Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/07/salman1594103576_1594114128.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/07/salman1594103576_1594114128.jpg. Show all posts

Tuesday, July 7, 2020

સલમાન ખાન ઓગસ્ટમાં રાધેનું શૂટિંગ શરૂ કરી શકે છે, મહેબૂબ સ્ટુડિયોમાં સોન્ગ અને બાકીનું શૂટિંગ કરશે

કોરોના મહામારી અને લોકડાઉનને કારણે ફિલ્મ ઇન્ડસ્ટ્રી સંપૂર્ણ રીતે બંધ થઇ ગઈ હતી. ઘણી ફિલ્મોની રિલીઝ અટકી ગઈ, ફિલ્મોનું શૂટિંગ અટકી પડ્યું. હવે જ્યારે અનલોક થયું છે ત્યારે શૂટિંગ પણ શરૂ થયા છે. એવું જણાવાઈ રહ્યું છે કે સલમાન ખાન પણ ટૂંક સમયમાં તેની અટકી ગયેલ ફિલ્મ રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈનું શૂટિંગ શરૂ કરવાનો છે અને તેની તૈયારી શરૂ થઇ ગઈ છે.

હાલમાં જ મિડ ડેમાં આવેલ રિપોર્ટ અનુસાર સલમાન ખાન ટૂંક સમયમાં સ્ટુડિયો બુક કરવા માટે પરમિશન લેવાનો છે. જો બધું ઠીક રહ્યું તો રાધેનું શૂટિંગ ઓગસ્ટના શરૂઆતમાં ફરીવાર શરૂ થશે. હાલ તો ફિલ્મનું એક સોન્ગ અને થોડા ભાગનું શૂટિંગ બાકી છે. મેકર્સ ઓછામાં ઓછા ક્રૂ મેમ્બર્સ સાથે શૂટિંગ કરવાની તૈયારી કરી રહ્યા છે. શૂટિંગ માટે મહેબૂબ સ્ટુડિયો બુક કરવામાં આવશે.

ઓગસ્ટમાં શૂટિંગ પૂરી થશે
ફિલ્મના ડિરેક્ટર પ્રભુ દેવા, પ્રોડ્યુસર અતુલ અગ્નિહોત્રી અને સલમાન ખાને પરસ્પર સહમતીથી શૂટિંગ ટૂંક સમયમાં શરૂ કરવાનો નિર્ણય લીધો છે. રિપોર્ટ અનુસાર ઓગસ્ટના પહેલા અઠવાડિયાથી મુંબઇનો મહેબૂબ સ્ટુડિયો બુક કરવામાં આવશે. સલમાન ઓગસ્ટના એન્ડ સુધીમાં ફિલ્મનું શૂટિંગ પૂરી કરવાની તૈયારીમાં છે.

મુંબઈમાં કેસ વધતા અચાનક શૂટિંગ બંધ થયું હતું
સલમાન ખાન, દિશા પટની, રણદિપ હુડા અને જેકી શ્રોફ સ્ટારર ફિલ્મ રાધેનું શૂટિંગ માર્ચમાં મુંબઈમાં થઇ રહ્યું હતું પણ કોરોના કેસ વધતા શૂટિંગ અચાનક બંધ કરી દેવામાં આવ્યું હતું. લોકડાઉન ખુલ્યા બાદ પણ એવા સમાચાર હતા કે મોટા સ્ટાર્સ હાલ શૂટિંગ કરવા માટે તૈયાર નથી પણ હવે સલમાન શૂટિંગ કરવા માટે તૈયાર છે. સલમાન પહેલો એવો એ લિસ્ટર સ્ટાર છે જે ઓગસ્ટમાં શૂટિંગ કરવા માટે તૈયાર છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Salman Khan can start shooting of 'Radhey' from August; songs and remaining parts will be shot in Mehboob Studio


from Divya Bhaskar https://ift.tt/2Z5Qbq4
https://ift.tt/3gwPlZk

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...