Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/06/ipol_1594017077.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/06/ipol_1594017077.jpg. Show all posts

Monday, July 6, 2020

કોરોનાનાં જોખમ વચ્ચે એક્ટર કુણાલ ઠાકુર શૂટિંગ કરવાથી ડર્યો, ‘કસોટી જિંદગી કી 2 શો’ છોડી દીધો

લોકડાઉન અનલોક થયા પછી હવે ટીવી ઇન્ડસ્ટ્રી પાટા પર પાછા આવવાની તૈયારી કરી રહી છે. ઘણી સિરિયલનું શૂટિંગ ચાલુ છે તો ઘણાનું ચાલુ થવાનું છે. છેલ્લા ઘણા દિવસથી ‘કસોટી જિંદગી કી 2’નું શૂટિંગ પણ શરુ થઇ ગયું છે. શોમાં પ્રેરણા અને અનુરાગનો લીડ રોલ નિભાવતા એરિકા ફર્નાન્ડિઝ અને પાર્થ સમથાન પણ સેટ પર પરત આવી ગયા છે. તેની સાથે અન્ય એક્ટર્સ પણ પૂરી સાવધાની રાખીને શૂટિંગ કરી રહ્યા છે પણ આ શોનો માર્ચ મહિનામાં ભાગ બનેલા કુણાલ ઠાકુરે શો છોડી દીધો છે.

કોરોનાની બીકે શો છોડ્યો
આ શો છોડવાનું કારણ કુણાલે ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, ટાઈમ્સ ઓફ ઇન્ડિયાને કુણાલે કહ્યું કે, હાલમાં જ મારા દાંતની સારવાર થઇ છે અને હું દવાઓ લઇ રહ્યો છું. આ જ કારણે મારી ઇમ્યુનિટી ઘણી ઓછી થઇ ગઈ છે. હું જે વિસ્તારમાં રહું છું ત્યાંથી શૂટિંગ કરવા જવા માટે ટ્રાવેલ કરવું સેફ નથી. કારણકે તે કન્ટેનમેન્ટ ઝોનમાં આવે છે. મારી પાસે ડ્રાઈવર પણ નથી કે જે મને રોક લેવા-મૂકવા આવી શકે. હું ઇન્ડસ્ટ્રીમાં નવો છું અને હાલ શૂટિંગનું રિસ્ક લઇ શકું તે સ્થિતિમાં નથી. જ્યાં સુધી કોરોનાનું જોખમ ઓછું ના થઇ જાય ત્યાં સુધી હું ઘરે જ સુરક્ષિત છું.

કુણાલે વધુમાં કહ્યું કે, સિરિયલના મેકર્સ ટાઈમ લીપ લેવાનું પ્લાનિંગ જ કરી રહ્યા હતા જેથી શોમાં નવા એન્ગલ લાવી શકાય પણ તેટલામાં લોકડાઉન આવી ગયું. હવે આ શોમાં ઘણા ચેન્જ અને ટ્વિસ્ટ હશે. હાલ શૂટિંગ કરવું તેને હું સુરક્ષિત માનતો નથી. કસોટી જિંદગી કી 2 કુણાલનો ડેબ્યૂ ટેલિવિઝન શો હતો. તે માર્ચ મહિનામાં જોડાયો હતો. શોમાં તે અનુરાગના ભત્રીજાનું કેરેક્ટર પ્લે કરતો હતો. કુણાલ શાહિદ કપૂર અને કિયારા અડવાણી સ્ટારર કબીર સિંહ ફિલ્મમાં પણ કામ કરી ચૂક્યો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Kasautii Zindagii Kay 2: Kunal Thakur Quits The Show Due To COVID 19 Scare


from Divya Bhaskar https://ift.tt/3iveXYm
https://ift.tt/2C5g8gq

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...