Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/11/sushant1594444118_1594451375.jpg. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/11/sushant1594444118_1594451375.jpg. Show all posts

Saturday, July 11, 2020

બિહારમાં ચોક અને રોડને એક્ટરનું નામ અપાયું, પીએમ મોદીને CBI તપાસ માટે લેટર પણ લખ્યો

લેટ એક્ટર સુશાંત સિંહ રાજપૂતને તેના ફેન્સ અલગ-અલગ રીતે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. હવે એક્ટરના હોમટાઉન પૂર્ણિયામાં તેના નામ પરથી એક રોડ અને ચોકનું નામ રાખવામાં આવ્યું છે. મેયર સવિતા સિંહે નગર નિગમ તરફથી શ્રદ્ધાંજલિ આપી અને ફોર્ડ કંપની ચોકનું નામ બદલીને સુશાંત સિંહ રાજપૂત ચોક કર્યું છે. ઉપરાંત મધુબની ચોકથી માતા ચોક તરફ જનાર રસ્તાનું નામ સુશાંત સિંહ રાજપૂત પથ કરી દેવામાં આવ્યું છે.

સોશિયલ મીડિયા પર ફોટો- વીડિયો વાઇરલ
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થઇ રહ્યો છે જેમાં અમુક લોકો ચોક પર સુશાંત સિંહ રાજપૂત ચોક નામની પટ્ટીનું અનાવરણ કરી રહ્યા છે. તે જ રીતે રોડ પર લાગેલ સુશાંતના નામની તખ્તીનો ફોટો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે.

સરકાર પાસે CBI તપાસની માગ
સવિતા સિંહે બિહાર અને ભારત સરકારને સુશાંત સિંહ આત્મહત્યા કેસમાં CBI તપાસની માગ પણ કરી છે. તેમણે સીએમ નીતીશ કુમાર અને પીએમ નરેન્દ્ર મોદીને મોકલેલ લેટરમાં લખ્યું છે, મને ભારત અને બિહાર સરકાર પર પૂરો ભરોસો છે કે સરકાર CBI તપાસની પરવાનગી જરૂર આપશે.

કેસમાં અત્યાર સુધી શું થયું

  • 14 જૂને સુશાંત સિંહ મુંબઈના તેના ઘરમાં મૃત મળ્યો હતો. પોસ્ટમોર્ટમ અને વિસરા રિપોર્ટમાં સાબિત થયું કે તેનું મૃત્યુ ફાંસીને કારણે શ્વાસ રૂંધાવાને કારણે થયું હતું.
  • પોલીસને કોઈ સુસાઇડ નોટ નથી મળી. હા તેના ઘરથી મળેલ ડોક્ટરના કાગળ અને દવાઓથી તેના ડિપ્રેશનમાં હોવાની વાત સાબિત થઇ ચૂકી છે. પણ પોલીસ આત્મહત્યાનું સાચું કારણ હજુ સુધી જાણી શકી નથી.
  • અત્યારસુધી 34 લોકોના સ્ટેટમેન્ટ લેવાઈ ગયા છે. તેમાં સુશાંતના ઘરનો સ્ટાફ, મેનેજર, પીઆર ટીમ, એક્સ મેનેજર, મિત્ર, ગર્લફ્રેન્ડ, કો-સ્ટાર અને પરિવારના સભ્ય સામેલ છે. યશરાજ ફિલ્મ્સના અમુક પૂર્વ અધિકારી અને કાસ્ટિંગ ડિરેક્ટર શાનુ શર્માના સ્ટેટમેન્ટ રેકોર્ડ થઇ ચૂક્યા છે. બીજા અધિકારીઓની પણ પૂછપરછ થશે. શાનુને પણ બીજીવાર પોલીસ સ્ટેશન બોલાવવામાં આવી શકે છે.
  • ફિલ્મોમાં સુશાંતને રણવીર સિંહ સાથે રિપ્લેસ કરવાના દાવા પર સોમવારે ફિલ્મમેકર સંજય લીલા ભણસાલી સાથે 3 કલાક પૂછપરછ થઇ. સૂત્રોના જણાવ્યા મુજબ તેમને 30 સવાલ પૂછવામાં આવ્યા. ભણસાલીએ કહ્યું કે સુશાંતને તેમણે રિપ્લેસ કર્યો ન હતો પણ સુશાંત ખુદ તે ફિલ્મ છોડીને ગયો હતો.
  • ફિલ્મમેકર શેખર કપૂર તેનું સ્ટેટમેન્ટ પોલીસને મેલ કરી ચૂક્યા છે. કંગના રનૌતને પણ સ્ટેટમેન્ટ આપવા માટે બોલાવી શકાય છે. કંગનાએ જાહેરમાં આરોપ લગાવ્યો છે કે સુશાંતે નેપોટિઝ્મના કારણે આત્મહત્યા કરી છે તો શેખર કપૂરે પણ આવા જ સંકેત આપ્યા હતા.
  • આ દરમ્યાન ભાજપ સાંસદ રૂપા ગાંગુલી અને એક્ટર શેખર સુમન બાદ રાજ્યસભા સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સુબ્રમણ્યમ સ્વામી પણ CBI તપાસની માગની તરફેણમાં આવી ગયા છે. તેમણે વકીલ ઇશકરણ ભંડારીને કહ્યું કે જુઓ આ કેસમાં CBI તપાસની જરૂર લાગે છે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Sushant Singh Rajput Suicide: A Road And Chowk named after Actor in his hometown in Bihar


from Divya Bhaskar https://ift.tt/2ZjcVDe
https://ift.tt/2Oc3sY1

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...