Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/07/new-project-1_1594107755.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/07/new-project-1_1594107755.jpg. Show all posts

Tuesday, July 7, 2020

પ્રોડ્યૂસર-ડિરેક્ટર હીરશ શાહનું કેન્સરને કારણે અવસાન, તેમની કેન્સર બેઝ્ડ શોર્ટ ફિલ્મ ‘Why Me’ને પ્રેસિડન્ટ અવોર્ડ મળ્યો હતો

છેલ્લાં 40 વર્ષથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જાણીતા પ્રોડ્યૂસર તથા ડિરેક્ટર હરીશ શાહનું આજે એટલે કે સાત જુલાઈએ સવારેછ વાગે નિધન થયું હતું. હરીશ 76 વર્ષના હતાં અને તેમને ગળાનું કેન્સર હતું. તેમણે કેન્સરનો સામનો કરતાં લોકોની વાત લઈને એક શોર્ટ ફિલ્મ ‘Why Me’ પણ બનાવી હતી. આ ફિલ્મને પ્રેસિડન્ટ અવોર્ડ મળ્યો હતો. હરીશ શાહના અંતિમ સંસ્કાર બપોરે એક વાગે મુંબઈના પવનહંસ સ્મશાનમાં કરવામાં આવ્યા હતાં.

હરીશની ફિલ્મી સફર
હરીશ શાહે બોલિવૂડમાં પ્રોડ્યૂસર તથા ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું, જેમાં દિલ ઔર મોહબ્બત’, ‘મેરે જીવન સાથી’, ‘કાલા સોના’, ‘ધન દૌલત’, ‘રામ તેરે કિતને નામ’, ‘હોટલ’, ‘જાલઃ ધ ટ્રેપ’, ‘અબ ઈન્સાફ હોગા’ જેવી ફિલ્મ સામેલ છે. વર્ષ 2003માં સની દેઓલને લઈને બનાવવામાં આવેલી ફિલ્મ ‘જાલઃ ધ ટ્રેપ’ હરીશની પ્રોડ્યૂસર તરીકેની અંતિમ ફિલ્મ હતી. હરીશના ભાઈ વિનોદના મતે, તેઓ છેલ્લાં 10 વર્ષથી ગળાના કેન્સરની સારવાર કરાવતા હતાં. આ જ કારણે તેમણે વર્ષ 2017માં કેન્સર દર્દીઓ પર એક શોર્ટ ફિલ્મ બનાવી હતી.

સોશિયલ મીડિયામાં એક્ટિવ હતાં
ફિલ્મથી દૂર હરીશ મોટાભાગે સોશિયલ મીડિયામાં પોતાનો સમય પસાર કરતાં હતાં. ટ્વિટર પર તેઓ અવાર-નવાર અંગત જીવન તથા પોતાના વિચારો અંગે માહિતી આપતા હતાં.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
bollywood producer and director harish shah passed away


from Divya Bhaskar https://ift.tt/38AcveC
https://ift.tt/3f80sYi

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...