Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/08/new-project_1594191125.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/08/new-project_1594191125.jpg. Show all posts

Wednesday, July 8, 2020

‘અલીગઢ’ ફૅમ રાઈટર તથા સોની રાઝદાન વચ્ચે સુશાંત સિંહ રાજપૂતના ડિપ્રેશનને લઈને દલીલો

બોલિવૂડ એક્ટ્રેસ તથા આલિયા ભટ્ટની માતા સોની રાઝદાન તથા ફિલ્મ‘અલીગઢ’ ફૅમ રાઈટર અપૂર્વ અસરાની વચ્ચે સુશાંત સિંહ રાજપૂતના અવસાન તથા ડિપ્રેશનને લઈને દલીલો થઈ હતી. આ પહેલાં સોનીએ ટ્વિટર પર સુશાંત સિંહ રાજપૂતનું અવસાન તથા ડિપ્રેશન-મેન્ટલ હેલ્થ જેવા મુદ્દા સાચા છે અને તે કોઈ પણ કારણ વગર આવી શકે છે, તેને લઈ વાત કરી હતી. અપૂર્વ આ મુદ્દે સોની રાઝદાન સાથે સંમત નહોતો અને તેણે કહ્યું હતું કે આસપાસની પરિસ્થિતિ, કામનું ભારણ તથા સોશિયલ આઈસોલેશન જેવા મુદ્દાઓ ડિપ્રેશન લાવી શકે છે.

સોનીએ શું ટ્વીટ કરી હતી?
સોનીએ ટ્વીટ કરીને કહ્યું હતું, આ બધામાં સૌથી વધુ મને જે બાબત હેરાન કરે છે તે એ છે કે હતાશા તથા માનિસક બીમારી જેવા વાસ્તિવક મુદ્દાઓ હવે ગુસ્સા તથા આક્રોશમાં ખોવાઈ ગયા છે. મુદ્દો એ છે કે વ્યક્તિ કોઈ પણ કારણ વગર ડિપ્રેશનમાં જતી રહી છે. સફળ વ્યક્તિ હોય તો પણ આવે છે અને પછી પૈસાદાર વ્યક્તિને પણ આવે છે. રોબિન વિલિયમ્સ, કેટ સ્પેડ એન્થોની અને બીજા અગણિત લોકો વિશે વિચારો. જ્યારે તમે મુખ્ય મુદ્દા અંગે વાત કરો છો ત્યારે આમાંથી પસાર થઈ ગયેલા લોકો અને જે એમ વિચારે છે કે આ પરિસ્થિતિ બહારની છે તે લોકો માટે તમે અવ્યવહારુ બની જાવ છો. જોકે, આ પરિસ્થિતિ અંદરથી આવે છે અને તેના પર વ્યક્તિનો કોઈ જ કંટ્રોલ હોતો નથી.

આ ટ્વીટ પર અપૂર્વે કહ્યું હતું, ખોટી વાત છે મેમ, આસપાસના વાતાવરણને કારણે પણ ડિપ્રેશન આવે છે, જેમ કે સોશિયલ આઈસોલેશન, કામના સ્થળે તણાવ. સુશાંતના ડિપ્રેશનનું નિદાન ટ્વિટર પર કરી શકાય નહીં. જોકે, આપણને ખ્યાલ છે કે કેમ્પે તેને રેપિસ્ટ, અનપ્રોફેશનલ તથા તેના વિશે ઘણું જ ખરાબ લખ્યું હતું. આ વાતને ભૂલવી જોઈએ નહીં.

સોની રાઝદાને અન્ય એક ટ્વીટમાં કહ્યું હતું, માનસિક બીમારી સાથે ઘણાં લોકો જન્મ લેતા હોય છે અને હું આ જ મુદ્દો સમજાવવાનો પ્રયાસ કરી રહી છું અને તમે અડધી ચર્ચા કરો અને અડધી ના કરો એ શક્ય નથી. ડિપ્રેશનને અસર કરતાં પરિબળો અનેક હોઈ શકે છે અને આ વાત સાથે હું સહમત છું. આ બધી જ ચર્ચા કરીએ પરંતુ હાલમાં ટ્વિટર પર જે થઈ રહ્યું છે તે અયોગ્ય છે.

આ ટ્વીટ પર અપૂર્વે સહમત નહોતો અને તેણે કહ્યું હતું, ખોટી વાત, મોટાભાગના લોકો માનસિક બીમારી સાથે જન્મ લેતા નથી. ઓનસેટ પરના પરિબળો આનું કારણ છે (આ આર્ટિકલ વાંચો) જ્યારે વધુ પડતું થાય તો ટ્વિટર અયોગ્ય છે પરંતુ કેમ્પ, ગુંડાગીરી એ બધું વધુ અયોગ્ય છે પણ દુઃખની વાત એ છે કે આ વિશે કોઈ ચર્ચા કરવા પણ તૈયાર નથી.

અપૂર્વ તથા મનોજ વાજપેઈએ ટ્વિટર પર પત્રકારો ‘બ્લાઈન્ડ આર્ટિકલ્સ’ છાપે છે, તેને લઈને વાત કરી હતી. અપૂર્વે ટ્વીટ કરી હતી, KRK (કમાલ આર ખાન) જેવા સોફ્ટ ટાર્ગેટ પર હુમલો કરવો અને બ્લાઈન્ડ આઈટમ્સ એક્સપર્ટ્સ પર ચૂપ રહેવું, આ પાખંડ છે. KRK બકવાસ વ્યક્તિ છે પરંતુ તેનામાં એટલી હિંમત છે કે તે પોતાના નામથી અભિપ્રાય આપે છે. સુશાંત સિંહ રાજપૂત માટે રાજીવ મસંદે બ્લાઈન્ડ આઈટમ્સ લખી, તે ખરેખર કાયરતાની નિશાની છે. સિલેક્ટિવ ના બનો.

નેપોટિઝ્મને લઈ ઉગ્ર ચર્ચા
સુશાંતે 14 જૂનના રોજ મુંબઈ સ્થિત પોતાના ઘરે આત્મહત્યા કરી હતી. સુશાંતની આત્મહત્યા બાદથી જ બોલિવૂડમાં નેપોટિઝ્મ, આઉટસાઈડર-ઈનસાઈડરના મુદ્દે દલીલો થઈ રહી છે. કંગનાએ કહ્યું હતું કે નેપોટિઝ્મને કારણે હતાશામાં આવીને સુશાંતે આત્મહત્યા કરી લીધી હતી. સોશિયલ મીડિયા યુઝર્સ પણ સ્ટાર-કિડ્સનો બોયકોટ કરવાનું કહી રહ્યાં છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
'Aligarh' fame writer and Soni Razdan argue over Sushant Singh Rajput's depression


from Divya Bhaskar https://ift.tt/3e5EAvz
https://ift.tt/3e9I0gK

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...