Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/10/8_1594382892.gif. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/10/8_1594382892.gif. Show all posts

Friday, July 10, 2020

નેપોટિઝ્મની ચર્ચા વચ્ચે બિગ બીના દોહિત્ર અગસ્ત્ય નંદાને ફિલ્મ્સની ઓફર મળી, કરન જોહર લોન્ચ કરે તેવી શક્યતા

લૉકડાઉન બાદથી અમિતાભ બચ્ચન પોતાના પરિવાર સાથે ઘરમાં જ ક્વૉલિટી ટાઈમ પસાર કરી રહ્યાં છે. બિગ બીની દીકરી શ્વેતા પોતાના બંને બાળકો નાવ્યા તથા અગસ્ત્ય સાથે મુંબઈમાં છે. અમિતાભ દોહિત્ર અગસ્ત્ય સાથેની તસવીરો અવાર-નવાર શૅર કરતા હોય છે. થોડા સમય પહેલાં જ બિગ બીએ અગસ્ત્ય સાથે વર્ક આઉટ કરતાં હોય તેવી તસવીર શૅર કરી હતી. આ તસવીર વાઈરલ થતાં 19 વર્ષીય અગસ્ત્યને અનેક ફિલ્મની ઓફર મળવા લાગી હતી. માનવામાં આવે છે કે તે ટૂંક સમયમાં જ બોલિવૂડ ડેબ્યૂ કરશે. કરન જોહરનું નામ સૌથી ટોચ પર છે. ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદથી સોશિયલ મીડિયા યુઝર્સ વચ્ચે નેપોટિઝ્મનો મુદ્દો જોરશોરથી ચર્ચાઈ રહ્યો છે. કંગના રનૌતે પણ કહ્યું હતું કે નેપોટિઝ્મને કારણે જ સુશાંતે આત્મહત્યા કરી હતી.

મુંબઈ મિરરના રિપોર્ટ પ્રમાણે, શ્વેતા નંદાના દીકરાઅગસ્ત્યને અનેક ફિલ્મની ઓફર મળી રહી છે. તે હંમેશાં એક્ટિંગમાં રસ ધરાવે છે. આથી જ તે ટૂંક સમયમાં જ ફિલ્મમાં જોવા મળશે. બીજી તરફ એમ પણ ચર્ચાઈ રહ્યું છે કે સ્ટારકિડ્સને લોન્ચ કરવા માટે જાણીતા એવા કરન જોહર જ અગસ્ત્યને લોન્ચ કરશે. જોકે, હજી સુધી આ બંને વાતોનું કન્ફર્મેશન આપવામાં આવ્યું નથી.

કરન જોહર સાથે પાર્ટીમાં જોવા મળ્યો હતો
હાલમાં જ નીતુ સિંહે પોતાના જન્મદિવસ પર પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં અગસ્ત્ય પણ જોવા મળ્યો હતો. આ ઉપરાંત કરન જોહર, રીમા જૈન, રણબીર કપૂર, રિદ્ધિમા કપૂર પણ હાજર હતાં.

અમિતાભને કસરત કરાવે છે
મે મહિનામાં અમિતાભ બચ્ચને ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં એક તસવીર શૅર કરી હતી, આ તસવીરમાં તે દોહિત્ર સાથે હેવી વેટ લિફ્ટિંગ કરતા જોવા મળ્યાં હતાં. મિરર સેલ્ફી શૅર કરીને બિગ બીએ અગસ્ત્યને પોતાની પ્રેરણા કહ્યો હતો. આ તસવીર સામે આવ્યા બાદ અગસ્ત્ય ચર્ચામાં આવ્યો હતો.

કરને આ સ્ટાર કિડ્સને લોન્ચ કર્યો
કરન જોહરે આલિયા ભટ્ટ, વરુણ ધવન, તારા સુતરિયા, જાહન્વી કપૂર, અનન્યા પાંડે જેવા સ્ટાર-કિડ્સને બોલિવૂડમાં લોન્ચ કર્યાં હતાં.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
bollywood Amitabh Bachchan's Grandson Agastya Nanda Already has a Film Offer: Report


from Divya Bhaskar https://ift.tt/3gPzXaJ
https://ift.tt/3ei6YdY

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...