Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/10/6_1594377205.gif. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/10/6_1594377205.gif. Show all posts

Friday, July 10, 2020

115 દિવસ બાદ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની ટીમ સેટ પર આવી, મૉક શૂટ બાદ મેકર્સે શૂટિંગ શરૂ કરવાનો નિર્ણય લીધો

લૉકડાઉન બાદ મહારાષ્ટ્ર સરકારે ગાઈડલાઈન સાથે શૂટિંગ શરૂ કરવાની પરવાનગી આપી દીધી છે. 24 જૂનથી મોટાભાગના ટીવી શોનું શૂટિંગ શરૂ થઈ ગયું હતું.જોકે, લોકપ્રિય કોમેડી ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નું શૂટિંગ શરૂ થયું નહોતું. લાંબા સમય બાદ મેકર્સે શૂટિંગ શરૂ કરતા પહેલાં મૉક ટેસ્ટ કરવાનો નિર્ણય લીધો હતો. મૉક શૂટિંગ બાદ તમામ ક્રૂ તથા કાસ્ટ સહમત થાય તો જ શૂટિંગ શરૂ કરવામાં આવશે, તેમ નક્કી કરવામાં આવ્યું હતું.

શુક્રવાર (10 જુલાઈ)ના રોજ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ચીફ ડિરેક્ટર માલવ રાજડાએ શૂટિંગ શરૂ કર્યું હતું. એક દિવસ પહેલાં એટલે કે નવ જુલાઈના રોજ મૉક ટેસ્ટ કરી હતી. આ મૉક ટેસ્ટની કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શૅર કરી હતી. લૉકડાઉનના 115 દિવસ બાદ બીજીવાર સેટ પર આવીને માલવ રાજડા ઘણો જ ઉત્સાહી જોવા મળ્યો હતો. માલવ રાજડાએ તસવીરો સાથે કેપ્શન આપ્યું હતું, ‘રોલ, રોલિંગ, એક્શન, 115 દિવસ પછી...ફાઈનલી બીજીવાર શૂટિંગ શરૂ થયું. સારું ફીલ થાય છે. ફરી હસવા માટે તૈયાર થઈ જાઓ.’

19 માર્ચથી શૂટિંગ બંધ
ટીવી તથા બોલિવૂડના શૂટિંગ 19 માર્ચથી બંધ છે. તમામ શોના શૂટિંગ બીજીવાર શરૂ થઈ ગયા છે. હવે દર્શકો પણ નવા એપિસોડની રાહ જોઈ રહ્યાં છે. શોના પ્રોડ્યૂસર અસિત મોદીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેમના શોની ટીમ ઘણી જ મોટી છે. શોમાં અનેક મહત્ત્વના પાત્રો એક સાથે જોવા મળે છે. આ સમયે ઓછા માણસો સાથે કામ કરવામાં મુશ્કેલી પડી શકે છે. સોશિયલ ડિસ્ટન્સિંગ તથા ઓછી ભીડ સાથે શૂટિંગ કેવી રીતે થાય તે માટે જ મૉક શૂટિંગ કરવામાં આવ્યું હતું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
115 days after the team of taarak mehta ka ooltah chashmah came on the set, after the mock shoot, the makers decided to start shooting


from Divya Bhaskar https://ift.tt/2ObyvD9
https://ift.tt/3gPeQFv

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...