Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/06/4_1594021067.gif. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/06/4_1594021067.gif. Show all posts

Monday, July 6, 2020

શું ચાહકે સુશાંત સિંહ રાજપૂતના નામ પર તારો ખરીદ્યો? સમાચાર વાઈરલ થતાં ચાહકે જાતે જ પૂરી હકીકત જણાવી

સુશાંત રાજપૂતના અવસાનને 22 દિવસ જેટલો સમય પસાર થઈ ગયો છે. જોકે, ચાહકોના મનમાં હજી પણ સુશાંતની યાદો છે. ચાહકો પોત-પોતાની રીતે શ્રદ્ધાંજલિ આપે છે. થોડાં સમય પહેલાં જ અનેક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે સુશાંતની એક ચાહકે તેના નામ પર એક તારો ખરીદ્યો છે. જોકે, આ દાવામાં કોઈ સચ્ચાઈ નથી.

તારો ખરીદવાની વાત ક્યાંથી આવી?
અમેરિકાની રક્ષા નામની ચાહકે ટ્વિટર પર 29 જૂનના રોજ સ્ટાર રજિસ્ટ્રીનું એક સર્ટિફિકેટ શૅર કર્યું હતું. તેણે કેપ્શનમાં કહ્યું હતું, ‘સુશાંતને હંમેશાંથી તારાઓનો શોખ હતો. આથી જ મને એક તારાનું નામ તેના નામથી આપવું યોગ્ય લાગ્યું. મને ગર્વ છએ કે મેં આવી સુંદર તથા ગંભીર આત્માને જોઈ. તમે હંમેશાં આકાશમાં ચમકતા રહેશો.’

છ જુલાઈના રોજ ટ્વીટ વાઈરલ થઈ હતી
છ જુલાઈના રોજ રક્ષાની ટ્વીટ વાઈલ થઈ હતી અને અનેક મીડિયા રિપોર્ટ્સ ડિસ્ક્લેમરની સાથે દાવો કર્યો હતો કે ચાહકે સુશાંતના નામ પર તારો ખરીદીને એક્ટરને ટ્રિબ્યૂટ આપ્યું છે. આ દાવા પાછળનું અસલી કારણ સ્ટાર રજિસ્ટ્રીનું સર્ટિફિકેટ હતું. આ સર્ટિફિકેટ ચાહકે શૅર કર્યું હતું.

સર્ટિફિકેટ પ્રમાણે, જે તારો ખરીદવામાં આવ્યો છે, તેની સ્થિતિ RA22.221 છે. રજિસ્ટ્રેશન સર્ટિફિકેટમાં સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે, સુશાંત સિંહ રાજપૂતનું નામ રજિસ્ટ્રી વોલ્ટમાં નોંધવામાં આવ્યું છે અને આના તમામ અધિકાર તથા વિશેષાધિકારો સ્ટાર રજિસ્ટરની સાથે કોપીરાઈટ કરવામાં આવ્યા છે.

ચાહકે જાતે સાચી હકીકત કહી
જ્યારે ટ્વીટ વાઈરલ થઈ ત્યારે ચાહકે આ અંગે સ્પષ્ટતા આપી હતી અને ખંડન કર્યું હતું કે તેણે કોઈ તારો ખરીદ્યો નથી. ચાહકે ટ્વીટમાં કહ્યું હતું, ‘હું આ સ્પષ્ટતા કરવા માગું છું કે મેં કોઈ તારો ખરીદ્યો નથી, કારણ કે આ એવી કોઈ સંપત્તિ નથી, જેને ખરીદી શકાય. જોકે, મારું માનવું છે કે વેબસાઈટ પ્રમાણે, મેં એક્ટરના નામ પર તારાનું નામ રાખવામાં સક્ષમ હતી. હું તમામનો આભાર માનું છું. મારા તરફથી પ્રેમ વ્યક્ત કરવાની આ રીત હતી.’

તારો ખરીદવાની વાત સાચી કેવી રીતે લાગી?
સુશાંતને અવકાશ, ચંદ્ર-તારા તથા ગેલેક્સી જોવાનો ઘણો જ શોખ હતો. રિપોર્ટ્સ પ્રમાણે, સુશાંતે ચંદ્ર પર જમીનનો એક ટુકડો પણ ખરીદ્યો હતો. સુશાંત પોતાના ટેલિસ્કોપથી આ જોતો પણ હતો. સુશાંતના પિતાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ચંદ્ર પર પોતાની જમીનનો ટુકડો જોવા માટે સુશાંતે 55 લાખ રૂપિયાનું ટેલિસ્કોપ ખરીદ્યું હતું. આ ટેલિસ્કોપ સુશાંતે પોતાના લિવિંગ રૂમમાં મૂક્યું હતું. આ જ કારણે ચાહકોને એ વાત સાચી લાગી કે સુશાંતની એક ચાહકે એક્ટર માટે તારો ખરીદ્યો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Did the fan buy the star in the name of Sushant Singh Rajput? As the news went viral, the fan revealed the whole fact


from Divya Bhaskar https://ift.tt/3iAxx1m
https://ift.tt/3gzlP51

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...