Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/06/6_1594026887.gif. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/06/6_1594026887.gif. Show all posts

Monday, July 6, 2020

શિલ્પા શેટ્ટી શાકાહારી બની, કહ્યું- આ આપણાં તથા પૃથ્વીના સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ પરિવર્તન છે

શિલ્પા શેટ્ટીએ હાલમાં જ સોશિયલ મીડિયામાં એક વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોમાં શિલ્પા દીકરા વિઆન સાથે ફાર્મમાં જોવા મળે છે. વીડિયો શૅર કરીને એક્ટ્રેસે કહ્યું હતું કે તે તથા તેનો પરિવાર શાકાહારી બની ગયો છે. વીડિયોમાં શિલ્પા શેટ્ટી ખેતરમાં શાકભાજી લેતી જોવા મળે છે. શિલ્પાના મતે, આ પરિવર્તન લાવવું તેના માટે ઘણું જ મુશ્કેલ હતું અને એક સમયે તેનું લાગતું હતું કે શાકાહારી બનવું અશક્ય છે. જોકે, તે પોતાના નિર્ણયમાં મક્કમ રહી હતી.

વીડિયો શૅર કરીને શું કહ્યું?
વીડિયો શૅર કરીને શિલ્પા શેટ્ટીએ એક લાંબી પોસ્ટ શૅર કરી હતી. તેણે કહ્યું હતું, ‘મારું અંતિમ સપનું, મારું પોતાનું પરંતુ હાલમાં મારી પાસે શૅર કરવા માટે કંઈક અલગ જ વાત છે. હું અહીંયા અવાર-નવાર માઈલસ્ટોન્સની વાત કરતી રહેતી હોઉં છું પરંતુ આ એકદમ અંગત પસંદગી છે અને આ નિર્ણય મારા માટે ઘણો જ મુશ્કેલ રહ્યો હતો. એક સમયે મને લાગ્યું હતું કે હું આને પૂરો કરી શકીશ નહીં.’

View this post on Instagram

Ahh! My ultimate dream, to grow my own, but for now... I have something to share. Since I’ve shared many milestones here, this is something... that’s a very personal choice, a hard decision for me; seemed impossible at one time, but it felt like a ‘calling’ of sorts. The shift happened gradually and NOW, I have accepted vegetarianism completely. Primarily, because I wanted to reduce my carbon footprint in the environment. Over the years, I’ve realised that cultivating livestock for food, has not only destroyed forests but also been the largest sources of carbon dioxide, methane, and nitrous-oxide emissions. These are majorly responsible for the climate change our planet is experiencing. Also, following a vegetarian diet is not only beneficial for animals, but also can actually protect us from heart disease, diabetes, obesity, can improve & also reverse cardiovascular health, and some major diseases. It’s the best change for OUR health and the health of the PLANET. So, to give back to nature as best as I can, here’s a choice I’ve made for myself. Given my roots (Mangalorean), our diet always comprised of certain elements, meals would often feel incomplete without fish/ chicken as they became habits, then becoming an addiction. But ever since I adopted Yoga as a way of life, I always felt incomplete. I needed to step up... 45 years into this journey of life, and I’ve finally made the switch. In the past, being a hardcore non-vegetarian, even my YouTube channel has a lot of non-vegetarian recipes! I WON’T be deleting any of those, as they have been shot but going forward I WILL be focusing mainly on the vegetarian recipes. You all are and have been my extended family & my well-wishers for so many years, hence keeping you posted, about this important step. Every CHOICE has a CONSEQUENCE, make sure you make the right one 🙏 With Gratitude, Shilpa Shetty Kundra ❤️🙏🏻🧿 . . . . #SwasthRahoMastRaho #vegetarian #gratitude #health #planet #change #choice #eatclean #mondaymotivation

A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) on Jul 5, 2020 at 10:49pm PDT

સંપૂર્ણ શાકાહારી બની
વધુમાં એક્ટ્રેસે કહ્યું હતું, ‘ધીમે ધીમે અને હવે હું એકદમ શાકાહારી બની ગઈ છું. શરૂઆતમાં હું પર્યાવરણમાંથી કાર્બન ઓછો કરવા માગતી હતી. આટલા વર્ષોમાં મને એ વાત સમજાઈ કે ખોરાક માટે પશુઓને ઉછેરવાથી માત્ર જંગલોનો નાશ જ નથી થતો પરંતુ પર્યાવરણમાં ઝેરી વાયુઓ જેવા કે કાર્બન ડાયોક્સાઈડ, મિથેન તથા નાઈટ્રોસ ઓક્સાઈડ પણ ફેલાય છે. આ વાયુઓ ક્લાઈમેટ ચેન્જ માટે જવાબદાર છે. શાકાહારી બનવાથી માત્ર પશુઓનો જ ફાયદો નથી થતો પરંતુ આપણે હૃદયરોગ, ડાયાબિટીશ, સ્થૂળતા તથા અન્ય ગંભીર રોગોથી પણ બચી શકીએ છીએ. આટલું જ નહીં શાકાહારી હોવાને કારણે આપણે કાર્ડિયોવસ્ક્યુલર હેલ્થ પર વધુ ધ્યાન આપી શકીએ છીએ. આપણાં સ્વાસ્થ્ય તથા પૃથ્વીના સ્વાસ્થ્ય માટે આ સૌથી શ્રેષ્ઠ નિર્ણય છે. હું કુદરતને શક્ય તેટલું પાછું આપવા માગું છું, આ મારી પોતાની અંગત પસંદગી છે.’

મેંગ્લોરની હોવાથી હંમેશાં નોન-વેજ વગર ભોજન અધૂરું ગણાતું
શિલ્પાએ સમજાવ્યું હતું કે તે શા માટે નોન-વેજ ખાતી હતી. તેણે કહ્યું હતું, ‘મેંગ્લોરિયન હોવાને કારણે અમારું ભોજન માછલી કે ચિકન વગર અધૂરું ગણાતું હતું. આ બાબત પહેલાં ટેવ બની અને પછીતેનું વ્યસન થઈ ગયું હતું. જોકે, જ્યારથી મેં યોગા કરવાનું શરૂ કર્યું ત્યારથી હું મારી જાતને અપૂર્ણ માનતી હતી. 45 વર્ષના જીવનમાં મારે આગળ વધવું હતું અને અંતે હું આગળ વધી.’

એક સમયે હું સંપૂર્ણ માંસાહારી હતી
શિલ્પાએ એમ પણ કહ્યું હતું, ‘ભૂતકાળમાં હું સંપૂર્ણ રીતે માંસાહારી હતી અને મારી યુટ્યૂબ ચેનલ પર નોન-વેજ રેસિપી પણ છે. જોકે, હું આ રેસિપી ડિલીટ નહીં કરું પરંતુ હવે હું શાકાહારી રેસિપી પર ધ્યાન કેન્દ્રિત કરીશ.’

અંતે આ વાત કહી
શિલ્પાએ પોસ્ટની છેલ્લે કહ્યું હતું, ‘તમે મારા પરિવારનો એક હિસ્સો છે અને હું મારા વિશે સતત પોસ્ટ કરતી રહેતી હોઉં છું. મારા માટે આ એક મહત્ત્વનું પગલું છે. દરેક પસંદગીનું એક પરિણામ હોય છે પરંતુ એ વાતની ખાતરી કરો કે તમારી પસંદગી સાચી હોય.’

ઉલ્લેખનીય છે કે આ પહેલાં બોલિવૂડ એક્ટ્રેસ જેનેલિયાએ પણ શાકાહારી બનવાનો નિર્ણય કર્યો હતો અને તેણે કહ્યું હતું કે શાકાહારી બન્યા બાદ તેની અંદરની ક્રૂરતા પહેલાં કરતાં ઓછી થઈ ગઈ છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Shilpa Shetty becomes a vegetarian, says- This is the best change for our health and the health of the planet


from Divya Bhaskar https://ift.tt/2ZGk3s3
https://ift.tt/2Ce76xx

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...