Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/12/1_1594536626.gif. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/12/1_1594536626.gif. Show all posts

Sunday, July 12, 2020

કોવિડ 19 પોઝિટિવ બિગ બીએ કવિતાથી લોકોને માસ્ક પહેરવા પ્રેરિત કર્યાં હતાં, કહ્યું હતું- જનહિત મેં જારી, કાનોં પે જિમ્મેદારી

અમિતાભ બચ્ચનનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા દરેકને નવાઈ લાગી છે. બિગ બીએ 11 જુલાઈએ સોશિયલ મીડિયામાં પોતે કોરોના પોઝિટિવ છે, તેવી માહિતી આપી હતી. હાલમાં તેમની તબિયત સ્થિર છે અને તેઓ નાણાવટી હોસ્પિટલમાં દાખલ છે. અભિષેક બચ્ચન પણ કોરોના પોઝિટિવ છે અને તે પણ આ જ હોસ્પિટલમાં એડમિટ છે. થોડાં દિવસ પહેલાં બિગ બીએ સોશિયલ મીડિયામાં લોકોને કોરોના પ્રત્યે જાગૃત કરતી એક કવિતા શૅર કરી હતી. ગયા અઠવાડિયે તેમણે એક નવું કેમ્પેન ‘કાનોં પે જિમ્મેદારી’ની શરૂઆત કરી હતી. આ કેમ્પેનનો ઉદ્દેશ લોકો માસ્ક પહેરે એ છે.

બિગ બીએ માસ્કને લઈ લખેલી કવિતા...

કમલા કે કાનોં પર, વિમલા કે કાનોં પર
શર્મા કે કાનોં પર, મિશ્રા કે કાનોં પર
છુટભૈયે કે કાનોં પર, બાહુબલી કે કાનોં પર
રાયપુર કે રોમિયો કે, જબલપુર કી જુલિયેટ કે
અડોસી-પડોસી કે, મામા-મૌસી કે,
ચાચી ઔર તાઈ કે, ભતીજી ઔર ભાઈ કે,
નાઈ કે હલવાઈ કે, એક દો ઔર ઢાઈ કે
સબ કે કાનોં પે એક જિમ્મેદારી હૈં,
ઔર વો જબ જબ ઘર સે બહાર જા રહે હૈં,
ઉસે બખૂબી નિભા રહે હૈં,
ફિર આપ માસ્ક ક્યોં નહીં લગા રહે હૈં?

જનહિત મેં જારી,
કાનોં પે જિમ્મેદારી.

View this post on Instagram

कमला के कानों पर, विमला के कानों पर, शर्मा के कानों पर , मिश्रा के कानों पर, छुटभैये के कानों पर, बाहुबली के कानों पर , रायपुर के Romeo के, जबलपुर की Juliet के अड़ोसी पड़ोसी के, मामा मौसी के, चाची और ताई के, भतीजी और भाई के, नाई के हलवाई के, एक दो और ढाई के, सब के कानों पे एक ज़िम्मेदारी है, और वो जब जब घर से बाहर जा रहे हैं, उसे बख़ूबी निभा रहे हैं , फिर आप mask क्यूँ नहीं लगा रहे हैं ? जनहित में जारी, कानों पे ज़िम्मेदारी ।।

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on Jul 4, 2020 at 3:27am PDT

બિગ બીએ અન્ય એક પોસ્ટમાં પોતાની આ કવિતાનું ગ્રાફિક પણ શૅર કર્યું હતું, જે હિંદીની સાથે રોમનમાં પણ હતું. આ ગ્રાફિક શૅર કરીને અમિતાભે કેપ્શન આપ્યું હતું, ‘દેવીઓ તથા સજ્જનો, લેડીઝ તથા જેન્ટલમેન, ખ્વાતીન-ઓ-હઝરત, જવાબદારી કાનની, તમે સાંભળી લો આ વાત. જો વાત સાંભળશો તો અમારું માન રહી જશે, નહીં તો કમલા, વિમલા અમને દોડાવી દોડાવીને મારશે.’

અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયામાં એક્ટિવ હોય છે. તેમણે ગયા શનિવાર (ચાર જુલાઈ)એ વ્યક્તિની વિશેષતા બતાવતો એક વિચાર શૅર કર્યો હતો. તેમણે એક તસવીર શૅર કરીને કહ્યું હતું, બુદ્ધિમાન વિચારોની ચર્ચા કરે છે, મધ્યમમાન ઘટનાઓની ચર્ચા કરે છે જ્યારે સામાન્ય બુદ્ધિના લોકો, લોકોની ચર્ચા કરે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Covid 19 Positive Big B Poetry Inspires People To Wear Mask


from Divya Bhaskar https://ift.tt/3foTYo0
https://ift.tt/2Oj231C

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...