta @chloejferns @tusshark89 @ronitboseroy @divyakhoslakumar @ihansika @pulkitsamrat @imouniroy @shabirahluwalia chetan_hansraj @shivangisinghchauhaan @ketansgupta @karishmaktanna @aparamehta @beinganilnagpal @niveditabasu @rakshandak27 @huseinkk @gautamikapoor @iamramkapoor @rivabubber @monishasinghkatial @meetsumeet18 @manavvij @shubhaavi @vikass.sethi @narayanishastri @shadabpeshimam @mandirabedi @vivanbhathena_official @baswanasandeep @itsmekratika @jaya.bhattacharya @hitentejwani @gaurigauri1974 @amarupadhyay_official #BalajiTelefilms #kyunkisaasbhikabhibahuthi #20yearsOfKyunki

A post shared by Erk❤️rek (@ektarkapoor) on Jul 3, 2020 at 8:53am PDT

ગુજરાતમાં ભૂકંપ આવ્યા બાદ લોકો બહાર ટીવી મૂકીને શો જોતા હતાં
એકતાએ આગળ કહ્યું હતું, ‘મને યાદ છે કે મેં ક્યાંક વાંચ્યું હતું કે જ્યારે ગુજરાતમાં ભૂકંપ આવ્યો ત્યારે લોકો કેવી રીતે પોતાના ટીવી ઘરની બહાર મૂકીને ‘ક્યોંકિ..’ જોતા હતાં. મારા માટે આ સૌથી ભાવુક કરનારી ક્ષણ હતી. તમારા પ્રેમ માટે આભાર.’ ઉલ્લેખનીય છે કે 3 જુલાઈ, 2000ના રોજ આ સિરિયલ શરૂ થઈ હતી અને છેલ્લો એપિસોડ 6 નવેમ્બર, 2008માં પ્રસારિત થયો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
kyunki saas bhi kabhi bahu thi 20 years, ekta kapoor and smiriti irani shared memory


from Divya Bhaskar https://ift.tt/2ZyQSax
https://ift.tt/2ZFRuuO

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...