Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/06/2_1594015839.gif. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/06/2_1594015839.gif. Show all posts

Monday, July 6, 2020

રણવીર સિંહના જન્મદિવસ પર ચાહકોએ સ્કૂલમાં કમ્પ્યૂટર વહેંચ્યા, દર વર્ષે આ ખાસ દિવસે જરૂરિયાતમંદ લોકોની મદદ કરે છે

રણવીર સિંહનો આજે એટલે કે 6 જુલાઈના રોજ 35મો જન્મદિવસ છે. આ ખાસ દિવસપર એક્ટરનાચાહકોની એક ફૅન ક્લબે જરૂરિયાતમંદ બાળકોને અભ્યાસમાં મદદ કરવા માટે એક સ્કૂલને કમ્પ્યૂટર ડોનેટ કર્યાં છે. આ ક્લબ 2015થી એક્ટિવ છે. આ ક્લબના સભ્યો પોતાના ફેવરિટ સ્ટારના નામ પર સ્વૈચ્છિક કાર્ય કરે છે. તેઓ દર વર્ષે રણવીરના જન્મદિવસ પર કંઈકને કંઈક કરતા હોય છે. હાલમાં જ તેમણે ‘રણવીર ગ્રામ પોગ્રામ’ના નામથી એક પ્રોગ્રામ શરૂ કર્યો છે. તેમણેમધ્યપ્રદેશના ઈન્દોરની પાસે આવેલા સિકંદરી ગામમાં કમ્પ્યૂટર વહેંચ્યા હતા.

અથર્વ ખેંડેકરે કહ્યું હતું, ‘રણવીરની આ ફૅન ક્લબ જરૂરિયાતમંદ બાળકો તથા લોકોની મદદ કરે છે. આ વખતે અમે ગ્રામીણ બાળકોને મદદ કરવાનો પ્રયાસ કરીશું. આ બાળકો હાઈ ક્લાસ એજ્યુકેશન અફોર્ડ કરી શકવા સમર્થ નથી. અનેક માટે બેઝિક એજ્યુકેશન માત્ર એક સપનું છે. આ ક્લબના સભ્ય હોવાને કારણે અમે આ બાળકોને કમ્પ્યુટર સિસ્ટમ તથા કેટલીક ઈનડોર ગેમ્સ આપવાની યોજના બનાવી છે.’

વધુમાં અથર્વે કહ્યું હતું, ‘આ કમ્પ્યૂટર પાંચમા ધોરણ સુધીનો અભ્યાસ કરાવતી એક સ્કૂલને આપવામાં આવ્યા છે.મધ્યપ્રદેશના ઈન્દોર જિલ્લામાં સિકંદરી ગામની આ સ્કૂલ છે. આ પ્રોજેક્ટનું કુલ બજેટ ત્રીસ હજાર રૂપિયા છે. આ રૂપિયામાંથી 15 હજારના બે બેઝિક કમ્પ્યૂટર માટે, 10 હજાર રૂપિયા સ્કૂલમાં રંગ કરાવવા માટે તથા પાંચ હજાર રૂપિયા બાળકોને ઈનડોર ગેમ્સ આપવા માટે ખર્ચ કરવામાં આવશે.

દર વર્ષે જરૂરિયાતમંદ લોકોને મદદ કરે છે
ગયા વર્ષે આ ફેન ક્લબે અકોલી નામના એક નાનકડા ગામમાં વીજળીની વ્યવસ્થા કરી હતી. અહીંયા પાંચ સોલર સ્ટ્રીટલાઈટ તથા દરેક ઘરમાં હાઉસ લાઈટ લગાવવામાં આવી હતી. આ ગામડાના લોકો વર્ષોથી કેરોસીન લેમ્પનો ઉપયોગ કરતા હતાં.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ranveer singh birthday, fan club donate a computer in school


from Divya Bhaskar https://ift.tt/3gvUlNP
https://ift.tt/3e4ztvB

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...