Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/10/1_1594361821.gif. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/10/1_1594361821.gif. Show all posts

Friday, July 10, 2020

વિકાસ દુબેના એન્કાઉન્ટર પર તાપસી પન્નુએ કહ્યું, આની તો બિલકુલ આશા જ નહોતી

ઉત્તર પ્રદેશના કાનપુર પોલીસ હત્યાકાંડનો મોસ્ટ વોન્ટેડ રહેલા વિકાસ દુબેને શુક્રવાર, 10 જુલાઈએ સવારે એન્કાઉન્ટમાં ઠાર મરાયો હતો. એન્કાઉન્ટરને લઈ સતત સવાલો કરવામાં આવી રહ્યાં છે. હાલમાં જ બોલિવૂડ એક્ટ્રેસ તાપસી પન્નુએ પણ ટ્વીટ કરીને સવાલ કર્યો હતો.

શું ટ્વીટ કરી?
તાપસી પન્નુએ ટ્વીટ કરીને કહ્યું હતું, વાહ, આવી તો આશા નહોતી અને પછી લોકો કહે છે કે બોલિવૂડની ફિલ્મ હકીકતથીઘણી જ દૂર હોય છે.

કેવી રીતે વિકાસ દુબેનું એન્કાઉન્ટ થયું?
યુપી STFની ટીમ તેને ઉજ્જૈનથી ટ્રાંજિટ રિમાંડ પર કાનપુર લઈ જઈ રહી હતી. પરંતુ શહેરથી 17 કિમી પહેલા સવારે 6.30 વાગ્યે કાફલાની એક ગાડી પલટી ખાઈ ગઈ હતી. આ દરમિયાન વિકાસ દુબે પોલીસના એક જવાન પાસેથી હથિયાર લઈને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. વિકાસ દુબે તથા પોલીસ વચ્ચે ગોળીબાર થયો હતો. આ સમયે વિકાસ દુબે ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જોકે, ડોક્ટર્સે તેને મૃત ઘોષિત કર્યો હતો.

કોણ હતો વિકાસ દુબે?
હિસ્ટ્રીશીટર વિકાસ દુબે પર ઘણી હત્યાઓનો આરોપી હતો. વર્ષ 2000માં રામબાબુ યાદવની હત્યામાં જેલમાં ગયો હતો. 2004માં કેબલ વ્યવસાયી દિનેશ દુબેની હત્યાનો પણ આરોપી હતી. 2001માં વિકાસ દુબેએ કાનુપરના શિવલી પોલીસ સ્ટેશનમાં ઈન્સ્પેક્ટર રૂમમાં જઈને ત્યાં બેઠેલા ભાજપ નેતા સંતોષ શુક્લની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. કોઈ પુરાવા ના હોવાને કારણે કોર્ટે છોડી મૂક્યો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
bollywood actress Taapsee Pannu reacts on vikas dubey encounter


from Divya Bhaskar https://ift.tt/3gEPqtS
https://ift.tt/38IhaLp

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...