Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/09/4_1594282339.gif. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/09/4_1594282339.gif. Show all posts

Thursday, July 9, 2020

સુશાંતના અવસાન બાદ અંકિતા લોખંડેનો બોયફ્રેન્ડ વિકી હેટ કમેન્ટ્સથી મુશ્કેલીમાં, સો.મીડિયામાં કમેન્ટ સેક્શન લૉક કર્યું

સુશાંત સિંહ રાજપૂતના અવસાનથી ચાહકોને ઘેરો આઘાત લાગ્યો છે. પોલીસ એ વાતની તપાસ કરી રહી છે કે સુશાંતે આત્મહત્યા કેમ કરી હતી. જોકે, સોશિયલ મીડિયામાં અવનવી અટકળો લગાવવામાં આવી રહી છે. નેપોટિઝ્મ તથા કેમ્પબાજીને કારણે સુશાંતે આત્મહત્યા કરી હોવાનું ચાહકો માની રહ્યાં છે.

કરન જોહર, આલિયા ભટ્ટ, અનન્યા પાંડે જેવા સેલેબ્સે આ મુદ્દે સોશિયલ મીડિયા યુઝર્સનો આક્રોશ સહન કરવો પડ્યો હતો. હવે આ યાદીમાં અંકિતા લોખંડેના પ્રેમી વિકી જૈનનું નામ પણ જોડાઈ ગયું છે.

વિકીને હેટ કમેન્ટ્સ મળી રહી છે
સુશાંતના અવસાન બાદ વિકીને સોશિયલ મીડિયામાં સતત હેટ કમેન્ટ્સ મળતી હતી અને તેને કારણે વિકીએ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં કમેન્ટ સેક્શન બંધ કરી દીધું હતું. આમ તો વિકી ઈન્સ્ટાગ્રામમાં ખાસ એક્ટિવ નથી. તેની છેલ્લી પોસ્ટ ગયા વર્ષની છે. જોકે, યુઝર્સ જૂની પોસ્ટમાં જઈને હેટ કમેન્ટ્સ પોસ્ટ કરે છે.

એક યુઝરે કહ્યું હતું, અંકિતાને છોડી દે. અન્ય એકે કહ્યું હતું, તમે અંકિતાને ડિઝર્વ કરતા નથી, માત્ર સુશાંત જ ડિઝર્વ કરતો હતો.

તો અન્ય એક યુઝરે કહ્યું હતું, ભાઈ તમે જ વચ્ચે આવીને સુશાંત-અંકિતાના સંબંધોમાં તિરાડ પાડી હતી. તો કેટલાંક યુઝર્સે અંકિતાનું ધ્યાન રાખવાની સલાહ આપી હતી.

અંકિતના વિકી સાથે સંબંધો
સુશાંત તથા અંકિતા છ વર્ષ સુધી લિવ ઈન રિલેશનશિપમાં રહ્યાં હતાં. જોકે, વર્ષ 2016માં બંનેના સંબંધો તૂટી ગયા હતાં. થોડાં સમય બાદ અંકિતાના સંબંધો મુંબઈના બિઝનેસમેન વિકી જૈન સાથે જોડાયા હતાં. અંકિતા ઘણીવાર સોશિયલ મીડિયામાં વિકી સાથેની તસવીરો શૅર કરતી હોય છે. માનવામાં આવે છે કે બંનેએ સગાઈ કરી લીધી છે અને આ વર્ષના અંત સુધીમાં બંને લગ્ન કરવાનું વિચારે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Ankita Lokhande's boyfriend Vicky hate comments after Sushant's dead, lock comment section in Media


from Divya Bhaskar https://ift.tt/38CSMLp
https://ift.tt/2DsuJ6t

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...