Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/12/8_1594539056.gif. Show all posts
Showing posts with label https://i9.dainikbhaskar.com/thumbnails/680x588/web2images/www.divyabhaskar.co.in/2020/07/12/8_1594539056.gif. Show all posts

Sunday, July 12, 2020

બિગ બી લિવર ટ્રીટમેન્ટ, અકસ્માત તો ક્યારેક રૂટીન ચેકઅપ માટે જ્યારે પણ હોસ્પિટલ જાય ત્યારે ચાહકોના શ્વાસ અદ્ધર થઈ જાય

અમિતાભ બચ્ચનનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદથી દેશભરના ચાહકો તેમના માટે પ્રાર્થના કરી રહ્યાં છે. અભિષેકનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે અને બંનેને નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ પહેલાં પણ બિગ બી અનેક ગંભીર બીમારીઓને કારણે હોસ્પિટલમાં દાખલ થઈ ચૂક્યા છે.

કોરોનાની સારવાર પહેલાં અમિતાભ ગયા વર્ષે 15 ઓક્ટોબર, 2019ના રોજ મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં કિડની ટ્રીટમેન્ટ માટે દાખલ થયા હતાં. જોકે, આ વાતને પૂરી રીતે છૂપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બિગ બીના મેકઅપ આર્ટિસ્ટ દીપક સાંવતે એમ કહ્યું હતું કે તેઓ રૂટીન ચેકઅપ માટે દાખલ થયા છે. બિગ બી દાખલ થતાં ‘કેબીસી 11’નું શૂટિંગ અધવચ્ચે અટકાવી દેવામાં આવ્યું હતું. ત્રણ દિવસ બાદ બિગ બીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

બિગ બીએ હોસ્પિટલમાં તસવીર શૅર કરી હતી

9 ફેબ્રુઆરી, 2018ના રોજ બિગ બી રૂટીન ચેકઅપ માટે લીલાવતી હોસ્પિટલમાં દાખલ થયા હતાં. એ જ દિવસ તેમની ફિલ્મ ‘102 નોટ આઉટ’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. તેમને ગરદનમાં દુખાવો થતો હતો. અમિતાભ બચ્ચન અવાર-નવાર ચેકઅપ માટે હોસ્પિટલ જતા હોય છે.

હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ લઈને ઘરે આવતા બિગ બી

વર્ષ 2012માં પણ સર્જરીને કારણે અમિતાભ 12 દિવસ સુધી હોસ્પિટલમાં એડમિટ રહ્યાં હતાં. એક ઈન્ટરવ્યૂમાં અમિતાભે કહ્યું હતું કે તેમને 200 વ્યક્તિઓએ બ્લડ ડોનેટ કર્યું હતું અને તેમાંથી એકને હેપેટાઈટિસ બી હતો અને તેમને તેમાંથી ચેપ લાગ્યો હતો. વર્ષ 2000માં રૂટીન ચેકઅપમાં એ વાત સામે આવી હતી કે તેમનું લિવર 25 ટકા જ કામ કરે છે.

અભિષેક બચ્ચન બિગ બીને હોસ્પિટલ લઈ જાય છે

2008માં લીલાવતી હોસ્પિટલમાં દાખલ
વર્ષ 2008માં અમિતાભ બચ્ચનને તેમના જન્મદિવસ 11 ઓક્ટોબરના થોડાં દિવસ બાદ લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. તેમને પેટમાં દુખાવો થતો હતો.

અમિતાભ દીકરી શ્વેતા બચ્ચન તથા દીકરા અભિષેકની સાથે

1982માં ગંભીર અકસ્માત થયો હતો
26 જુલાઈ, 1982માં ‘કુલી’ના શૂટિંગ સમયે અમિતાભ બચ્ચન એક્શન સીન દરમિયાન ઘાયલ થઈ ગયા હતાં. સીનના શૂટિંગ સમયે બિગ બીએ ખોટા ટાઈમિંગ પર જમ્પ કર્યો હતો અને તેને કારણે પુનીત ઈસ્સારનો મુક્કો બિગ બીને વાગ્યો હતો. આ કારણે અમિતાભ બાજુમાં પડેલા ટેબલ પર પડી ગયા હતાં અને પેટમાં વાગ્યું હતું. બેંગલુરુમાં સર્જરી કરવામાં પણ આવી હતી.

અમિતાભ અભિષેક તથા શ્વેતાની સાથે

અકસ્માતના ચાર દિવસ બાદ અમિતાભની તબિયત સુધારા પર હતી પરંતુ પછી અચાનક તબિયત ખરાબ થઈ હતી અને તેમને બેંગલુરુથી મુંબઈની બ્રીચકેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. અહીંયા ડોક્ટર્સના પ્રયાસ તથા ચાહકોની દુઆ સફળ રહી અને 24 સપ્ટેમ્બર, 1982ના રોજ તેઓ ઠીક થઈને ઘરે પરત ફર્યાં હતાં.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
amitabh bachchan hospital pics during the years


from Divya Bhaskar https://ift.tt/3iOvGpP
https://ift.tt/3fn7MQ7

India's low score on GVC a starting point for recovery from pandemic: AIIB

India rated 7.4 percentage points below the average global value chain participation rate for emerging economies from Today's Paper ht...