Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/06/5-7-4_1594013934.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/06/5-7-4_1594013934.jpg. Show all posts

Monday, July 6, 2020

ગલી બોય રણવીર સિંહે આઉટ સાઈડર્સની મદદ માટે મ્યુઝિક કંપની શરૂ કરી છે, સંગીતમાં સુશાંત જેવું નહીં થવા દે

રેપરની સ્ટોરી પર આધારિત ફિલ્મ ગલી બોય કર્યા બાદ થોડા જ સમયમાં રણવીર સિંહે તેનો પેશન પ્રોજેક્ટ IncInk (ઇન્કઇન્ક) 2019માં શરૂ કર્યો હતો. આ પ્રોજેક્ટ સાથે જ રણવીર સિંહ એક્ટરમાંથી એન્ટ્રેપ્રેન્યર બની અન્ય એક્ટર્સ સાથે સામેલ થઇ ગયો જેમણે એક્ટિંગ સિવાય બિઝનેસમાં હાથ અજમાવ્યો છે. આજે રણવીર સિંહના બર્થડે પર તેના આ બિઝનેસ વેન્ચરની સ્ટોરી જાણીએ..

IncInk - ઈન્ડિપેન્ડન્ટ મ્યુઝિક કંપની
આ એક ઈન્ડિપેન્ડન્ટ મ્યુઝિક રેકોર્ડ લેબલ છે. ટી સિરીઝ, ઝી મ્યુઝિક વગેરે જેવા મ્યુઝિક રેકોર્ડ લેબલ કમર્શિયલ છે જ્યારે આ ઈન્ડિપેન્ડન્ટ મ્યુઝિક રેકોર્ડ લેબલ છે. Inc અહીંયા Inclusive (ઈન્ક્લુઝિવ) અને Ink ઇન્કલાબ એટલે કે આર્ટ મારફતે ક્રાંતિ માટે છે. રણવીર સિંહે કહ્યું હતું કે, આ મારા માટે પેશન પ્રોજેક્ટ છે.

આઉટસાઈડર તરીકે આઉટસાઈડરની મદદ
હું બોલિવૂડમાં આઉટસાઈડર છું. મારી હંમેશાંથી ઈચ્છા રહી હતી કે હું આપણા દેશની શેરી, ગલીઓમાં રહેલ ટેલેન્ટને બહાર લાવું અને તેમને સપોર્ટ કરું. આ કંપની મારા દિલની વાત છે. IncInk મારું પેશન છે. હું આ પ્લેટફોર્મનો યુઝ કરી દેશને બને એટલા વધુ આર્ટિસ્ટને તેમની કલા બતાવવાનો મોકો આપવા ઈચ્છું છું.

ટીમ
રણવીર સિંહે આ મ્યુઝિક કંપની ફિલ્મમેકર અને મ્યુઝિશિયન નવઝર ઈરાની સાથે મળીને શરૂ કરી છે. અત્યારે તો તેમણે ત્રણ રેપરને સાઈન કર્યા છે. તેમાં સ્લો ચિતા, કામ ભારી અને સ્પિટ ફાયર છે. ગલી બોય ફિલ્મમાં ઇલાકા યે મેરા ગો બેક ટુ યોર ગલી ડાયલોગ રેપર સ્લો ચિતાએ બોલ્યો હતો, અસલી હિપ હોપ સે મિલાયે હિંદુસ્તાન કો આ સોન્ગની લાઈન અને અન્ય ફાળો સ્પિટ ફાયરે આપ્યો હતો. કામ ભારી મુંબઈની ધારાવીના અન્ડરગ્રાઉન્ડ મ્યુઝિકને રિપ્રેઝન્ટ કરે છે. મ્યુઝિશિયન ભાઈ બહેન શિખર અને અનુષ્કા મનચંદા જે RAKHIS અને Nuka નામથી ઓળખાય છે, તેઓ મ્યુઝિક હેડ છે. આગળ તેઓ નવા આર્ટિસ્ટને પણ સાઈન કરશે.

રેપ અને હિપ હોપ માટે કામ
રણવીર સિંહની ગલી બોય ફિલ્મ બાદ ભારતમાં રેપ મ્યુઝિક ફોર્મને લઈને ઘણો હાયપ ક્રિએટ થયો હતો. રણવીરે મ્યુઝિક લેબલ વિશે જણાવ્યું કે, ઇન્ડિયન મ્યુઝિકમાં આજની તારીખમાં રેપ અને હિપ હોપનું ચલણ ખૂબ વધી ગયું છે. મને આ આર્ટિસ્ટ જે મ્યુઝિક બનાવે છે તે ખૂબ ગમે છે. તે આગ જેવા છે.તેમની પાસે કહેવા માટે ઘણું બધું છે અને દુનિયાએ આ સાંભળવાની જરૂર છે. જો હું તેમના માટે કંઈપણ કરી શકતો હોય તો હું તેમના માટે સંપૂર્ણપણે હાજર છું. તેઓ આગામી સુપરસ્ટાર્સ છે. તેઓ અલગ અલગ મ્યુઝિક સ્ટાઇલના આર્ટિસ્ટ સાથે પણ કામ કરશે.

ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અન્ય સેલેબ્સ જ્યારે પ્રોડ્યુસર બનીને, ખુદની ફેશન બ્રાન્ડ શરૂ કરીને, એપ લોન્ચ કરીને વગેરે રીતે બિઝનેસ સ્ટાર્ટ કરી રહ્યા છે. ત્યારે રણવીર સિંહે એક અલગ જ બિઝનેસ વેન્ચર સ્ટાર્ટ કર્યું છે. તેના આ મ્યુઝિક લેબલ હેઠળ તેમણે ભારતનો પહેલો સાઈન મ્યુઝિક લેન્ગવેજ ધરાવતો વીડિયો વાર્તાલાપ પણ રિલીઝ કર્યો હતો. એટલું જ નહીં તેમણે સાઈન લેન્ગવેજને દેશની અન્ય 22 ભાષાઓ સાથે ઓફિશિયલ લેન્ગવેજ તરીકે જાહેર કરવા માટે પિટિશન પણ ફાઈલ કરેલ છે.

View this post on Instagram

Our first music video in Indian Sign Language (ISL) is OUT NOW! Vartalap from the EP Paathshala. Written and Performed by Spitfire / @ntnmshra Music Composed by Spitfire, Rākhis / @manchandashikhar & Nuka / @anushkadisco Music Produced by Rākhis & Nuka Mixed and Mastered by Shikhar Yuvraj Manchanda for @thebeastindiacompany . ISL Music video by the IncInk team in collaboration with @acciomango Vartalap translation to ISL by @drjahan & @hardeeply ISL Signer @hardeeply . Art created by the IncInk Art Studio Concept & Art @mihir.sud & @avndsouza Video Edit & Animation @parvandg . The Deaf community of over 10 million people in India does not have crucial information easily accessible to them. We urge you to join us by signing the petition filed by National Association of the Deaf (NAD) India with support from @accessmantra2019 to declare Indian Sign Language the 23rd official language of India. Vartalap Music Video & ISL Petition Links in our Bio. For COVID-19 related information in ISL, the info is provided in our music video description on YouTube.

A post shared by IncInk (@incinkrecords) on May 22, 2020 at 11:30pm PDT



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Gully boy Ranveer Singh has started a music company to help outsiders


from Divya Bhaskar https://ift.tt/3iFDTg3
https://ift.tt/2VQoMX9

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...