Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/08/karan-patel1594196941_1594212776.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/08/karan-patel1594196941_1594212776.jpg. Show all posts

Wednesday, July 8, 2020

એકતા કપૂર કરણ પટેલને કસૌટી ઝીંદગી કે પહેલાં નાગિન 5માં કાસ્ટ કરવા ઇચ્છતી હતી, પછી નિર્ણય બદલ્યો

કરણ પટેલની ગ્રાન્ડ એન્ટ્રી મિસ્ટર બજાજ તરીકે સ્ટાર પ્લસની સિરિયલ કસૌટી ઝીંદગી કેમાં થવાની છે. કરણ સિંહ ગ્રોવર બાદ કરણ પટેલનો ફર્સ્ટ લુક રિલીઝ થઇ ગયો છે. એક્ટરે જણાવ્યું કે તેને માત્ર આ સિરિયલ માટે જ નહીં પણ નાગિન 5 માટે પણ અપ્રોચ કર્યો હતો પણ મેકર્સે અંતે તેને મિસ્ટર બજાજ તરીકે લોન્ચ કર્યો.

હાલમાં જ પિન્કવીલાને આપેલ એક ઇન્ટરવ્યૂમાં કરણ પટેલે આ વાત કન્ફર્મ કરી છે. તેણે કહ્યું કે, મને નાગિન 5 માટે અપ્રોચ કરવામાં આવ્યો હતો. હા, પણ એકતા કપૂરે વિચાર્યું કે મને આમ વેસ્ટ ન કરવો જોઈએ કારણકે તેમને મને મિસ્ટર બજાજ બનાવવો હતો. એકતા કપૂરે નાગિનની પાંચમી સીઝન પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. આ શોમાં કરણને નાગનો કેમિયો રોલ આપવાનો હતો પણ મેકર્સે મન બદલી લીધું.

નાગિન 4 ટૂંક સમયમાં ઓફ એર થશે
લોકડાઉન બાદ ઘણા ટીવી શો ઓફ એર કરવામાં આવી રહ્યા છે જેમાં નાગિન 4 પણ સામેલ છે. આ શોનું શૂટિંગ 24 જૂનથી શરૂ થઇ ગયું છે અને આવતા અઠવાડિયે ટેલિકાસ્ટ પણ થશે. એક ઇન્ટરવ્યૂમાં એકતાએ જણાવ્યું હતું કે નાગિન 5 અગાઉની બધી સીઝન કરતાં વધુ હટકે હશે. તેને નાગિન 4ના અંતિમ એપિસોડ પછી તરત જ ઓનએર કરવામાં આવશે. નવી સીઝનમાં ઈચ્છાધારી નાગિનના રોલ માટે હિના ખાન અને સુરભી ચંદનાનું નામ સામે આવી રહ્યું છે. જોકે આ બંને એક્ટ્રેસે આ વાતને કન્ફર્મ કરી નથી.

કસૌટીની સ્ટોરીમાં મોટો ફેરફાર
કરણ પટેલે મિસ્ટર બજાજ બનીને શોનું શૂટિંગ શરૂ કરી દીધું છે. નવા એપિસોડમાં દર્શકોને એક નવી સ્ટોરી જોવા મળશે જે મિસ્ટર બજાજ અને પ્રેરણા પર આધારિત હશે. એવા પણ સમાચાર છે કે લીડ એક્ટર પાર્થ સમથાન તેની પર્સનલ લાઈફને લઈને શોમાંથી બ્રેક લેવાના છે. શોનો નવો પ્રોમો રિલીઝ કરી દેવામાં આવ્યો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Ekta Kapoor wanted to cast Karan Patel in Naagin 5 before 'Kasautii Zindagii Kay', later changed the decision


from Divya Bhaskar https://ift.tt/31Y5djI
https://ift.tt/2Zedzlv

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...