Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/06/ennio-moricone-1_1594029531.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/06/ennio-moricone-1_1594029531.jpg. Show all posts

Monday, July 6, 2020

‘ધ ગુડ ધ બેડ એન્ડ ધ અગ્લી’ જેવી ક્લાસિક ફિલ્મોનું અમર સંગીત કમ્પોઝ કરનારા એનિઓ મોરિકોનેનું 91 વર્ષની વયે અવસાન

ઈટાલિયન સંગીતકાર એનિઓ મોરિકોનેનું રોમ ખાતે 91 વર્ષની જૈફ વયે અવસાન થયું છે. એનિઓ મોરિકોને આમ તો ઈટાલિયન નામ છે, પરંતુ હૉલિવૂડની ‘ધ ગુડ ધ બેડ એન્ડ ધ અગ્લી’ જેવી ક્લાસિક વેસ્ટર્ન મુવીઝ માટે તેમણે આપેલું સંગીત કાળજયી છે અને તમામ લોકોએ કોઈક ને કોઈક તબક્કે તો સાંભળેલું જ હોય છે. એનિઓ મોરિકોને છેક સુધી સક્રિય રહ્યા અને પાંચેક વર્ષ પૂર્વે આવેલી ડિરેક્ટર ક્વેન્ટિન ટેરેન્ટિનોની ફિલ્મ ‘ધ હેટફુલ એઈટ’ માટે એમણે બેસ્ટ ઓરિજિનલ મ્યુઝિકનો ઓસ્કર અવૉર્ડ પણ જીત્યો હતો.

હોલિવૂડની સંખ્યાબંધ આઈકોનિક ફિલ્મોમાં એનિઓ મોરિકોનેએ સંગીત આપ્યું હતું, જેના માટે તેઓ બબ્બે ઓસ્કર ઉપરાંત ગોલ્ડન ગ્લોબ, બાફ્ટા, ગ્રેમી સહિતના પુરસ્કારો જીત્યા હતા.

એનિઓમોરિકોનેએ હોલિવૂડ અને ઈટાલીનાં સિનેમા તથા ટેલિવિઝનનાં 500થી પણ વધુ પ્રોડક્શન્સમાં સંગીત આપ્યું હતું. પરંતુ તેમનું સૌથી યાદગાર કામ ઈટાલિયન ફિલ્મમેકર સર્જિઓ લિઓનીની ફિલ્મો ‘ધ ગુડ ધ બેડ એન્ડ ધ અગ્લી’, ‘વન્સ અપોન અ ટાઈમ ઈન ધ વેસ્ટ’, ‘ફોર અ ફ્યુ ડોલર્સ મોર’, ‘વન્સ અપોન અ ટાઈમ ઈન અમેરિકા’ ‘ફીસ્ટફુલ ઑફ ડૉલર્સ’ વગેરે માટે રહ્યું. આ તમામ ફિલ્મો ઘોડેસવાર કાઉબોયને ચમકાવતી વેસ્ટર્ન પ્રકારની ફિલ્મો હતી. એમની અન્ય ખ્યાતનામ ફિલ્મોમાં ‘સિનેમા પેરેડિસો’, ‘ધ બેટલ ઓફ અલ્જેર્સ’, ‘ધ અનટચેબલ્સ’, ‘ઈન ધ લાઈન ઓફ ફાયર’, ‘એક્ઝોર્સિસ્ટ-2’ વગેરેનો સમાવેશ થાય છે.

હૉલિવૂડમાં રહ્યા વિના ત્યાં પ્રચંડ સફળતા મેળવનારા બહુ ઓછા પ્રતિભાશાળી સર્જકોમાં અનિઓ મોરિકોનેનો સમાવેશ થાય છે. મોરિકોનેએ બે ઓસ્કર અવોર્ડ્સ ઉપરાંત ગોલ્ડન ગ્લોબ, બાફ્ટા, ગ્રેમી સહિતના અનેક પુરસ્કારો જીત્યા હતા.

ઈ.સ. 1928માં બેનિટો મુસોલિનીના તાબા હેઠળના ઈટાલીના રોમમાં જન્મેલા મોરિકોનેએ પોતાના પિતા પાસેથી સંગીતનો એકડો ઘૂંટ્યો હતો. એમના પિતા સ્થાનિક ઓર્કેસ્ટ્રામાં ટ્રમ્પેટ વગાડતા. માત્ર 12 વર્ષની વયે તેમણે ટ્રમ્પેટ, કોરલ મ્યુઝિક અને કમ્પોઝિશન શીખવા માટે રોમની મ્યુઝિક કન્ઝર્વેટરીમાં એડમિશન લીધું હતું. એ પછી તેમણે પ્રતિષ્ઠિત એવી એકેડેમી ઑફ સેન્ટા સેસિલિઆના ઓર્કેસ્ટ્રામાં સામેલ થવાની પણ તક મળી હતી. 1961માં ‘અલ ફેડરાલ’ નામની ફિલ્મમાં ક્રેડિટ સાથે સંગીત આપવાથી તેમની કારકિર્દીની સત્તાવાર શરૂઆત થયેલી. એ પહેલાં તેમણે અમુક ફિલ્મોમાં સંગીત આપેલું, પરંતુ તેમાં તેમને ક્રેડિટ નહોતી મળી. એમની સફળતાનો સૂરજ એમના જ ભૂતકાળના સ્કૂલના સાથી અને પ્રતિભાશાળી દિગ્દર્શક એવા સર્જિઓ લિયોનીની ફિલ્મોથી ઊગ્યો. એમની સફળતાને ક્યારેય ઝાંખપ લાગી નહીં.

એનિઓ મોરિકોનેએ 1956માં મારિયા ત્રાવિઆ સાથે લગ્ન કરેલાં. આ દંપતીને ત્રણ દીકરા અને એક દીકરી છે. થોડા દિવસ પહેલાં તેઓ પડી ગયા હતા અને તેમનું થાપાનું હાડકું ભાંગી ગયું હતું. તે ઈજા વકરવાને કારણે તેમનું અવસાન થયું છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Enio Morricone, who composed immortal music for classic films such as The Good the Bad and the Ugly, dies at 91


from Divya Bhaskar https://ift.tt/2VOfhaS
https://ift.tt/31O5oh7

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...