Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/08/vidhya1594128200_1594191276.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/08/vidhya1594128200_1594191276.jpg. Show all posts

Wednesday, July 8, 2020

લોકડાઉનને કારણે અધવચ્ચે વિદ્યા સિરિયલ બંધ થઇ, લીડ એક્ટ્રેસ મીરા દેવસ્થલે કહ્યું - ઇન્ડસ્ટ્રી એક ઇકોનોમિક ક્રાઈસિસમાંથી પસાર થઈ રહી છે

ટીવી એક્ટ્રેસ મીરા દેવસ્થલેનો શો વિદ્યા આ મહિનાની શરૂઆતમાં જ ઓફ એર થઇ ગયો છે. કોરોના મહામારીમાં લોકડાઉનને કારણે ઘણા ટીવી શો અધવચ્ચે જ બંધ કરવા પડ્યા હતા જેમાંનો એક શો વિદ્યા છે. શોમાં મીરા લીડ રોલમાં હતી. મીરાનું કહેવું છે કે તેની જર્ની અધૂરી રહી ગઈ પણ તેણે આ અધૂરી જર્નીમાં ઘણું બધું શીખી લીધું. હાલમાં જ દિવ્ય ભાસ્કર એપ સાથેની વાતચીત દરમ્યાન મીરાએ તેના શો અને પર્સનલ લાઈફ સાથે જોડાયેલ રસપ્રદ વાતો શેર કરી છે.

વિદ્યા શોની જર્ની કેવી રહી?
સાચું કહું તો વિદ્યાની આ જર્ની અધૂરી હતી પરંતુ મેં ઘણું બધું શીખ્યું. દરરોજ વિદ્યાનું ભોળપણ અને પવિત્રતા જીવિત રાખવાનો પડકાર હતો. રોજ આ પડકારને જીવતી હતી પણ હવે આ જર્ની પૂરી થઇ ગઈ છે. દુઃખ તો છે પણ હા, હું ખુશ છું કે આવા પ્રોજેક્ટનો હિસ્સો બનવાનો ચાન્સ મળ્યો.

શો બંધ થવાની વાત પર શું પ્રતિક્રિયા આપી?
થોડી શોક તો થઇ પણ જોકે હું સમજુ છું કે ઇન્ડસ્ટ્રી એક ઇકોનોમિક ક્રાઈસિસમાંથી પસાર થઇ રહી છે અને સાથે જ આપણને બધાને કામ કરતા રહેવાની ઈચ્છા છે. મને લાગે છે કે આ એક એક્સપેરિમન્ટનો સમય છે અને મેં હંમેશાં એવું માન્યું છે કે જે થાય છે તે એક કારણથી થાય છે. અત્યારે હું મારા ઘરમાં થોડા સમય માટે સુરક્ષિત છું અને કામ મળે તેની રાહ જોઈ રહી છું.

ઉડાન અને વિદ્યામાંથી કયો રોલ તારા દિલની વધુ નજીક છે?
રોલમાં સમાનતા ન હતી પણ શોનું બેકગ્રાઉન્ડ સમાન હતું. મને આ વાતની સમજ હતી કે શો માટે એક ગામડાંની છોકરી કેવી હોવી જોઈએ. મારા દિલની સૌથી નજીક હંમેશાં ઉડાનની ચકોર રહેશે કારણકે મેં તે રોલ ત્રણ વર્ષ સુધી પ્લે કર્યો છે અને તે રોલે મને ઘણું શીખવ્યું છે. જો તમે વિદ્યા વિશે વાત કરો છો તો, હું તેના ભોળપણ સાથે કનેક્ટેડ છું, પરંતુ તે એક નિરક્ષર છોકરીની સ્ટોરી હતી માટે મારે ઘણી એવી વાતો પણ કરવી પડી.

હવે કેવા પ્રકારના રોલની શોધમાં છો?
હું એક્સપેરિમન્ટલ થવાનું પસંદ કરીશ અને એવું કંઈક કરવા ઈચ્છું છું જે મેં અત્યારસુધી કરેલ કામ કરતાં અલગ હોય. હું એક વેબ સિરીઝ કરવા માટે ઉત્સુક છું. આ એક પ્રકારનો નવો અનુભવ હશે.

જો એક્ટ્રેસ ન હોત તો તમે શું હોત અને શું કામ?
જો એક્ટ્રેસ ન હોત તો હું એક એન્જિનિયર હોત, તેણે હસતા કહ્યું કે- પણ એક ખરાબ એન્જિનિયર અને જો હું તે કામ યોગ્ય રીતે ન કરત તો હું ડાન્સ ટીચર બની જાત કારણકે મને ડાન્સિંગ ખૂબ ગમે છે.

બોલિવૂડમાં તમારી પ્રેરણા કોણ છે અને શું કામ?
સાચું કહું તો મારી કોઈ પ્રેરણા નથી. જોકે હું દીપિકા પાદુકોણ, રેખા અને અમિતાભ બચ્ચન જેમ બનવાની ઈચ્છા રાખું છું. આશા રાખું છું કે મારી આ ઈચ્છા જલ્દી પૂરી થાય.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Serial 'Vidya' closed midway due to lockdown, lead actress Meera Devasthale said, "Industry is going through an economy crisis"


from Divya Bhaskar https://ift.tt/2DeYBms
https://ift.tt/38E9ZUt

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...