કોરોના મહામારીને કારણે લોકડાઉન કરી દેવાયું હતું જેને કારણે શૂટિંગ બંધ થઇ ગયા હતા. અનલોક થયા બાદ હવે પ્રોપર ગાઇડલાઇન્સ સાથે શૂટિંગ શરૂ કરવાની મંજૂરી અપાઈ છે. આવામાં સેલેબ્સ ફરી શૂટિંગ શરૂ કરી રહ્યા છે. આયુષ્માન ખુરાના, વિદ્યા બાલન બાદ હવે અર્જુન કપૂરે પણ શૂટ કર્યું. અર્જુન કપૂરે એડ માટે શૂટિંગ કર્યું હતું.
અર્જુને સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી લખ્યું કે, આપણે બધાએ આ નવા નોર્મલ સાથે એડજસ્ટ કરવાનું રહેશે અને ધીરે ધીરે આપણું જીવન ફરી પહેલાંની જેમ જીવવાનું શરૂ કરવાનું રહેશે. મારી વર્ક લાઈફ ફરી શરૂ થઇ ગઈ અને મેં 4 મહિનામાં પહેલીવાર શૂટ કર્યું. બધું બદલાઈ ગયું છે. નવો દુનિયાનો ઓર્ડર સ્વીકારી લીધો છે.
View this post on InstagramA post shared by Arjun Kapoor (@arjunkapoor) on Jul 10, 2020 at 10:32pm PDT
શરૂઆતમાં થોડો ચિંતિત હતો
અર્જુને કહ્યું કે, હવે બધું બદલાઈ ગયું છે પણ આપણે પરિવારને સપોર્ટ કરવા માટે કામ તો કરવું જ પડશે. બધાએ તેમના કામની જગ્યાને બને એટલી સુરક્ષિત રાખવાની રહેશે જેથી બધા સુરક્ષિત રહે. ત્યારે જ આપણે કામ નોર્મલ રીતે કરવાની થોડી અપેક્ષા રાખી શકશું. અર્જુને આટલા સમય પછી કામ કરવા બાબતે કહ્યું કે, હું શૂટના શરૂઆતમાં થોડો ચિંતિત હતો પણ મેં જ્યારે જોયું કે દરેક સુરક્ષાના પગલાં લેવામાં આવ્યા છે ત્યારે મને રાહત થઇ. સ્વાભાવિક રીતે શરૂઆતમાં હવે જ્યારે ફરી કામ પર જઈશું ત્યારે માનસિક રીતે થોડું ડિફિકલ્ટ રહેશે. પરંતુ હવે હું શૂટિંગ માટે અને સેટ પર લોકો સાથે કામ કરવા માટે વધુ કોન્ફિડન્ટ છું કારણકે મેં જોયું છે કે સેટ પર દરેક તકેદારી રાખવામાં આવે છે અને બધા સેફટી મેઝર્સને કડકાઈથી ફોલો કરે છે. કામ ફરી શરૂ કરીને સારું લાગ્યું અને હું આગામી શૂટ કરવા માટે તૈયાર છું.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2ZhbbtV
https://ift.tt/2C33MFZ