Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/08/jamie1594201404_1594214046.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/08/jamie1594201404_1594214046.jpg. Show all posts

Wednesday, July 8, 2020

જોની લીવરની દીકરી જેમીએ પક્ષપાતની વાત સ્વીકારી, કહ્યું- મારા પિતાએ કોઈવાર મારા માટે ફોન નથી કર્યા, અહીંયા નેપોટિઝ્મ નહીં, ફેવરેટિઝ્મ છે

સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ ઇન્ડસ્ટ્રીમાં નેપોટિઝ્મ અને પક્ષપાતના મુદ્દે ઘણા વિવાદ ચાલી રહ્યા છે. આ વચ્ચે કોમેડી કિંગ જોની લીવરની દીકરી જેમીએ આ બાબતે તેના વિચાર રજૂ કર્યા છે. તેનું માનવું છે કે બોલિવૂડમાં પક્ષપાત જરૂર છે પણ નેપોટિઝ્મ નથી, કારણકે દરેક સ્ટારકિડ નેપોટિઝ્મ મારફતે ઇન્ડસ્ટ્રીમાં નથી આવ્યા.

હાલમાં જ મિડ ડેને આપેલ એક ઇન્ટરવ્યૂમાં જેમીએ તેના કરિયરના સંઘર્ષ વિશે વાત કરી. તેણે કહ્યું કે, હું ખુદ એક સ્ટારકિડ છું પણ જ્યારે નેપોટિઝ્મની વાત આવે છે ત્યારે તેમાં બધા નથી આવતા. અહીંયા દરેક સ્ટારકિડના દીકરાને વિશેષ અધિકાર નથી મળતો. મારી જર્ની ઘણી અલગ રહી છે. અહીંયા પક્ષપાત છે પણ નેપોટિઝ્મ નથી. અહીંયા પોતાના મિત્રોના બાળકોને લઈને પક્ષપાત છે, તેમના ઓળખીતા ગ્રુપના લોકોને લઈને ફેવરેટિઝ્મ કરવામાં આવે છે.

આગળ તેણે કહ્યું કે, જ્યારે મેં આ ફિલ્ડમાં આવાનો નિર્ણય લીધો ત્યારે મારા પિતાએ ક્યારેય કોઈને મારા માટે કોલ નથી કર્યો. તેમણે ક્યારેય નથી કહ્યું કે મારી દીકરી આવી રહી છે તેને લોન્ચ કરી દો. મારે ખુદ ફોન ઉપાડીને બધાને ઓડિશન માટે કોલ કરવો પડતો હતો. જ્યારે મેં લંડનથી ફોન કરીને તેમને ઇન્ડસ્ટ્રીમાં આવવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે તેમણે પૂછ્યું હતું કે હું આ કેમ કરીશ. તેઓ ઇચ્છતા હતા કે હું બધું જાતે કરું, જે રીતે તેમને કર્યું હતું.

જેમી લીવરે ટીવી કોમેડી શોથી તેના કરિયરની શરૂઆત કરી હતી. તેણે 2015માં પહેલીવાર કિસ કિસ કો પ્યાર કરું ફિલ્મમાં કામ કર્યું ત્યારબાદ હાઉસફુલ 4માં પણ તે દેખાઈ હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Johnny Liver's daughter, Jamie, admitted that there is favouritism in industry


from Divya Bhaskar https://ift.tt/31W6Uhf
https://ift.tt/2ZJ7SuI

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...