Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/07/aa1594102496_1594107333.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/07/aa1594102496_1594107333.jpg. Show all posts

Tuesday, July 7, 2020

અજય દેવગણે ટ્વીટમાં બિગ બી અને અભિષેક સિવાયની સ્ટારકાસ્ટનું નામ ન લખ્યું, પ્રાચી દેસાઈએ ઠપકો આપ્યો

6 જુલાઈના બોલ બચ્ચન ફિલ્મને 8 વર્ષ પૂરા થયા. આ અવસરે ફિલ્મના લીડ એક્ટર અજય દેવગણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. અજયે ફિલ્મના અમુક બિહાઇન્ડ ધ સીન્સના ફોટોઝ શેર કર્યા છે જેમાં અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન અને ફિલ્મના ડિરેક્ટર રોહિત શેટ્ટી છે. અજયે લખ્યું કે, જ્યારે બચ્ચન બોલે છે ત્યારે હું માત્ર સાંભળું છું. (ખાસ કરીને અમિત જી) બોલ બચ્ચનને 8 વર્ષ પૂરા થયા. આ પોસ્ટમાં તેણે અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન અને રોહિત શેટ્ટીને ટેગ કર્યા હતા.

પ્રાચી દેસાઈને પોસ્ટ ગમી નહીં
બોલ બચ્ચન ફિલ્મમાં કામ કરેલ પ્રાચીને અજયની આ પોસ્ટ ગમી નહીં. તેણે ફિલ્મના બાકી એક્ટર્સને યાદ ન કરવા બદલ અજય દેવગણને ઠપકો આપ્યો. પ્રાચીએ પોસ્ટ પર રિએક્ટ કરતા લખ્યું, અજય દેવગણ મને લાગે છે કે તમે બાકી એક્ટર્સ જેવા કે અસીન, કૃષ્ણા અભિષેક, અર્ચના પૂરણ સિંહ, અસરાની, નીરજ વોરા, જીતુ વર્મા વગેરેને મેંશન કરવા ભૂલી ગયા છો. તમારા સિવાય બાકી બધાનું પણ ફિલ્મને સફળ બનાવવામાં યોગદાન હતું.

ટ્વિટર યુઝર્સનો સપોર્ટ
અજયને સત્ય સાથે રૂબરૂ કરાવવા બદલ પ્રાચીના ટ્વિટર યુઝર્સે વખાણ કર્યા હતા. એક યુઝરે લખ્યું કે, એકદમ સરસ પ્રાચી, લાગે છે કે અજય દેવગણ ભૂલી ગયા છે કે બિગ બી ફિલ્મમાં માત્ર સોન્ગ માટે હતા. બાકી લોકોનું યોગદાન ભૂલી જવું ખોટું છે. અન્ય યુઝરે લખ્યું કે, એકદમ સાચું, બધા એક્ટર્સનો સમાન રીતે ઉલ્લેખ થવો જોઈએ. બોલ બચ્ચન ફિલ્મ 2012માં રિલીઝ થઈ હતી. ફિલ્મ બોક્સઓફિસ પર હિટ સાબિત થઇ હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Prachi Desai corrected Ajay Devgn after he missed mentioning all the cast members of Bol Bachchan in his anniversary post


from Divya Bhaskar https://ift.tt/3e6EuDJ
https://ift.tt/31QL3b6

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...