Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/07/dil-bechara-recordjpg61594111868_1594117383.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/07/dil-bechara-recordjpg61594111868_1594117383.jpg. Show all posts

Tuesday, July 7, 2020

સુશાંત સિંહની છેલ્લી ફિલ્મ દિલ બેચારાના ટ્રેલરે ઇતિહાસ રચ્યો, એવેન્જર્સ ફિલ્મને પાછળ રાખી યુટ્યુબ પર સૌથી વધુ લાઇક્સ મેળવનાર ટ્રેલર

સુશાંત સિંહની અંતિમ ફિલ્મ દિલ બેચારાનું ટ્રેલર 6 જુલાઈના રિલીઝ થયું અને ફેન્સે આ ટ્રેલરને ખૂબ પ્રેમ આપ્યો છે. 24 કલાકથી પણ ઓછા સમયમાં આ ટ્રેલર યુટ્યુબ પર સૌથી વધુ લાઇક્સ મેળવનાર ટ્રેલર બની ગયું છે. લોકોના પ્રેમે ઇતિહાસ રચી દીધો છે. હોલિવૂડ ફિલ્મ એવેન્જર્સ: એન્ડગેમ અને એવેન્જર્સ: ઈન્ફિનિટી વોરનો રેકોર્ડ તોડીને દિલ બેચારા પહેલા નંબર પર આવી ગઈ છે.

ફિલ્મનું ટ્રેલર સોમવારે સાંજે 4 વાગ્યે અપલોડ થયું હતું અને શરૂઆતના 21 કલાકમાં જ ટ્રેલરને 5.5 મિલિયન એટલે કે 55 લાખ લોકોએ લાઇક કર્યું હતું. આ ટ્રેલરને 25 મિલિયન એટલે કે અઢી કરોડથી પણ વધુ લોકોએ જોઈ લીધું છે.

સૌથી વધુ લાઈક ધરાવનાર ટ્રેલર
દિલ બેચારા (2020) - 5.5 મિલિયન
એવેન્જર્સ: ઈન્ફિનિટી વોર (2017) - 3.6 મિલિયન
એવેન્જર્સ: એન્ડગેમ (2019) - 3.2 મિલિયન

દિલ બેચારા ફિલ્મનું અગાઉ નામ કીઝી ઔર મેની રાખવામાં આવ્યું હતું પણ 2019માં ફિલ્મનું નામ બદલીને દિલ બેચારા રાખવામાં આવ્યું. ફિલ્મની રિલીઝ ડેટ અગાઉ 29 નવેમ્બર, 2019 હતી પરંતુ ત્યારબાદ 8 મે, 2020 કરી દેવાઈ હતી. કોરોના મહામારીને કારણે રિલીઝ અટકી પડી. માટે હવે ફિલ્મ ઓનલાઇન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર 24 જુલાઈના રોજ બધા માટે ફ્રીમાં સ્ટ્રીમ થવાની છે.

14 જૂને સુશાંત સિંહે આત્મહત્યા કરી લીધા બાદ આ ફિલ્મ ઘણી ખાસ બની ગઈ છે. દરેક સ્ટાર આ ફિલ્મને પ્રમોટ કરી રહ્યા છે. દિલ બેચારા ફિલ્મ ધ ફોલ્ટ ઈન અવર સ્ટાર્સનું અડેપ્ટેશન છે. આ ફિલ્મથી સુશાંતનો મિત્ર અને કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરાએ ડિરેક્ટર તરીકે ડેબ્યુ કર્યું છે. જ્યારે ફિલ્મની લીડ એક્ટ્રેસ સંજના સાંઘીની પણ આ ડેબ્યુ ફિલ્મ છે. ફિલ્મમાં સૈફ અલી ખાનનો સ્પેશિયલ અપિઅરન્સ છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Sushant Singh Rajput film Dil Bechara trailer beats Avengers Infinity War with more than 5.5 millions likes on YouTube within 24 hours


from Divya Bhaskar https://ift.tt/31ReutJ
https://ift.tt/38zo5Xc

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...