Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/08/7d101fef-manineemihir001-1_1594180189.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/08/7d101fef-manineemihir001-1_1594180189.jpg. Show all posts

Wednesday, July 8, 2020

16 વર્ષ બાદ ટીવી કપલ માનિની ડે તથા મિહિર મિશ્રા અલગ થયા, એક્ટ્રેસે કહ્યું- અમે ઘણું કર્યું પરંતુ અમારા હાથમાં કંઈ ના આવ્યું

ટીવી એક્ટ્રેસ માનિની ડે તથા મિહિર મિશ્રા છેલ્લાં છ મહિનાથી અલગ રહે છે. માનિનીએ આ વાતને કન્ફર્મ કરતાં કહ્યું હતું કે હવે તેમના રસ્તાઓ બદલાઈ ગયા છે અને તેઓ અંગત કારણોસર અલગ થયા છે. માનિની તથા મિહિરે વર્ષ 2004માં લગ્ન કર્યાં હતાં. માનિનીના આ બીજા લગ્ન કર્યાં હતાં. અલગ થયા બાદ મિહિર પુનામાં તથા માનિની મુંબઈમાં 21 વર્ષીય દીકરી સાથે રહે છે.

છ મહિનાથી અલગ રહે છે
મુંબઈ મિરરને આપેલા ઈન્ટરવ્યૂમાં માનિનીએ કહ્યું હતું કે લગ્ન અન્ય સંબંધ જેવો જ છે. લગ્નમાં પણ ચઢાવ-ઊતાર આવી શકે છે. આ વાત સાચી છે કે તે અને મિહિર છ મહિનાથી અલગ રહે છે. તેમના અલગ થવાનું કારણ ઘણું જ અંગત છે. તેઓ પોતાના પવિત્ર સંબંધને માન આપે છે. તેમણે આ સંબંધને બેસ્ટ આપ્યું પરંતુ જે મળ્યું તે તેમના હાથમાં નહોતું.

હવે અલગ રસ્તાઓ પર આગળ વધીશુંઃ માનિની
માનિનીએ આગળ કહ્યું હતું કે તેઓ એકબીજાને પ્રેમ કરતાં હતાં અને એકબીજાની કાળજી રાખતા હતાં. તેઓ પહેલાં મિત્ર બન્યા અને પછી જીવનસાથી. જ્યારે તેમણે લગ્ન કર્યાં ત્યારે લોકો એમ કહેતા કે તેમના લગ્ન અઠવાડિયું પણ નહીં ચાલે પરંતુ તેમણે આ વાત ખોટી પાડી. હવે તેમના રસ્તાઓ અલગ થઈ ગયા છે. તેનો જીવન જોવાનો દૃષ્ટિકોણ અલગ છે.

રિપોર્ટ્સ પ્રમાણે, માનિની દીકરી સાથે મુંબઈમાં છે. મિહિર પોતાના પેરેન્ટ્સ સાથે પુનામાં રહે છે. માનિનીએ કહ્યું હતું કે તે મિહિર માટે પ્રાર્થના કરે છે. આ 16 વર્ષ ઘણાં જ પ્રેમથી પસાર થયા હતાં. તે મીડિયાને વિનંતી કરે છે કે તે તેમની પ્રાઈવસીનું ધ્યાન રાખે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
After 16 years, TV couple Maninee de and Mihir Mishra separated, the actress said - we did a lot but nothing came of it.


from Divya Bhaskar https://ift.tt/2AHr0kk
https://ift.tt/2CgJtEy

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...